Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૨૯/૧૨/૨૦૧૩

1 Comment

“પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે………….‘એકાદશ સ્‍કંધના ૧૨ માં  અઘ્‍યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્‍યે કહ્યું છે જે, ‘અષ્‍ટાંગયોગ, સાંખ્‍ય, તપ, ત્‍યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્‍સંગે કરીને વશ થાઉ છું.’…………..એમ ભગવાને કહ્યું છે. માટે સર્વે સાધન કરતાં સત્‍સંગ અધિક થયો.

તે જેને સર્વે સાધન થકી સત્‍સંગ અધિક જણાતો હોય તે પુરૂષનાં કેવાં લક્ષણ હોય ?” પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું  પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે………………..જેને ભગવાનના સંતને વિષે જ આત્‍મબુદ્ધિ  છે, જેમ કોઇક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે, મુંછો તાણે, તો પણ અભાવ આવે નહિ અને કોઇકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઇ રીતે તેનો અવગુણ આવે જ નહિ, શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્‍મબુઘ્‍ધિ થઇ ગઇ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્‍મબુઘ્‍ધિ થાય છે……… તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્‍યાણકારી સત્‍સંગને જાણ્‍યો છે.”

—————————————————-

ઇતિ વચનામૃતમ -ગઢડા મધ્ય-૫૪

સ્વયમ શ્રીજી એ કહ્યું અને શાસ્ત્રો વિદિત છે- એમ- સત્સંગ થી શ્રીજી જેવા પ્રસન્ન થાય છે- એવા બીજા કોઈ સાધન થી થતા નથી. અને આપણો સત્સંગ તો સર્વોપરી છે- જ્યાં સત્સંગ – એ આત્મા ના- જીવ ના પોષણ તરીકે જ લેવાય છે. “જેને જેટલા કલ્યાણ નો ખપ..એટલી જ સત્સંગ માં પ્રીતિ વધારે” એવું આપણા શાસ્ત્રો માં કહ્યું છે. આત્મબુદ્ધિ એટલે- સુહાર્દ પણું….મિત્રતા પણું……અને -ભગવાન ના સંત વિષે જેટલી પ્રીતિ- કહેતા કે આત્મબુદ્ધિ વધારે- એટલો જ સત્સંગ દ્રઢ….! તો આજ ની રવિસભા- આ પાયા ના વચનામૃત( પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એમ- આ વચનામૃત – જો સમજાય તો બાકી ના ૨૬૧ વચનામૃત સહેજે સમજાય…..) પર આધારિત હતી.

હું આજે સમય પહેલા મંદિરે પહોંચી ગયો- ફાયદો એ થયો કે- દર્શન મનભરી ને- કોઈ ભીડભાડ વગર કર્યા -સ્થિર  ચિતે કર્યા….ધનુર્માસ ના દર્શન નો ફાયદો એ છે કે- શ્રીજી અને મુકતો -અવતારો ની મૂર્તિઓ- માં સરસ્વતી ના “આયુધો” થી સજાવેલા દર્શન થાય છે.  આજે પણ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેવા અતિ વિધવાન ચિત્રકાર સંત દ્વારા ચિત્રિત- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની વિવિધ મુદ્રા ઓ ના ચિત્રો સાથે- શ્રીજી ના દર્શન થયા…..તમે પણ કરો….

આજ ના darshan

આજ ના darshan

સભામાં સ્થાન ગ્રહણ કર્યું યારે પણ- પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના કંઠે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય સાંભળવા મળી……અને પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત એક અદ્ભુત કીર્તન…” સહજાનંદ સુખદાયી…’ રજુ થયું……હૃદય સંતૃપ્ત થઇ ગયું……ભગવાન માં જે સુખ હોય છે- એવું સુખ બીજે કશે નથી- એની પ્રતીતિ સતત થયા કરે છે…..

ત્યારબાદ- પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા- ઉપરોક્ત વર્ણવ્યું તે- પાયા નું વચનામૃત – ગઢડા મધ્ય ૫૪ નું વિસ્તૃત વિવરણ થયું.  જોઈએ એના અમુક અંશ…..

  • જો આ વચનામૃત -સમજાય તો બાકી ના બધા વચનામૃત સહજ રીતે સમજાય છે. કારણ કે સત્સંગ- સાચો અને દ્રઢ હોય તો જ કલ્યાણ થાય…….
  • વચનામૃત ગઢડા મધ્ય ૯, ૧૬- વગેરે કહે છે કે- શ્રીજી નું સર્વોપરી જે ન જાણે તેને ખોટ રહે છે…..અને સ્વરૂપ નિષ્ઠા જ ધર્મ નિષ્ઠા થી અધિક છે……કારણ કે સ્વરૂપ સમજ્યા વિના પુરુષોત્તમ ની ભક્તિ કેવી રીતે થાય? ધર્મ ની શું વાત થાય?
  • આત્મબુદ્ધિ એટલે કે- મિત્રતા ભાવ- પોતીકો ભાવ- આત્મ બુદ્ધિ હોવાની  બે  નિશાની  હોય છે..૧)  હોય તો -કયારેય ખોટું ન લાગે… ૨) જો  હોય તો- પોતાને ગુણાતીત મનાય..
  • આત્મબુદ્ધિ માટે -સત્પુરુષ કે જે ભગવાન ને અખંડ ધારતા હોય તેની સાથે દ્રઢ પ્રીતિ જરૂરી છે……વડતાલ નું ૧૧ મુ વચનામૃત -આ જ કહે છે….
  • આવી દ્રઢ પ્રીતિ નું ઉદાહરણ- આપણા સંપ્રદાય માં સાધુ કેશવજીવન દાસ ને જયારે ગોપાળાનંદ સ્વામી દ્વારા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની ઓળખાણ થઇ- ત્યારે એમણે ભરસભા માં ગુણાતીતાનંદ સ્વામી ને મૂળ અક્ષર તરીકે છડેચોક ..નિર્ભયતા થી ઓળખાવ્યા…..
  • આમ આત્મ બુદ્ધિ જેટલી વધારે તેટલો જ સત્સંગ વધારે……તો આપણે પણ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ રાખી- સત્સંગ કરવાનો છે…..

અદ્ભુત..અદ્ભુત……કારણ કે- આજે શ્રીહરિ સ્વામી રંગ માં હતા..અને શબ્દો જાણે કે- બસ વહી જ રહ્યા હતા…..અને જાણે કે એનું કારણ હતું- પ.પુ.મહંત સ્વામી, પુ.ડોક્ટર સ્વામી, પુ.વિવેકસાગર સ્વામી, પુ.ઈશ્વરચરણ સ્વામી ની સભામાં હાજરી……! આજે સદગુરુ ઓ ના દર્શન નો અમુલ્ય લાભ મળ્યો…પુ.બ્રહ્મદર્શન સ્વામી પણ સભા હાજર હતા…….! બધા હરિભક્તો જાણે છે એમ- પુ.ઈશ્વરચરણ સ્વામી ને છોડી ને ઉપરોક્ત બધા સંતો- બીમારીઓ- સર્જરી કે કોઈ દૈહિક ભીડા માં થી પસાર થઇ રહ્યા છે- પણ સત્સંગ માટે નો એમનો ઈશક સ્પષ્ટ જોઈ શકાય છે.  ત્યારબાદ એક યુવક દ્વારા અદ્ભુત શાસ્ત્રીય રાગ આલાપ સાથે “બલિહારી મેં ઐસે સંત કી..” રજુ થયું……સભા પણ જાણે કે એ રાગ-રાગીની ઓ સાથે વહેતી ગઈ…….અદ્ભુત..!

ત્યારબાદ- વિડીઓ દ્વારા પુ.સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના દર્શન નો લાભ મળ્યો…..સતત નાદુરસ્ત તબિયત- પણ તેજસ્વી-સ્મિત સભર મુખ મુદ્રા સાથે સ્વામીશ્રી હરિ ભક્તો ને અઢળક લાભ આપી રહ્યા છે……શ્રીજી ને એમના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના….

ત્યારબાદ- પુ.ડોક્ટર સ્વામી એ પોતાના ચીર-પરિચિત તેજસ્વી અંદાજ માં – હરિભક્તો ને કહ્યું કે- આપણે એક સર્વ શ્રેષ્ઠ જીવન જીવવાનું છે…દ્રઢ-સાચા સત્સંગી થવાનું છે અને શરૂઆત પોતાના -આત્મ-સુધારા થી કરવા ની છે……આપણે અહી અટકવાનું નથી -પણ સમગ્ર જગ માં- આપણી સંસ્થા…..આપણા મંદિરો..સત્સંગ..પરિવાર ને સેવા,સત્સંગ,ભક્તિ થી શ્રેષ્ઠ કરવાના છે. આપણો આ માર્ગ સહજ નથી- આથી શુરા થઇ ને આ ભક્તિ માર્ગ પર આગળ વધવા નું છે.

સભા ને અંતે- અમુક જાહેરાતો થઇ……

  • ૧૪ જાન્યુઆરી ના રોજ- ઝોળી ઉત્સવ છે- અને આનંદો હરિભક્તો..આનંદો- આ સમયે- ઓનલાઈન ધર્માદા ની સગવડ ઉભી કરવામાં આવી છે……આ ઓનલાઈન સીસ્ટમ ઉભી કરવા માટે હરિભક્તો ની મદદ ની જરૂર પડશે….જે હરિભક્તો પાસે લેપટોપ અને લેઝર પ્રિન્ટર હોય- તેમણે મંદિર નો સંપર્ક કરવો- તા- ૬ થી તા ૧૫ -જાન્યુઆરી સુધી આ સાધનો ની જરૂર પડશે- મંદિર નો સંપર્ક કરવો- વધુ માહિતી માટે…….
  • ધનુર્માસ ઉપલક્ષ માં- શાહીબાગ મંદિર સુધી- અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં થી પદયાત્રા નું આયોજન થયેલું છે…..વિસ્તાર પ્રમાણે- તારીખ અલગ અલગ છે- એ માટે- જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકર નો સંપર્ક કરવો…..
  • ધર્માદા માટે- ચેક- જમા કરાવતા હરિભક્તો -એ ધ્યાન રાખવા નું કે- નવી સીસ્ટમ પ્રમાણે ના જ ચેક લખવા, ચેકચાક ન થાય- એમ જ લખવા……

તો- આજ ની સભા – એ સત્સંગ- ના માહાત્મ્ય ની સભા હતી……હરિ ના રાજીપા ની સભા હતી…..કારણ કે સત્સંગ થી જ હરિ ને પમાશે……એમ સ્વયમ હરિ કહે છે…….યાદ રાખો..!

રાજી રહેશો…..સત્સંગ ચાલુ જ રહેશે..નિરંતર….જય સ્વામિનારાયણ ….

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા- ૨૯/૧૨/૨૦૧૩

  1. Jay Swaminarayn

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s