Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૨૧

Leave a comment

થોડા સમય પહેલા સમાચાર મળેલા કે- જાણીતી મોબાઈલ કંપની નોકિયા એ પોતાનો મોબાઈલ “ડેડ” થાતો અટકાવવા ૪૦+ મેગા પીક્ષેલ કેમેરા વાળો મોબાઈલ લોન્ચ કરેલો…….તો નાસા વાળા એ ગીગા પીક્ષેલ વાળું ટેલીસ્કોપ લોન્ચ કરેલું……..જેમ પીક્ષેલ વધે છે તેમ ચિત્ર વધુ સુરેખ-સ્પષ્ટ અને ઝીણવટ ભર્યું બનતું જાય છે. અદ્દલ આ જીવન પણ જેમ- ઝીણવટ ભર્યું ગૂંથાય છે……..વહે છે…..તેમ તેમ- આજુબાજુ ની દુનિયા ને જોવા ની શક્તિ વધતી-ઘટતી જાય છે……જીવન ને જોવા ના પીક્ષેલ વધતા જાય છે. આનો ફાયદો પણ છે અને નુકશાન પણ…….કારણ કે જેવી દ્રષ્ટિ- તેવી સૃષ્ટિ……..! આથી દ્રષ્ટિ+ નકારાત્મકતા/સકારાત્મકતા = જીવન …..જેવું અટપટું સુત્ર આપી શકાય……

તો ફોટોનામા મા આગળ વધી અને જીવન ને સકારાત્મક દ્રષ્ટિ એ જોવાનો પ્રયત્ન કરીએ…….

1012542_632389586799013_479834084_n

સત્ય વચન- મનુષ્ય ગમે તેટલી ઉત્ક્રાંતિ કરે પણ- જાતીય અસંતુલન હમેંશા રહેવા નું…….સ્ત્રી- આપણે આપણા સમાજ મા જોઈએ તો- ઘણીવાર પુરુષ કરતાં વધારે કામ કરે છે…..છતાં- તેની કદર- પુરુષ ની સરખામણી મા ઉતરતી થાય છે……તો જરૂર છે- સ્ત્રી શક્તિ ને યોગ્ય સ્થાન અને દામ આપવા ની…….!

1796506_632389610132344_64426799_n

એક ચા ની કીટલી પર આટલી મોટી વાત જોવા મળેલી…….! મા બાપ ને તિરસ્કૃત કરવા સહેલા છે….પણ એમનાં કષ્ટો ને ખુદ મા-બાપ બની વહન કરવું- ખરેખર અઘરું છે………૯ માસ- ગર્ભાવસ્થા ના એ માત્ર ગર્ભ માટે જ કષ્ટ દાયક નથી હોતા…પણ મા માટે એના કરતાં પણ વધારે કઠીન હોય છે…….પેટ પર- સતત ૯ માસ માટે- ૨-૫ કિલો વજન ઊંચું કરી ને ફરવું…….એ કદાપિ સહજ નથી……જો આટલી વાત સમજાઈ જાય તો પણ- મનુષ્ય ને પોતાના જન્મદાતા પર ગર્વ થાય…….

1901351_632389676799004_1018543679_n

ગની દહીંવાળા નું એક અદભૂત પદ…….! એક કહેવત છે કે….” રાત્રે ઊંઘ ન આવે એવું કોઈ કાર્ય દિવસે ન કરવું” ….પણ આ ખરેખર થાય છે? આપણ ને ભુખ છે……રૂપિયા ની…..પદ ની……કીર્તિ ની……માન ની…….મોટાઈ ની…….! અને એની લ્હાય મા ને લ્હાય મા- ભૂલી જવાય છે ધ્યેય ને…….દિનભર ની આ બધી જફા કરવામાં આવે છે- શાંતિ ભરેલા સુખ માટે…….અને એમાં થી શાંતિ જ ગાયબ થઇ જય છે…..તો હાથ મા શું આવે છે? બાબાજી કાં ઠુંલ્લું…..?? તો સુવર્ણ સલાહ છે- ઓછું કમાવવું-પણ શાંતિ મળે એવું જ કાર્ય કરવું……અપેક્ષાઓ ઓછી રાખવી…સંતોષ વધુ રાખવો……જીવન જીવવા નું છે…..વેઠવા નું નથી….!

1511029_632389816798990_697441095_n

ખોવાયા છે…..ખોવાયા છે……..! આજે પણ ગામડા ઓ મા જાઓ તો -હાથમાં રાવણ હથ્થો કે તાનપુરો લઇ ને ફરતા આવા ભિક્ષુકો અલપ-ઝલપ જોવા મળે……અમે નાના હતા ત્યારે- રંગબેરંગી પાઘ પહેરેલા આ “છુપા” કલાકારો- રાવણ હથ્થા ના અદભૂત તાલ સાથે દેશી ભજનો ને ઉચ્ચ સ્વરે લલકારતા……અને દિલ બાગ બાગ થઇ જતું……….પણ આજની નવી પેઢી ના ભિક્ષુકો- થર્ડ ક્લાસ ફિલ્મી ગીતો ને રવાડે ચઢ્યા છે…….અને આપણી નવી પેઢી ના નસીબ મા- એ કળા ના સુર ગાયબ છે……! હરિ ઈચ્છા……..

બસ- કદાચ જીવન એ પરિવર્તન નું બીજું નામ છે……..એને સ્વીકાર્યે જ છુટકો……!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s