Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ -૧૮/૦૧/૨૦૧૩

Leave a comment

તો હમેંશ ની જેમ સફર- બા-કાયદા ચાલુ જ છે- અને એ ક્યારેય અટકવા નો નથી…બિલકુલ સમય ની સીધી રેખ ની જેમ….! જીવન ભાગતું રહે છે- અને આપણે મને-ક-મને એની પાછળ ભાગતા જ રહેવું પડે છે….એ અજીબ વાત છે. આ એક આભાસી દુનિયા છે….હૃદયી ધુમ્મસ છે કે જે સમય સાથે ગાઢું થતું જાય છે અને તમે એને હટાવવા નો પ્રયત્ન કરો તો- તમને એ વધુ આભાસી લાગે છે. આથી જ તો જીવન ને- આપણા સત્પુરુષો- શાસ્ત્રો – એક સ્વપ્નવત ગણે છે……..જીવ જે જીવી રહ્યો છે એ જીવન સત્ય છે કે- આ દેહ જે જીવી રહ્યો છે- એ જીવન સત્ય છે..??? જવાબ મુશ્કેલ છે………પણ આનો જવાબ- જો તમે આત્મ સત્તા રૂપ થાઓ- અર્થાત- તમે કોણ છો? એ જાણો- સમજો…..તો જ મળે…….! ધારો કે- હું છગનભાઈ- એમ કહું કે- હું આ દેહ નથી- પણ એનું સંચાલન કરતો- જીવ છું તો- દેહ ના લગતા બધા સુખ-દુખ-રોગ-ભય-શોક ટળી જાય………સમજાયું????? જો સમજાયું તો વાંધો નથી અને ન સમજાયું હોય તો પણ કશો વાંધો નથી……કારણ કે- આભાસી દુનિયા માં જીવવા ના ઘણા ફાયદા-ગેર ફાયદા છે…….

તો શું ચાલે છે- આજકાલ- આ આભાસી દુનિયા માં????

  • ઉત્તરાયણ માં પરિવાર સાથે હતો- પણ- મન દુર હતા……આવું કેમ? જવાબ- દેહ ભાવ….સ્વભાવ…અપેક્ષાઓ……છતાં- શ્રીજી ને અંતઃકરણ પૂર્વક આભાર કે- આવી ક્ષણિક દુખ ની પળો વચ્ચે- મસમોટા સુખ ના કલ્પ  આપ્યા છે……..! ઉત્તરાયણ નો શોખ મને નથી- કારણ કે- હું પતંગ ઉડાડવા માં- એને સ્થિર-મુક્ત પણે વિહન્ગતો જોવા ઈચ્છું છું……..કાપાકાપી- આપણો ધંધો નથી. છતાં- સંધ્યાકાળે અને સાંજે થતા- સવાઈ દિવાળી જેવા અદ્ભુત માહોલ ને મેં- રીનાએ- અને હરિકૃષ્ણે – પાપા-મમ્મી એ ખુબ જ જલસા થી મનાવ્યા……
  • રીના નો મોબાઈલ -ઉત્તરાયણ ને આગલે દિવસે- શાક માર્કેટ માં થી ગયો…….! એન્ડ્રોઈડ હતો છતાં- ચોરાયા પછી- એને ટ્રેક ન કરી શકાયો…….કોઈ એપ્પ ન હતું…….કે- અલ્કાટેલ કંપની એ ઇન બિલ્ટ કોઈ એપ્પ આપ્યું ન હતું…….ચાલો- ઊંધિયું- જરાક મોંઘુ પડ્યું……..અને “મોબાઈલ ” ની દાઝેલી રીના હવે- “નોકિયા” નો મોબાઈલ ને પણ લેવા ની ના પાડે છે…….! હરિ ઈચ્છા….!
  • સમાચાર પત્રો- અને સમાચાર ચેનલો- આજકાલ જે પીરસી રહી છે- એ જોઈ ને જાગવા ની જરૂર છે- સોશિયલ સાઈટ્સ પર વધુ પડતા “સોશિયલ” થવા ની જરૂર નથી…….અતિ હી સર્વત્ર ત્રજ્યતે……! કરોડો ની સંપત્તિ- ચમકદાર જિંદગી -પણ જિંદગી માં “જીવન” નો છાંટો એ નહિ…….અને પરિણામ???? વધુ લખવા ની જરૂર નથી…….જો મનુષ્ય- દેહ ના સુખ કરતા- જીવ ના સુખ વિષે વધુ વિચારે અને વધુ દોડે- તો સાચું સુખ મળે છે……..પણ સમજે છે કોણ? આપણા શાસ્ત્રો-સત્પુરુષ અને સ્વયમ ભગવાન ની વાતો- કદાપી અસત્ય ન હોઈ શકે…માત્ર- સમજણ માં જ ફર્ક રહી જાય છે…….
  • આવતા મહીને લગ્નો ની ભરમાર છે………અને સમય ટૂંકો છે……….રાત્રિ ટૂંકી છે અને વેશ ઝાઝા છે………અને ઠંડી ભરપુર છે…..
  • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય પુનઃ સુધારા પર છે……..હરિ ને કોટી કોટી વંદન………! હરિ ને લઈને- સારંગપુર જવું છે…….જોઈએ- ક્યારે જવાય છે???

તો- બસ- આ સફર ચાલુ જ છે……આવજો કહેતા પહેલા- થોડુક હસી લઈએ……..kirtish Bhatt ના  એક કાર્ટુન દ્વારા……..

000000

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s