Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૦૨/૦૩/૨૦૧૪

Leave a comment

“..અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈયે સમજવું બાકી રહ્યું નહીં…….તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજ્યે જ છૂટકો છે…”

———-ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા મધ્ય-૨૧ —–

“વંદન કરું શિરનામી  રે….જય જય યજ્ઞપુરુષ સુખકારી…”…બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ- નું આ વર્ષ હવે ધીરે ધીરે રંગ પકડી રહ્યું છે…..અને સાથે સાથે ભક્તો-મુમુક્ષો ની નિષ્ઠા પણ…..! સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના વાવટા- ચો દિશા માં ફરકી રહ્યા છે અને આ જ્ઞાન – હવે મુમુક્ષો ના મન માં- મગજ માં- હૃદય માં- આત્મા માં પણ દ્રઢ નિષ્ઠા અને સમજણ ના બીજ વાવી રહ્યું છે…….શાસ્ત્રીજી મહારાજ નો – ગુણાતીત પુરુષો- અનેક અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના લડવૈયા ઓ નો – દાખડો સફળ થઇ રહ્યો છે…….! તો- આજ ની સભા આ નિષ્ઠા પર જ હતી.

આજે સભામાં સમયસર પહોંચી ગયો……અને પહોંચ્યા બાદ- હમેંશ ની જેમ મારા વ્હાલા ના-જગત ના ધણી ના- ધામ-ધામી-મુકતો ના દર્શન કરવામાં આવ્યા…….એમના ચરણો માં પ્રાણ પાથરવા માં આવ્યા…….તમે પણ આ અદ્ભુત દર્શન કરો…..

1911955_234854950036018_897134546_n

સભા માં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- સંતો-યુવકો દ્વારા…..”જય અક્ષર પતિ પુરુષોત્તમ…..જય જય સ્વામી સહજાનંદ….” ની ધૂન  થઇ રહી હતી……..”ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એ જ પૂર્ણ પુરુષોત્તમ..” એમાં વળી વિચારવા નું શું? આ બ્રહ્મ સત્ય પર તો આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ના વાવટા- બ્રહ્માંડ માં ફરકી રહ્યા છે……અને સ્વામી- શ્રીજી નું આ નામ- આજે ધરતી ના દરેક ખંડ માં ગુંજી રહ્યું છે……! ત્યારબાદ- પુ. સંત દ્વારા સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત એક પદ….”યેહી પાવન પદરજ પ્રતાપ સે…પાયો મહાસુખ…” રજુ થયું……..અદ્ભુત લાગ્યું……! ભગવાન ના પુનીત ચરણ ની રજ માત્ર થી જન્મ-જન્માંન્તરો ના પાપ-દોષ બળી ને ભષ્મ થઇ જાય છે….અને જીવ “શિવ” ને પામે છે……..

ત્યારબાદ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મૂળ ના અંગ…….- આજ્ઞા, ઉપાસના, સદભાવ અને પક્ષ…….એ ચાર ગુણધર્મ પર બાળ વક્તા થી શરુ કરી ને યુવા વક્તા ઓ એ સુંદર નિરૂપણ કર્યું…….સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ ની અસલ અવાજ માં ઓડીઓ ક્લીપ- અને વિડીયો ક્લીપ દ્વારા સંદેશ પણ માણવા મળ્યા……જોઈએ અમુક અંશ….

  • આજ્ઞા- બાળ વક્તા- પાર્થ મોદી એ – અદ્ભુત નિરૂપણ કર્યું……શાસ્ત્રીજી મહારાજ  -શ્રીજી ના આપેલા -ત્યાગી ના નિયમ ધર્મ માં- એટલા તો દ્રઢ હતા કે- એમની શાખ- વડતાલ ના કોઠારી ગોરધન ભાઈ પૂરતા…….ગોરધન કોઠારી ના મતે- એ સમય ના વડતાલ ના ૨૦૦૦ સાધુઓ માં- શાસ્ત્રીજી મહારાજ ના સમાન કોઈ સાધુ ન હતો……એ અજોડ હતા…….લાખો ના મંદિરો બનતા છતાં- પોતાના ખીસા માં – રેલ્વે ની ટીકીટ કઢાવવા ના ચાર આના પણ ન મળે…..! અને એમના વચન માં એટલી સત્યતા કે- એ છડેચોક કહેતા કે- એમને જીવનમાં પસ્તાવા જેવું કોઈ કાર્ય કે નિર્ણય નથી કર્યો…..! અદ્ભુત અદ્ભુત…..
  • ઉપાસના- વિડીયો અને શાસ્ત્રીજી મહારાજ ની અસલ અવાજ ધરાવતા ઓડિયો દ્વારા માલજી સોની નો પ્રસંગ રજુ થયો…..કે જેમાં સ્વયમ ગોપાળાનંદ સ્વામી એ- ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર- એની ઓળખાણ કરાવેલી- એ સાંભળવા મળ્યો…..અદ્ભુત અવાજ હતો- શાસ્ત્રીજી મહારાજ  નો…! વળી- યુવાન વક્તા- યોગેશ પટેલે જણાવ્યું કે……વિવિધ વચનામૃત- ગ.મ.૨૧,ગ.પ્ર.૨૧,૭૧…૫૬..લોયા ૧૨…..અંત્ય-૩૮…..વગેરે પર થી શાસ્ત્રીજી મહારાજે પોતાની ઉપાસના અને સિધ્ધાંત ને હજારો સુધી ડંકા ની ચોટ પર પહોંચાડ્યા……! જુનાગઢ ના સદગુરુ સંત સ્વામી બાલમુકુન્દ દાસે ૪૦ થી વધુ મંદિરો માં- એ સમય માં -ગુણાતીત સ્વામી ની મૂળ અક્ષર -એમ લખેલી પ્રતિમા ઓ ધરાવેલી. એટલે -ગુણાતીત જ મૂળ અક્ષર – એ વાત એ સમયે જુનાગઢ માં ઠેર ઠેર- પ્રચલિત હતી……આમ અક્ષર પુરુષોત્તમ ઉપાસના – એ સાબિત થયેલી જ છે…..અને એજ સિધ્ધાંત પર જ શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું હતું….
  • સદભાવ- શાસ્ત્રીજી મહારાજ ના નિષ્ઠાવાન ભક્તો- મોતીભાઈ અને આશાભાઈ પર એક વિડીયો-નિરૂપણ  રજુ થયો…..ભગવાન, એમના મુકતો-સંતો અને એકાંતિક ભક્તો માં દિવ્યભાવ થી વર્તવું – એટલે જ સદભાવ….અને આ જ સત્ય ને- મોતીભાઈ અને આશાભાઈ એ જીવન માં સાંગોપાંગ ઉતાર્યું હતું…..મોતીભાઈ ના માથે તો -માથા ના વાળ જેટલું દેવું….અત્યંત ભીડો છતાં- શાસ્ત્રીજી મહારાજ એમને ભીડા માં રાખતા….પણ એ ભક્તરાજ ની ખુમારી એવી કે- સ્વામી ની મરજી એ જ આપનું પ્રારબ્ધ- એમ વિચારી ને અયાચક પ્રમાણે વર્તતા…..એટલી ઉચ્ચ નિષ્ઠા એમના માં હતી…….!
  • પક્ષ- યુવા વક્તા- નીલેશ બ્રહ્મભટ્ટે- શાસ્ત્રીજી મહારાજ ના જીવન ના વિવિધ પ્રસંગો- જેવા કે- સારંગપુર મંદિર માં મધ્ય ખંડ માં – લીંબડી દરબાર સામે થઇ ને અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા…..એનું વર્ણન કર્યું…..સામાન્ય રીતે ભગવાન નો પક્ષ રાખવો સહેલો હોય છે-પણ એમના ભક્ત નો પક્ષ રાખવો કઠીન હોય છે……અને શાસ્ત્રીજી મહારાજે એ જ કઠીન કાર્ય ડંકા ની ચોટ પર કર્યું…..

ત્યારબાદ- અક્ષર શું છે? સત્પુરુષ નો મહિમા…ભગવાન નો મહિમા શું છે? ગુરુ નો મહિમા શું છે? એ ઉપનિષદ ના શ્લોકો દ્વારા રજુ થયું…….શ્રીમદ ભાગવત અને ઉપનિષદ( મુંડક, કઠોપનિષદ વગેરે……) માં અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન સ્પષ્ટ રીતે થયેલું છે…..

ત્યારબાદ- પ્રસંગોચિત- પ્રવચન માં- પુ.ઈશ્વરચરણ સ્વામી એ – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન ના આ ચાર પક્ષ – પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ પ્રસંગો દ્વારા વર્ણવ્યા…….પ્રમુખ સ્વામી મહારાજે- આજીવન- ….શાસ્ત્રીજી મહારાજ ને આપેલા વચન નું પાલન કર્યું છે……યોગીજી મહારાજ ના રાજીપા ને જ પ્રાથમિકતા આપી છે…..અને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત માટે ૧૧૦૦ થી વધુ મંદિરો- ૯૦૦ થી વધુ સાધુઓ અને લાખો-કરોડો હરિભક્તો તૈયાર કર્યા છે. એમાં  ઘનશ્યામ પટેલ( મૂળ અમેરિકા ના…હાલ દિલ્હી અક્ષરધામ માં છે…) જેવા અતિ નિષ્ઠાવાન ભક્તો તો સ્વામીશ્રી ને રાજી કરવા એમના એક વચને – પાંચ પાંચ વર્ષ સુધી રસોડા ના સાંકડા રેક  માં સુઈ ને કાઢ્યા હતા…….એવા પણ છે…..!

અદ્ભુત…અદ્ભુત……આ બધી દિવ્યતા…અહી જ છે…….! સ્વામી-શ્રીજી અહી જ પ્રગટ છે….એમાં રતીભાર પણ સંશય નથી…….

ત્યારબાદ- સભા ને અંતે- અમુક જાહેરાતો થઇ……

  • સ્વામિનારાયણ ધુન્ય-૪ – ઓડીઓ સીડી પ્રગટ થઇ છે……
  • આવતા રવિવારે- અગાઉ જણાવ્યા મુજબ- પુ.બ્રહ્મદર્શન સ્વામી દ્વારા જ્ઞાન-સત્ર – અમદાવાદ ના અમુક વિસ્તાર ના હરિભક્તો અને શહેર ના બધા કાર્યકર્તા ઓ માટે છે…….સમય- સવારે- ૮ થી સાંજે ૬.૩૦ સુધી……રવિસભા- માત્ર નિયમ ધરાવતા હરિભક્તો માટે જ- ૪ થી ૬.૩૦ દરમિયાન- આ સાથે જ હશે……..અને રજીસ્ટ્રેશન પણ ત્યાં જ થશે……….હું જવાનો છું….તમે????? આ અદ્ભુત મોકો ચૂકવા જેવો નથી……..

તો આજની સભા- સર્વોપરી હતી- સર્વોપરી સિધ્ધાંત માટે હતી……સર્વોપરી ગુરુ…સર્વોપરી ભગવાન માટે હતી…….! જે સમજ્યે જ છુટકો છે બાકી- કોઈ કાળે છુટકો જ નથી………

થોડા માં ઘણું બધું સમજો……કારણ કે આ સત્સંગ છે……ભક્તિ છે……કોઈ મનોરંજન નથી.

જય સ્વામિનારાયણ….જય જય અક્ષર પુરુષોત્તમ……..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s