Raj Mistry's world

Me,my stories and world around….

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- ઉદય ગાથા-૧

2 Comments

“એક અક્ષર રૂપ થઇ ને પુરુષોત્તમ ની ભક્તિ કરવી એ જ -સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત”

——-બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ——–

ઇસવીસન ૧૯૦૭ નું વર્ષ- ભારતવર્ષ ની અધ્યાત્મિક પૃષ્ઠ ભૂમિ પર એક અદભૂત બદલાવ લઇ ને આવ્યું……….એ બદલાવ હતો- એક તેજસ્વી …વિદ્વાન સ્વામિનારાયણ સાધુ -યજ્ઞપુરુષ દાસ નું વડતાલ સંસ્થા ને છોડી ને બહાર નીકળવું……..અને એ બહાર નીકળવા પાછળ એક મજબુત કારણ હતું…….આ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત……! આમ તો વેદો- શાસ્ત્રો-ઉપનિષદ- અને  ભાગવત કે ગીતા ના અનેક અધ્યાયો મા- આનો ઉલ્લેખ છે……કે “અક્ષર રૂપ અર્થાત બ્રહ્મ રૂપ થયા વગર પરબ્રહ્મ-અર્થાત પુરુષોત્તમ ને પમાતું નથી…..” અને સ્વયં શ્રીજી એ અનેક વચનામૃતો મા- આનો ઉલ્લેખ ડંકા ની ચોટ પર કરેલો છે……….!

પણ આ સિદ્ધાંત- જેટલો વર્ણવાયો છે- એટલો સમજાયો નથી…પરિણામે- ગેરસમજ વધુ છે…….અને સમજ ઓછી…..! આજે શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા નું અસ્તિત્વ…ઇતિહાસ…વિકાસ…..વર્તમાન અને ભવિષ્ય- એ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું જ પ્રતિબિંબ છે……મૂર્તિમાન સ્વરૂપ છે……..! તો આ સિદ્ધાંત ને જરાક ઊંડાણ પૂર્વક સમજવા નો પ્રયત્ન કરી એ……સહજ ભાષા મા…..

  • સ્વયં શ્રીજી -પોતાના વચનામૃત( ગઢડા પ્ર.૭; ગઢડા અંત્ય-૧૦))- વેદ-શાસ્ત્રો-ભાગવત મા કહે છે કે- જીવ,ઈશ્વર,માયા, બ્રહ્મ અને પર બ્રહ્મ – એમ પાંચ તત્વ ભેદ તે અનાદી છે….અને અહિયા બ્રહ્મ એટલે- અક્ષર અને પરબ્રહ્મ-એટલે પુરુષોત્તમ……..
  • આથી જયારે જીવ ના કલ્યાણ ને અર્થે ભગવાન -કહેતા કે પુરુષોત્તમ પૃથ્વી પર અવતાર ધારણ કરે ત્યારે-પોતાના પરમ ભક્ત-રહેવા નું ધામ ( અક્ષર) અને સર્વે પાર્ષદ-એશ્વર્ય સહીત જ પધારે છે…….એકલા આવતા જ નથી…..(ગઢડા પ્રથમ-૭૧)
  • અને અક્ષર એટલે કે- ઉત્તમ ભક્ત- અર્જુન..લક્ષ્મીજી ….રાધા….હનુમાનજી……ગુણાતીતાનંદ સ્વામી……વગેરે ને અક્ષર કહેવાય છે…….અને અક્ષર -રૂપ થયા  વગર- પુરુષોત્તમ ની ભક્તિ થાય જ નહી…….! (લોયા-૧૨,૭…ગઢડા પ્રથમ-૫૬…વગેરે..)
  • તો જરૂર છે- અક્ષર રૂપ થવા ની…..અને પુરુષોત્તમ ની ભક્તિ કરવા ની…….
  • ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે……અને સહજાનંદ સ્વામી જ એક પુરુષોત્તમ……..આમ- ગુણાતીત સેવક અને સહજાનંદ- એ ભગવાન….એમ સમજવું…..! હવે- આ સત્ય ના અનેક પુરાવા છે…….અને એ પુરાવા- ફોટોગ્રાફ, પ્રસંગ….શાસ્ત્રો આધારિત છે……અને માંગો ત્યારે મળી શકે- એટલા સહજ છે…….
  • અને ભગવાન કે એમનાં ધારક સંત કહેતા કે અક્ષર- સદાયે સત્સંગ મા પ્રગટ જ રહે છે……જો જીવ ને -એ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ( કે જેના દ્વારા ભગવાન પ્રગટ રહે છે…..) ની ઓળખાણ થાય તો જીવ સહજ જ ભગવાન નો ભક્ત થાય છે….( વચનામૃત વડતાલ-૧૯ )

3075298_orig

તો- આ સિદ્ધાંત નો આ  આછો પાતળો -ખયાલ રજુ થયો……..ઊંડાણ પૂર્વક જઈ એ તો અક્ષર પુરુષોત્તમ માહાત્મ્ય ગ્રંથ ની જેમ હજારો શ્લોક ધરાવતા ગ્રંથ રચાઈ શકે……અને જે રચાયા પણ  છે…….આથી આ જ્ઞાન- બ્રહ્મ જ્ઞાન છે….કોઈ ગતકડું કે ઉપજાવી કાઢેલું મફતિયું જ્ઞાન નથી…….! સ્વયં શ્રીહરિ એમાં ભળેલા છે……આથી આ જ્ઞાન -એ એમનુ જ નીપજાવેલું છે……

બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ -જયારે યજ્ઞપુરુષ દાસ તરીકે ભાગવતી દીક્ષા પામી ને- ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી ભેગા હતા….ત્યારે સુરત એમનું કાયમી સ્થાન હતું…..અને ત્યાં જ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના પ્રિય શિષ્ય- પ્રાગજી ભક્ત ( બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ…) પ્રથમ વાર જ સમાસ -સત્સંગ-ભેટો થયેલો……..જોઈએ એ સુવર્ણ પ્રસંગ કે- જેના આધારે- આ તેજસ્વી સંત ના હૃદય મા- જીવ મા- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ની ગેડ બેઠી……….અને સમજાયું કે- ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે અને સહજાનંદ સ્વામી એ સર્વાવતારી પુરુષોત્તમ…….

———————————–

સુરત મંદિર ના મહંત – પૂ.વીજ્ઞાનાનંદ સ્વામી -એ એક વિદ્વાન સંત હતા અને શ્રીજી મહારાજ ના મળેલા વયોવૃદ્ધ સંત હતા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના એ ગુરુ હતા…..અને એમનાં આગ્રહ થી જ ડુંગર ભક્ત ને – સાધુ યજ્ઞપુરુષ દાસ તરીકે ભાગવતી દીક્ષા મળેલી………પણ જયારે બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત સુરત પધાર્યા અને એમનો મહિમા……એમની સર્વોપરી વાતો – શાસ્ત્રીજી મહારાજે સાંભળી ત્યારે સ્વાભાવિક જ -ભગતજી મહારાજ પ્રત્યે એમનું આકર્ષણ વધતું ગયું.

એક દિવસ ભગતજી મહારાજે  શાસ્ત્રીજી ને કહ્યું કે…….”સાધુરામ ત્યાગી થયા પણ સ્વામિનારાયણ ની પાકી નિષ્ઠા થઇ કે નહી?” આશ્ચર્ય સાથે  શાસ્ત્રીજી મહારાજે હાથ જોડી ને જવાબ આપ્યો કે……”મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે એવી નિષ્ઠા મે દ્રઢ કરી છે…….” આ સાંભળી ને ભગતજી થોડુંક હસ્યા અને કહ્યું કે………
” સાધુરામ આ તો અધૂરી નિષ્ઠા કહેવાય……..જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વામિનારાયણ ની નિષ્ઠા પૂરી ન કહેવાય……..”
આ સાંભળી  શાસ્ત્રીજી બોલ્યા….” મારા ગુરુ વિજ્ઞાનાનંદજી મહારાજ ના મળેલા- વિદ્વાન સંત છે……એમનાં મુખે તો આવી કોઈ વાત કદીયે સાંભળી નથી……તો આ નવીન વાત તમે ક્યાંથી લાવ્યા……??” ભગતજી મહારાજ આ સાંભળી ને હસ્યા અને કહ્યું કે…….” તમારા ગુરુ આ વાત જાણે છે પણ તમને આ વાત કહેતા નથી……અને તમારી હાજરી મા આ વાત કહેશે પણ નહી…….”
શાસ્ત્રીજી મહારાજ થોડુંક વિચાર્યા બાદ બોલ્યા કે…..” જો તમે મારી હાજરી મા આ વાત તેમના મુખે બોલાવો તો હું માનું……” અને એક પ્રસંગ ગોઠવાયો……..જેમાં  શાસ્ત્રીજી મહારાજ એમનાં ગુરુ વિજ્ઞાનાનંદ ના ઢોલિયા નીચે છુપાઈ ગયા અને ભગતજી મહારાજ – અગાઉ થી નક્કી કરેલ એમ સ્વામી ને મળવા આવ્યા……..વિજ્ઞાનાનંદ સ્વામી -ભગતજી ને જોઈ રાજી થયા અને બોલ્યા કે- પ્રાગજી ભક્ત…….તમે સ્વામી ને સેવી ને વર્તમાન કાળે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી- મહારાજ નો અને સ્વામી નો જેમ છે તેમ સિદ્ધાંત પ્રવાર્તાવો છો………..” એ સાંભળી ભગતજી બોલ્યા કે……”સ્વામી……તમારા વખત મા ગુણાતીત સ્વામી મૂળ અક્ષર છે એવી જે વાત થતી હતી તે આજે કહો……..” ભગતજી ની આ વાત સાંભળી- વિજ્ઞાનાનંદ સ્વામી એ આજુબાજુ જોયું અને બોલ્યા કે……”ગુણાતીત સ્વામી મૂળ અક્ષર છે -એ વાત મે ઘણીવાર મહારાજ પાસે થી જ સાંભળી છે…..વળી ગોપાળાનંદ સ્વામી પણ એ વાત ઘણું પ્રતિપાદન કરતાં……..તેથી તે વાત મારા જીવ મા છે………”
આ વાત પૂરી થઇ એટલે-  શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા નીચે થી બહાર  આવ્યા…..અને સ્વામી ને કહ્યું કે……”સ્વામી આ વાત મને અત્યાર સુધી કેમ ન કહી?” આશ્ચર્ય પામેલા વિજ્ઞાનાનંદ સ્વામી એ સ્વસ્થ થતા  શાસ્ત્રીજી ને કહ્યું કે…….”જુઓ ….હજુ સત્સંગ મા- મહારાજ નું પુરુષોત્તમ પણું ઘણા ને સમજાતું નથી……..તો ગુણાતીત સ્વામી મૂળ અક્ષર છે -એ વાત નો ઘેડ બધા ને બેસે કેમ? એટલા માટે બધા ને રુચે એમ કહેવું……પણ તમે સાંભળી એ વાત સાચી છે……અને તમારા જીવ મા એ જડી રાખજો……….”
પણ જીવ મા જડી ને ચુપ રહે એ યજ્ઞ પુરુષદાસ કેવા? અને  શાસ્ત્રીજી મહારાજે તો “ગુણાતીત મૂળ અક્ષર અને સહજાનંદ – સર્વોપરી પુરુષોત્તમ એ વાત ને – ભગતજી ની મરજી થી છડેચોક કહેવા માંડી………વળી- જાગા ભક્ત ની આજ્ઞા થી – સર્વોપરી અક્ષર પુરુષોત્તમ નો આ સિદ્ધાંત -સંપ્રદાય મા- હરિભક્તો મા ખુલ્લેઆમ પ્રવર્તવા માંડ્યા……….અનેક અપમાનો- હુમલાઓ…….થયા…….ભગવા મા થી ધોળા પહેરવા પડ્યા……..વડતાલ સંસ્થા મા થી વિચરણ માટે ચિઠ્ઠી ન અપાઈ …..વડતાલ છોડવું પડ્યું……બંડ્યા કહેવાયા -અનેક અસહ્ય ભીડા પડ્યા પણ-આ તેજસ્વી સાધુ સહેજ પણ ન ડગ્યા………….અને છડેચોક- અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું ગાન કર્યું……..ભવ્ય પાંચ- શિખર બંધ…….ગગન ચુમ્બી મંદિરો કરી- એનું મૂર્તિમાન પ્રતિપાદન કર્યું………અને પરિણામે- આજે આ સર્વોપરી સિદ્ધાંત આજે બ્રહ્માંડ મા ગુંજે છે……………સર્વોપરી શાસ્ત્રો……..સંતો અને મંદિરો- આજે જન જન મા સ્વામિનારાયણ ના આ સર્વોપરી સ્વરૂપ નું સ્થાપન કરી રહ્યા છે………..એ આજે સ્પષ્ટ…..નજર સમક્ષ દેખાય છે……….
——————
તો સમજવા નું આ જ છે કે- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ આમ તો ગહન છે- સર્વે શાસ્ત્રો- વેદો નો જાણે કે નિચોડ છે……….પણ જો સત્પુરુષ નો સંગ થાય તો- સહજ સમજાય……….
કહેવાતા બૌદ્ધિકો ને મારી વાત- આ સિદ્ધાંત ની વાત- કે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય એક તુત- કે જુઠાણું લાગી શકે છે……પણ દોષ એમનો નથી……..આ બ્રહ્મ જ્ઞાન છે જ એવું…કે જેમાં તર્ક શાસ્ત્ર કરતાં- અધ્યાત્મ જ્ઞાન વધુ કામ લાગે છે…….અને નિરાશા સાથે કહેવું પડે છે કે- અધ્યાત્મિક જ્ઞાન અને એનું સ્તર- આજકાલ ખુબ ઓછી જગ્યા એ જોવા મળે છે…….
સમજતા રહેજો…….જાગતા રહેજો……
જય સ્વામિનારાયણ…..જય જય અક્ષર પુરુષોત્તમ……….જય જય ગુણાતીત પરંપરા………!
રાજ
Advertisements

2 thoughts on “સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- ઉદય ગાથા-૧

  1. ‘બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને

    આ સાધુને અક્ષર જાણવા ને આ બધાય અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે, તે પણ આંહીં દેહ

    ધરીને આવ્યા છે, એ બે વાત પ્રથમના એકોતેરના વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી

    સમજ્યો ને તે વિના તો
    પીંગળ પુરાણ શીખ્યો ગાતાં વાતાં શીખ્યો શીખ્યો સર્વે સૂરમેં;
    એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂરમેં.’ભગવાન અને સાધુની પ્રસન્નતા માટે

    (43.11) (૩/૩૮) swami ni vato
    note- ahi gunatitanand swami kahe chhe ” olya mul akshar ” chhe te kon ??? gunatitanand swami mul akshar tarikhe kone olkhave chhe ???

    • ભાઈ…….ભાષા-ભાષા અને સમજણ-સમજણ માં ફર્ક હોય છે..એટલા માટે જ વચનામૃત માં શ્રીજી કહે છે એમ- શાસ્ત્રો ની વાત- સત્પુરુષ થકી જ સમજાય છે….સ્વબળે સમજાતી નથી. ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે..એમાં સાબિત શું કરવાનું??? મૂળ આચાર્ય એ જુનાગઢ વિસ્તાર માં સ્થાપેલા ૪૫ થી વધુ મંદિરો આ વાત ડંકા ની ચોટે કહે છે. ગઢડા ના મોના ભગતે વાત ફેલાવેલી કે અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી -મૂળ અક્ષર છે ..પણ એ જ મહાયોગી ગોપાળાનંદ સ્વામી એ સાધુ કેશવજીવન દાસ ને ગુણાતીત ની મૂળ અક્ષર તરીકે ઓળખાણ કરાવેલી…..અને પોતાના ૧૨૦ શિષ્યો ને -પોતે ધામ માં ગયા ત્યારે ગુણાતીત ને સેવવા ની આજ્ઞા કરેલી…..મહારાજે સ્વયમ અનેક પ્રસંગે ગુણાતીત ની મૂળ અક્ષર તરીકે ઓળખાણ આપેલી છે….રઘુવીરજી મહારાજે અને અનેક આચાર્યો એ- ગુણાતીત ને મૂળ અક્ષર તરીકે સ્વીકારેલા એ ઈતિહાસ માં દર્જ છે…..અને આ બધું- મહા વિચક્ષણ એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે ચકાસેલું અને પછી- ગુણાતીત એ જ મૂળ અક્ષર-એ વાત બ્રહ્માંડ માં ગુન્જાવેલી…..આ બધું કઈ એમ ને એમ નથી થયું..! ગુણાતીતાનંદ સ્વામી ની બધી -અક્ષર વાતો તમે પોતે વાંચો અને પછી કોઈ નિર્ણય પર આવો મહારાજ…!!!! તમને પણ સમજાઈ જશે…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s