Raj Mistry's world

Me,my stories and world around….

હરિકૃષ્ણ મહારાજ ની જય હો- પ્રથમ વર્ષગાંઠ

Leave a comment

એક કહેવત છે કે- “જીવન આમ તો એક આંખ ના પલકાર સમાન છે…….પણ એક પલકાર મા યુગો જીવાઈ જાય છે..” સત્ય વચન છે…….૨૩ ફેબ્રુઆરી- ૨૦૧૩ ના રોજ- મારા દીકરા હરિકૃષ્ણ નો જન્મ થયો…….અને એના પ્રથમ રુદન થી -મારા અને રીના ની જિંદગી મા જાણે કે બારેમાસ વસંત છવાઈ ગઈ….અને એ ઘડી અને આજ ની ઘડી……..આ અમૃત વર્ષા અનરાધાર ચાલુ જ છે……! અને એ માટે હરિકૃષ્ણ મહારાજ ની જય હો…….!

તો -આ ૨૩-૦૨ -૨૦૧૪ ના રોજ – અમારો હરિ એક વર્ષ નો થયો……..અને એની પ્રથમ વર્ષ ગાંઠ નિમિત્તે- કઈ ખાસ પ્રોગ્રામ ન હતો……પણ ઘણુંબધું ખાસ હતું…….જેવું કે..

  • આ એક વર્ષ મા – એણે અમને “જીવતાં” શીખવાડ્યું છે…….જવાબદારી ઓ શીખવાડી છે અને અને- મા-બાપ કોને કહેવાય? કેવી રીતે થવાય? એ અમને શીખવાડ્યું છે……..થેન્ક્સ બેટા….!
  • હરિ- અમારો ખરેખર એકદમ હસમુખો છે……પણ હવે એ જીદ્દી થાતો જાય છે…..અને એને પટાવવો અત્યંત મુશ્કેલ થાતું જાય છે……
  • રીના અને હું- એની સામે એકલા ન લડી શક્યા હોત પણ અમારા પક્ષે- હરિ ની દાદીમાં- નાનીમાં- અને બધો જ પરિવાર હતો……આથી અમે હરિ ને “પહોંચી” વળ્યા………! અને હજુ તો આ શરૂઆત માત્ર છે…….જોઈએ આગળ શું થાય છે?
  • હરિ નો પ્રથમ જન્મ દિવસ હતો- અને એ પણ સદભાગ્યે- રવિવારે હતો…..આથી બધા જ ઘરે હતા…….શાહીબાગ મંદિરે થી- પ્રેમવતી મા થી – ચોકલેટ કેક લાવવા મા આવી….પણ એ પહેલા- શ્રીજી-સ્વામી ના દર્શન- હરિ એ મન ભરી ને કર્યાં……સંતો ના આશીર્વાદ લીધા અને નિલકંઠ વરણી ને અભિષેક કરવા નો લાભ પણ લીધો……..આથી ફેરો સફળ થયો…..

IMG_2800

  • સાંજે- આજુબાજુ ના બચ્ચા પાર્ટી ને-પડોશીઓ ને- પરિવાર સાથે કેક કાપવા નો આનંદ લેવામાં આવ્યો……પણ અમારા હરિભાઈ ને તો ચપ્પુ ગમી ગયું…તે છોડે જ નહી…અને કેક પણ ન કાપવા દે…….છેવટે રીના એ બાજી સાંભળી અને બધું સમું સુતરું પાર પડ્યું……
  • અને આ વખતે- એક સત્સંગી તરીકે- મીણબત્તી બુજાવી ને નહી- પણ ઘી નો દીવો-પ્રગટાવી ને-હરિ ને યાદ કરી ને- હરિકૃષ્ણ ની કેક કાપવા મા આવી……
  • અને રાત્રે -બસ પરિવાર સાથે થોડુંક બહાર પ્રસંગો ઉચિત જમવા મા આવ્યું……..અને હરિ ભાઈ એ ઊંઘ આવવા ને લીધે – બધા ને ખુબ ધમપછાડા કરાવ્યા…..
  • હરિ ને ગીફ્ટ મા- ટેડી, ઓટો સાયકલ, લાઈટીંગ કાર્સ, હોળી ની પિચકારી ગન……અને ઘણુંબધું વિચિત્ર કોમ્બીનેશન  મળ્યું છે……જોઈએ- ભાઈ- હવે આ બધા નું એ શું કરે છે…………

તો- ખરેખર- મા-બાપ બનવું ખુબ જ મુશ્કેલ છે……અને સાથે સાથે વિચાર આવે છે કે- આપણા મા-બાપે પણ આટલા જ દુઃખ આપણા માટે ભોગવ્યા હશે ને..! આ વિચારી ને હવે જવાબદારી- મારા પુત્ર માટે- અને મારા મા-બાપ- એમ બંને પક્ષ માટે વધી ગઈ છે……અને હરિકૃષ્ણ મહારાજ ની દયા થી – એને હૃદય થી નિભાવવા મા આવશે……….

આખરે આ બધું હરિ ના રાજીપા માટે જ છે………

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s