Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૧૯/૦૧/૨૦૧૪

1 Comment

“દુર્લભ માં દુર્લભ સત્સંગ , ને દુર્લભ માં દુર્લભ એકાંતિક પણું ને દુર્લભ માં દુર્લભ ભગવાન……એ ત્રણ વાત આપણ ને મળી રહી છે….સુકાઈ જાઓ , અન્ન મૂકી દ્યો….વનમાં જાઓ કે ઘર મૂકી દિયો તે કરતા પણ આ સાધુ ની વાતું સાંભળવી તે અધિક છે….અને આ તો પુરુષોત્તમ ના વચન છે….ને ગુણાતીત ની વાતું છે ને આ વાતું માંથી અક્ષર ધામ દેખાય છે . તે ભગવાન અક્ષરધામ ને મુક્ત ને લઈને એવા ને એવા જ આવ્યા છે તેમાં ફેર ન સમજવો ….ને મહિમા સમજાતો નથી તેથી જીવ દુબળો રહે છે….”

——————————–

મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો- ૧/૧૩૧

તો એક પ્રશ્ન……..તમારો જીવ દુબળો છે કે મજબુત??? ઉપરોક્ત બ્રહ્મ વચનો વાંચો……એક એક શબ્દ વાંચો…..મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ જે અક્ષર વાતો કરી છે- તેણે બ્રહ્માંડ ના બ્રહ્માંડ હલાવ્યા છે……જીવ માત્ર ના અજ્ઞાન ને એક ઝાટકે તોડ્યા છે અને પ્રગટ પુરુષોત્તમ ની ઓળખાણ- પ્રાપ્તિ કરાવી છે…..આટલા આત્મ વિશ્વાસ થી..છડેચોક…..કોઈની શેહ શરમ વગર…..આવી અક્ષર વાતો- માત્ર મૂળ અક્ષર જ કરી શકે…..એમાં કોઈ લેશ માત્ર પણ શંકા નથી. આજની રવિસભા- આ જ અક્ષર ના આપેલા સિધ્ધાંત……અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના અડીખમ યોદ્ધા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી શ્રી યજ્ઞ પુરુષદાસ પર હતી……..એકાંતિક સત્સંગી થવા પર હતી…….!

આજે સમય પહેલા સભામાં પહોંચી ગયો અને -કોઈ ભીડ-ભાળ- ભાગમ્ભાગી વગર નિરાંતે હરિ ના અદ્ભુત દર્શન નો લાભ મળ્યો…..તો તમે પણ એ લાભ લ્યો…..

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યાર બાદ- સંતો -યુવકો દ્વારા…..”જય અક્ષર પતિ પુરુષોત્તમ….જય જય સ્વામી સહજાનંદ….” ધુન્ય રજુ થઇ…સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું પ્રતિબિંબ સમાન – આ ધુન્ય મને હમેંશા ગમતી આવી છે…અને ગમતી રહેશે….ત્યારબાદ કીર્તન રજુ થયું……”સ્વામી શ્રીજી નું એ જ્ઞાન….સિંહ ગર્જના સમાન…શુરા હો શુણજો કાન…..કાચા પોચા ના નથી એ કામ નું….” – અદ્ભુત શબ્દો…….અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત- વેદો શાસ્ત્રો માં સ્વયમ ભગવાને- સત્પુરુષો એ ગાયો છે- છતાં- એને બ્રહ્માંડ માં ફેલાવવા માં- મોટા મોટા સંતો પાછા પડ્યા……પણ ગુણાતીતે- શુરા થઇ- સિંહ ગર્જના કરી- આ આ સર્વોપરી જ્ઞાન ના ડંકા -લોક-પરલોક માં મારી દીધા…….જેના પડઘા આજે પણ આપણે સાંભળી શકીએ છીએ…….!

ત્યારબાદ- પુ.વિવેક મુની સ્વામી એ- શિક્ષાપત્રી અને સ્વામી ની વાતો, વચનામૃત આધારે…” સત્સંગી ની જીવન શૈલી” પર માહિતી વર્ધક પ્રવચન કર્યું…….”ભગવાન ની  અખંડ સ્મૃતિ” હોય તે જ સાચો સત્સંગી………આમ સવારે બ્રહ્મ મુહુર્ત માં થી ઉઠી ને રાત્રે સુઓ- ત્યાં સુધી વિવિધ દૈનિક ક્રિયા ઓ – એક ભગવાન ની સાક્ષી એ કરવું…….એ જ ઉત્તમ સત્સંગી નું લક્ષણ……! ભગવાન ની સ્મૃતિ કર્યા વગર થતું કાર્ય- એ અપરાધ સમાન છે…….માટે- ટૂંક સીધોસટ જવાબ યાદ રાખવો………દરેક ક્રિયામાં ભગવાન નું સાક્ષી પણું…….!

ત્યારબાદ- પુ.વિવેક મુની સ્વામી એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જન્મ ને ૧૫૦ વર્ષ પુરા થઇ રહ્યા હોઈ- એ નિમિત્તે- આવનારી  વસંત પંચમી ( ૪ ફેબ્રુઆરી -૨૦૧૪) થી એક વર્ષ- “શાસ્ત્રીજી મહારાજ – સાર્ધ શતાબ્દી મહોત્સવ(1865-2015) ” ઉજવવા નો છે- એના પર એક વિસ્તૃત વર્ણન થયું…….એના માટે અમુક અલગ જ- વિશિષ્ટ નિયમો હરિભક્તો ને આપવામાં આવ્યા છે…….જેના માટે વિશિષ્ટ નિયમ કાર્ડ બનાવવા માં આવ્યા છે- જે આપણા જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકર પાસે થી મળી શકશે……! જોઈએ શું નિયમો છે…….આ યોગ યજ્ઞ ના…

1521528_667417533300865_153320083_n (1)

  • વાંચન યજ્ઞ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન ચરિત્ર+ લી. યજ્ઞપુરુષદાસ + બ્ર.શા.મહારાજ નું જીવન ચરિત્ર સંક્ષિપ્ત+સત્સંગ જ્ઞાનામૃત+ અક્ષર પુરુષોત્તમ ઉપાસના- પુસ્તકો નું નિયમિત વાંચન વર્ષ દરમિયાન કરવા નું છે….૩ વાર જો આ પુસ્તકો વંચાય તો- મહાયજ્ઞ કહેવાશે……( કુલ પાનાં લગભગ- ૧૯૦૦-૨૦૦૦)
  • લેખન યજ્ઞ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના મંત્રો+ આ સિધ્ધાંત વાળા વચનામૃત/સ્વામી ની વાતો+ બ્ર.શા.મહારાજ ના પ્રસંગો અને પ્રવચનો- એક વિશિષ્ટ નોટબુક- સિધ્ધાંત પોથી માં લખવા……….૫ વાર લખો તો- મહાયજ્ઞ ગણાશે…..
  • શ્રવણ યજ્ઞ- બ્ર્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન ચરિત્ર ની ઓડીઓ સીડી+ જ્ઞાન સત્ર ( પુ.બ્રહ્મ દર્શન સ્વામી) ની ઓડીઓ સીડી નું શ્રવણ  કરવું…..
  • સંપર્ક યજ્ઞ- રોજીંદી ક્રિયા ઓ વચ્ચે શક્ય હોય એટલા- મુમુક્ષુ- ગુણાનુંભાવી ભક્તો સાથે- સ્વામિનારાયણ પ્રકાશ નું વાંચન કરવું- કરાવવું……શાસ્ત્રીજી મહારાજ ના જીવન પ્રસંગો નું પઠન-વાંચન -પત્ર-ઈ મેલ -સમગ્ર વર્ષ દરમિયાન હરિભક્તો સાથે કરવું
  • ભક્તિ યજ્ઞ- હરિમંદિર માં- એક ટાઈમ કથા વાર્તા સાંભળવી, ઘરસભા,નિત્યપૂજા, અઠવાડિક સભા, અઠવાડિયા માં- એક બે વાર મોટા મંદિર ના દર્શને જવું, દર મહીને- સુદ પાંચમ ની તિથી એ- નિર્જળા/સજલા ઉપવાસ કરવો…….શક્તિ પ્રમાણે- ૩/૬/૯/૧૨ કરી શકો…….
  • સામુહિક નિયમ- નજીક ના હરિ મંદિર માં નિત્ય કથા વાર્તા માં ભાગ લેવો, શક્ય હોય તો સુદ પાંચમ ની તિથી ના રોજ- દર મહીને- પ્રભાત ફેરી અથવા સંધ્યા ફેરી -હરિમંદિરથી બધા એ કરવી…….

અદ્ભુત નિયમો- પોતાના વિડીયો સંદેશ માં- પુ.ડોક્ટર સ્વામી એ કહ્યું કે- આ બધા નિયમો- આપણી ઉપાસના અને નિયમ ધર્મ દ્રઢ કરવા માટે જ છે- જેટલા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ને સમજશો- એટલો જ આ સિધ્ધાંત સમજાશે……..અને અંતે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિડીઓ સંદેશ માં – સ્વામી એ કહ્યું કે- શક્ય હોય એટલા નિયમો જરૂર લેવા- અને જે નિયમો લો- એનું દ્રઢતા પૂર્વક પાલન કરવું…….આ બધું ભગવાન અને મોટા પુરુષ ના રાજીપા માટે જ છે…….

જો કે- આં બધા નિયમો નું કાર્ડ- જે તે કાર્યકર પાસે થી- મંદિરે થી મળશે- અને આ સમગ્ર વર્ષ નો ઉત્સવ- આપણે ધામ ધૂમ થી ઉજવવા નો છે……..એ યાદ રાખવા નું છે…..

1483366_624357397602232_1158671732_n

યાદ રાખો- આ અક્ષર સત્સંગ છે……..સર્વોપરી સત્સંગ છે……..કઠીન લાગે છે- પણ આમ જુઓ તો સહજ જ છે…કારણ કે- સહજાનંદ એમાં ભળેલો છે…….બસ અનુભવતા રહો….!

જય સ્વામિનારાયણ……ચેષ્ટા ના પદ સાથે…..

રાજ

 

Advertisements

One thought on “BAPS રવિસભા-૧૯/૦૧/૨૦૧૪

  1. jay swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s