Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૨૨

Leave a comment

તો તૈયાર થઇ જાવ…….જિંદગી ફરીથી આવી રહી છે અવનવા રંગ લઇ ને…ચિત્રપટ સ્વરૂપે….! આગળ વધીએ- ચિત્ર અને શબ્દ ની ગૂંથણી માં અને અનુભવી એ કે- જીવન ને વધુ સારું…સમજણ યુક્ત……કેવી રીતે બનાવી શકીએ..??? તો ચિત્રો ને- ફોટો ને જ બોલવા દો…..

અદ્ભુત સંદેશ.....

અદ્ભુત સંદેશ…..

રીક્ષા ની પાછળ કે ટ્રક ની પાછળ લખેલા સંદેશા વાંચવા એક અદ્ભુત..આહલાદક…..અવિસ્મરણીય અનુભવ છે…થોડાક હાસ્ય ની છાંટ સાથે જીવન માટે નો અદ્ભુત સંદેશ બસ એમ જ ભાગતા ભાગતા મળી જાય છે. હું તો આ સંદેશા ઓ નો દીવાનો છું…તમે? હવે ઉપર નો સંદેશ વાંચો…..મનુષ્ય “મોટાભા” થઇ ને ફરવા નો શોખ ધરાવે છે..પણ એની પામરતા સ્પષ્ટ દેખાય છે. આ ક્ષણ ભંગુર દેહ- કોણ જાણે ક્યારે- પલ માત્ર માં રાખ થઇ જાશે….આ માટી માં ભળી જશે ..એ કોને ખબર? આટલા સ્પષ્ટ સત્ય પછી પણ આપણે લૌકિક સુખો- કે દેહ ભાવ ને ભૂલતા નથી..અને આ તારું- આ મારું..પેલો આમ કહેતો હતો….પેલો આવો છે…..એવા ફાલતું વિચારો પાછળ જ વેડફાઈ જઈ એ છીએ….! યાદ રાખો- લખચોરાશી માં થી છૂટવા…આ દેહ ને નહિ પણ આત્મા ને પોતાનું સાચું સ્વરૂપ સમજવા- સત્પુરુષ-શાસ્ત્ર-અધ્યાત્મ-ભગવાન પાસે તો જવું જ પડશે…..એ સિવાય કોઈ કાળે છૂટકો જ નથી…! યાદ રાખો..निजात्मनाम ब्रह्मरूपं ……એ જ સાચો સંદેશ….!

મેગી ના ભજીયા???

મેગી ના ભજીયા???

અલ્યા ભાઈ..મેં મેગી ના નુડલ્સ સાંભળ્યા હતા…જોયા હતા…..! પણ..ભજીયા??? જો કે આ આપણા ગુજરાતી વ્યાપારી મગજ ની નીપજ પણ હોઈ શકે…..તો બસ …..જલસા કરતા રહો…….! અને આ જ સીરીઝ માં કદાચ તમને એ પણ જોવા મળે કે- મેગી હવે કાઠીયાવાડી કઢી-રોટલા એ બનાવે છે…તો નવાઈ નહિ પામવા નું…!

કેનેડીયન ડોલર્સ

કેનેડીયન ડોલર્સ

થોડાક સમય પહેલા મારા હાથ માં- કેનેડા ના ડોલર્સ આવેલા…..નોટ આપણા રૂપિયા થી નાની..કાગળ પાતળો અને હલકો લાગેલો….! છેવટે વિચાર્યું કે- બાહ્ય સ્વરૂપ જુઓ તો આ કાગળ- આપણા રૂપિયા કરતા ઉતરતો છે…પણ એનું “મુલ્ય” જુઓ તો એ આપણા રૂપિયા કરતા સરેરાશ પચાસ ગણો વધારે શક્તિશાળી છે…! તો શક્તિ નો માપદંડ કયો? મોટ્યપ નો માપદંડ કયો? જીવન માં જુઓ તો- લોકો ને લાગે છે કે- મોંઘા કપડા, મિલકત..ગાડી..બંગલા…રૂપ..ભણતર….વગેરે થી માણસ મોટો બને છે..કહેવાય છે…..પણ ખરેખર એવું હોય છે??? લગભગ અભણ કહી શકાય એવા ગુણાતીતાનંદ સ્વામી આજે અક્ષર પુરુષોત્તમ મહારાજ ના મંદિરો માં- શ્રીજી ની લગોલગ પૂજાય છે……મહીધર શાસ્ત્રી જેવા મહા વિધવાન ને શાસ્ત્રાર્થ માં પરાજિત કરનાર અતિ વિધવાન- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી શ્રી યજ્ઞપુરુષ દાસે- એક ચાર ચોપડી ભણેલા સામાન્ય દરજી- પ્રાગજી ભક્ત ને પોતાના ગુરુ કરેલા…..! તો- આજે વેદ-શાસ્ત્ર માં ડોકટરેટ ધરાવતા વિદ્વાન સંતો -અભ્યાસ માં અતિ સામાન્ય …એવા પ્રમુખ સ્વામી મહારાજ ના શિષ્ય તરીકે પોતાનું જીવન સમર્પિત કરી દે છે…..! તો આ બધું શું છે? જીવ નો સંતોષ..આત્મ સંતોષ…આત્મા નું જ્ઞાન….બ્રહ્મ નું જાણપણું …..જ મનુષ્ય ને શ્રેષ્ઠ બનાવે છે….સિદ્ધ બનાવે છે…..! અને ભક્તિ માં તો- જે દાસાનુદાસ છે….એ જ મોટો છે…..!

તો થોડામાં ઘણું સમજતા રહો…….!સત્ય હમેંશા જે દેખાય છે……સંભળાય છે…કે પહેલી નજરે જે સમજાય છે એ જ નથી હોતું……..! વિજ્ઞાન-તર્ક શાસ્ત્ર.જગત નુંજ્ઞાન તો ૧% જ છે………૯૯% તો સમજવા નું જ બાકી છે……..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s