Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૦૫/૦૧/૨૦૧૪

Leave a comment

“..અને રાત દોઢ પહોર વીતી હતી . પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારી ને બોલ્યા જે …..” સર્વે સાંભળો ..આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે….જે ભગવાન ને ભજવા એથી બીજી વાત મોટી નથી………..કાં’જે ભગવાન નું કર્યું સર્વે થાય છે…..”

——– ઇતિ વચનામૃતમ -જેતલપુર-૫———–

મને લાગે છે કે- મનુષ્ય માત્ર ના મન મા એક સંશય…એક પ્રશ્ન હોય જ છે કે- દુનિયામાં સૌથી મોટી વાત કઈ??? તમે જવાબ માટે તર્કશાસ્ત્ર લગાડો…વિજ્ઞાન-જ્ઞાન ના બધા પાસા નો વિચાર કરો- તો છેવટે અધ્યાત્મ ના છેડે જ પહોંચવું પડે….અને ત્યાં જઈ ને સમજાય કે- મનુષ્ય તો પામર જીવ માત્ર છે- તેનું ધાર્યું ક્યાંય થાતું નથી…….અને જો કોઈ નું ધાર્યું થાતું હોય તો એ જગત ના ધણી નું જ થાય છે……અને એટલા માટે જ શ્રીજી કહે છે કે- ભગવાન ને ભજવા જેટલી બીજી કોઈ વાત મોટી નથી…..! બ્રહ્માંડ નું સુખ અહીં જ છે……એ સમજવા નું છે.

તો આજ ની સભા- આ વાત પર જ હતી. શાકોત્સવ ની ઋત શરુ થઇ ગઈ છે અને એની સાબિતી રૂપે- આજે મંદિરમાં- પ્રસિદ્ધ લોયા ના શાકોત્સવ નો માહોલ ખડો કરવામાં આવ્યો હતો….સ્વયં શ્રીજી એ રીંગણ ના એ શાક નો વઘાર કરી ને -સંતો-હરિભક્તો ને જમાડ્યા હતા….અદભૂત..અદભૂત…..દર્શન કરી ને ધન્ય થઇ ગયા……! તમે પણ તમારા નયનો ને ધન્ય કરો……

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

ત્યારબાદ સભામાં સ્થાન ગ્રહણ કર્યું અને સભા ની શરૂઆત- મંગળ શ્લોક અને ધૂન્ય સાથે- પૂ.પ્રેમ વદન સ્વામીએ કરાવી……આજે બે સભાઓ- રવિસભા-અને યુવક સભા સમાંતરે ચાલતી હતી- આથી ભીડ જરાક ઓછી હતી……ત્યારબાદ- બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ને પ્રિય એવું કીર્તન….”અનુભવી આનંદ મા બ્રહ્મરસ ના ભોગી રે…….” મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત આ પદ ને પૂ.પ્રેમ વદન સ્વામી એ જ સ્વર આપ્યો…….! સત્પુરુષ ની અ જ નિશાની છે……..કે આ જગત ના સુખ એના માટે મૃગ તૃષ્ણા સમાન છે અને એક ભગવાન મા જ અનંત સુખ માને છે.  ત્યાર બાદ એજ ગાયક સંત ના અવાજ મા- પ્રેમાનંદ સ્વામી કૃત…”દિવ્ય સભાપતિ રાય…..” રજુ થયું……મારું મન પસંદ કીર્તન રહ્યું છે…..

ત્યારબાદ- સ્વામીશ્રી સારંગપુર ખાતે બિરાજમાન છે અને એમનાં વિચરણ નો એક અદભૂત વીડીઓ- “ભગવાન સૌનું ભલું કરો….” રજુ થયો…..સ્વામીશ્રી નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ હરિભક્તો ને જે -દર્શન લીલાઓ ના લાભ આપે છે- તે અવિસ્મરણીય છે. એમનાં આવા જ કૃપા-દર્શન માટે- શ્રીજી-સ્વામી ને પ્રાર્થના…….

ત્યારબાદ-બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ ના નિષ્ણાત આયુર્વેદાચાર્ય – શ્રી  મહેન્દ્ર ભાઈ વ્યાસ દ્વારા ” શિયાળો અને આરોગ્ય” વિષય પર વિસ્તૃત-માહિતી પ્રદ ચર્ચા થઇ…..શિયાળા મા શું ખાવું/શું ન ખાવું…..થી માંડી ને પંચકર્મ ના ફાયદા-વિષે ઘણી માહિતી આપવા મા આવી…….! એક બ્રહ્મ સત્ય છે કે- સાચું સુખ તે જાતે નર્યા…! ખાવા-પીવા-વર્તન-વિચાર મા જો એક શિસ્ત બધ્ધતા રાખવા મા આવે તો- દેહ ને કોઈ દુઃખ આવે એમ નથી……

ત્યારબાદ- પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ “પ્રીત પુરવ ની તમારી સુંદર વર શામળિયા” રજુ કર્યું……ગરબા ઢાળ મા ગવાયેલા આ કીર્તને -હરિભક્તો ને ડોલાવ્યા……ત્યારબાદ પૂ.ડોક્ટર સ્વામી એ સભા મા સ્થાન ગ્રહણ કર્યું અને એક સંનિષ્ઠ વિદ્વાન હરિભક્ત- પ.ભ. સતીશ ભાઈ પટેલ ( આઈ એ એસ અધિકારી) નું સન્માન થયું…..આપની સભા મા ઘણીવાર યુવકો ને- આઈ એ એસ – ની પરીક્ષા લખી માહિતી- માર્ગદર્શન એમણે પૂરું પાડ્યું છે……સાથે સાથે- અભિજિત પંકજભાઈ પટેલ ના અદભૂત- વિલક્ષણ બાળક નું પણ સન્માન થયું…….આ બાળક ની યાદ શક્તિ એટલી સતેજ છે કે- એને આપણી સંસ્થા ના ૯૦૦ સાધુઓ મા થી ૭૫૦ સાધુ ઓ ના નામ- કયા મંદિર મા છે- એ બધું યાદ છે…..અને સંતો ના આગળ-પાછળ ના નામ ના અક્ષરો- પર થી પણ એવા અદ્દલ નામ-ના અક્ષરો ધરાવતા સંતો ના નામ પણ મોઢે છે…….અદભૂત..અદભૂત…..! અને આ શક્તિ નું પ્રદર્શન પણ એણે ભર સભા મા કર્યું……

પૂ.ડોક્ટર સ્વામી એ -હમેંશ ની જેમ એમનાં તેજસ્વી-બળ ભર્યા પ્રવચન મા કહ્યું કે…….

  • જીવન મા કરવા નું આ છે……ધ્યેય ની સ્પષ્ટતા- નિર્ધારિત માર્ગ અને એના પર ચાલવા નો ખટકો………..યોગ્ય ધ્યેય વગર કોઈ કલ્યાણ નહી થાય……અને ધ્યેય એક ભગવાન નું જ રાખવું…એમાં જ કલ્યાણ છે.
  • જેતલપુર- ૫ -વચનામૃત ની વાત કરતાં કહ્યું કે- ભગવાન ભજવા જેટલી મોટી વાત બીજી કોઈ નથી…….
  • ક્રિકેટર સુનીલ ગાવસ્કર સફળ થયા- કારણ કે- એમણે જીવન મા – 3-D -અપનાવ્યા…….અર્થાત…. Determination, Dedication, Discipline…જેવા ગુણો આત્મસાત કર્યા…….
  • જીવન મા તમે ગમે ત્યાં હો- પણ યાદ રાખવા નું છે…..Learn to serve the world through BAPS ….!

બસ- તો જીવન મા આ જ યાદ રાખવા નું છે……સર્વોપરી સત્સંગ…….સર્વોપરી સિદ્ધાંત…સર્વોપરી ગુરુ અને સર્વોપરી ભગવાન………મળ્યા પછી- બસ એમને સમજી ને સેવી લેવાના છે……..!

સોમવાર-આવતીકાલ થી વિસ્તાર પ્રમાણે- ધનુર્માસ ની- શાહીબાગ મંદિર સુધી ની પદ યાત્રા ઓ ચાલુ થવાની છે- લાભ લેવા માટે- જે તે વિસ્તાર ના સ્વયં સેવકો નો સંપર્ક કરવો…..

સત્સંગ આનું જ નામ છે……..

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s