Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ -૧૪/૦૨/૨૦૧૪

Leave a comment

જીવન ની આ રેલગાડી અત્યારે પુર ઝડપ મા -અમદાવાદ તરફ ભાગી રહી છે……..પૃથ્વી નો છેડો ક્યારે આવે? એની રાહ આ તન અને મન- બંને જોઈ રહ્યા છે………!  કયારેક તો એવું લાગે છે કે- આ જીવન એ વાસ્તવિકતા નથી પણ એક deception છે………જાણે કે આપણે બધા જ એક સ્વપ્નવત જગત મા જીવી રહ્યા છીએ…….જે દેખાય છે-અનુભવાય છે……..એ વાસ્તવ મા છે જ નહી…કાંતો એ અલગ જ છે…….! અને વિજ્ઞાન પણ કહે છે કે- આપણે જે કાળ મા જીવી રહ્યા છીએ- એ વર્તમાન નથી પણ અમુક માઈક્રો સેકંડ પાછળ ચાલતો ભૂતકાળ છે……..અને હકીકત પણ એ જ છે. ખેર……! હું રહ્યો અધ્યાત્મિક માણસ- મને દરેક સ્થિતિ મા- ચીજ મા- ઘટના મા- અધ્યાત્મ દ્રષ્ટિ થી જોવા ની ટેવ છે………બાકી તમ તમારે હાંકે રાખો……..આમેય બધા સમય ના આ ચક્ર મા….કાળ ની ગર્તા મા જ સમાઈ જવાના છીએ….એમાં રતીભાર પણ સંશય નથી……!

તો આ આભાસી દુનિયા મા અને જીવન મા આજકાલ શું ચાલે છે?

  • આજે વેલેન્ટાઈન ડે છે- અને ઉત્સાહી જીવડા- જેમ બલ્બ ચાલુ થાય અને ફરફરવા માંડે એમ- બધા હિલોળે ચઢે છે……….! ચાલો એ પણ સારું જ છે- લાખો કરોડો નો ધંધો છે………ધંધા નો ધંધો અને ઉત્સાહી જીવડા ઓ ને શાતા આપવા નું બહાનું….! પણ સાચું કહું તો- હું તો કહું છું કે- આપણી સંસ્કૃતિ- ધર્મ એટલો “ધનવાન” છે કે- તમે હરઘડી- હરપળ આવા વેલેન્ટાઈન ઉત્સવ ની મજા માણી શકો……….સહજ+આનંદ- એ જ છે કે- જે બ્રહ્મ રૂપ થયા પછી હરપળ મળે છે………
  • અને તોબા……આ કેજરીવાલ -ખુજલીવાલ અને રાજકારણ ના કલાકારો થી…..! રોજ સવારે ઉઠી ને છાપું કે ટીવી શરુ કરીએ- ને- બસ આ જ સમાચાર……..! મને એક સમયે કેજરીવાલ થી ઘણી આશાઓ હતી પણ આજકાલ જે નાટક- એમનાં દ્વારા થઇ રહ્યું છે- એ ખુબ જ દયાજનક અને ખતરનાક છે……..પોતાના સિવાય બધા જ ભ્રષ્ટ…….બધા જ ખરાબ…….બધા જ લાલચી…..! યાર- આવી માનસિકતા એ ખતરનાક જ કહેવાય……..! જો કે- જનતા ભોળી નથી…….પોતાનો મત તો એ ક્યારનોય નક્કી કરી ને બેથી છે………
  • ફરી યાદ આવ્યું……..આજ ના બે પ્રસંગ……..!
  1. આજે સવારે હોટલ મા વેઈટર- રૂમ મા ચા લઇ ને આવ્યો……..મને પૂજા કરતો જોઈ- બોલ્યો કે સાહેબ- તમે પૂજા કરો છો….ભગવાન ના માણસ લાગો છો……..મને મદદ કરશો? મે પૂછ્યું કે બોલ…..શક્ય હોય તે કરીશ……! એણે પોતાની આપવીતી કહેતા કહ્યું કે- એક છોકરી એને પ્રેમ જાળ મા ફસાવી ને ૨૫-૩૦ હાજર રૂપિયા લઈને ગુમ થઇ ગઈ છે……તો શું કરવું? મે કહ્યું કે- એમાં કરવા નું શું? બસ – ભૂલી જવાનું……..અને જો તાકાત હોય-પુરાવા હોય તો કાયદાકીય કામ કરવા નું……! એ બોલ્યો કે- સાહેબ- હું હજુ એણે પ્રેમ કરું છું………! મે કહ્યું ભાઈ- એણે પ્રેમ ન કહેવાય- ભ્રમ કહેવાય…….એ તો ભગવાન ની દયા છે કે- તું માત્ર ૨૫-૩૦ હજાર મા જ ન્હાયો…….અને લગ્ન પહેલા ન્હાયો…….બાકી સહેજ ખેંચાયું હોત તો- તારે પોક મૂકી ને રોવા નો વારો આવત……! જો એ છોકરી તને સાચો પ્રેમ કરતી હોત- તો આવું થાત જ નહી…….! બિચારો વેઈટર મારી સામે જોઈ રહ્યો……..અને ચુપચાપ જતો રહ્યો…..! હવે આગળ એનું નસીબ…..! હેપ્પી વેલ એન્ડ ટાઈટ ડે……….!
  2. એક  રીક્ષાવાળો મને કહે- સાહેબ – આ વેલેન્ટાઈન ના નાટક કરતાં લવરિયા ઓ ને તો પટ્ટે પટ્ટે મરવા જોઈએ……..! મે કહ્યું કેમ ભાઈ એવું? તો કહે- એમણે સંસ્કૃતિ ની પત્તર ઠોકી છે……….નાના નાના છોકરાં એ એમને જોઈએ બગડી ગયા છે………! મે કહ્યું ભાઈ……એવા સ્ટેપ ન લેવાય- પ્રેમ કરવું ગુનો નથી- પણ હા…જો પ્રેમ ને નામે નાટક થાતું હોય તો જરૂર રોકવું જોઈએ- પણ હિંસા કે અત્યાચાર દ્વારા નહી…..! અને વાત રહી છોકરાં ની…..અપને નાનપણ થી જ કેમ એમને માનસિક રીતે મજબુત અને સંસ્કારી નથી બનાવતા? તેમને સત્ય નું જ્ઞાન કરાવો…….સારા-નરસા નું જ્ઞાન કરાવો………અને શક્ય હોય તો- પોતાની સંકૃતિ- ધર્મ- સત્સંગ મા જોડો……..! તો રીક્ષાવાળો કહે- ભાઈ…..આ બધું કરવા નો સમય ક્યાં છે?   અહિયા ધંધો કરવો કે છોકરાં શું કરે છે એની પાછળ ફરવું?????? હું ચુપ થઇ ગયો…………કારણ કે- આ એક મોટો પ્રશ્ન છે…..અને જવાબ આપણી પાસે જ છે……શોધવા નો આપણે જ છે………

ઘણા બધા સવાલો………..પ્રશ્નો અને પુરપાટ દોડતી આ જિંદગી……..! હું હમેંશ વિચારું છું કે- આપણા જીવન નું ધ્યેય શું? કેમ આપણ ને અંતર ની શાંતિ મળતી નથી………બધા જ સાધનો છે- સગવડો છે………એસી ની ઠંડી હવા છે……..છતાં- શાંતિ કેમ નથી????? શું ખૂટે છે? અને કેમ? કેમ દુનિયા આપણી મરજી મુજબ નથી ચાલતી? ……….

બસ વિચારતા રહો……જવાબ મળે તો મને પણ કહેજો……..! અલ્પવિરામ -અમુલ ની એક એડ સાથે…….હજારો ખ્વાહિશે ઐસી ………

14amul29

રાજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s