Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ-૧૨/૦૩/૨૦૧૪

Leave a comment

……ભાઈ ..કેમનું છે આજકાલ? આ સવાલ સર્વત્ર છે…અને જવાબ…..બસ એ જ……! ઉત્સાહી-આશાવાદીઓ કહેશે….ઠીક છે……મજા છે…..જલસા છે……તો શોકગ્રસ્ત લોકો કહેશે- ધૂળ જેવું છે…..કઈ નથી…..બધું ખાડે ગયું છે…….! .ભિન્ન ભિન્ન લોકો અને ભિન્ન ભિન્ન વિચાર………મનુષ્ય વિચાર ને બનાવે છે કે વિચાર -મનુષ્ય ને?

તો શું ચાલે છે આજકાલ?

  • જીવન -ભાગમભાગી-સંસાર-કંપની ઓ વચ્ચે પિંગ-પોંગ થયા કરે છે……પણ એક ચીજ સ્થિર છે…….સત્સંગ…! ગમે ત્યાં હોઈએ…..મીટીંગ હોય કે જલસા……પણ મોબાઈલ અને લેપટોપ ના માધ્યમ થી -હરિદયા એ સત્સંગ આઠો જામ રહે છે…….! જરૂર મારા પૂર્વ જન્મ ના પુણ્ય કદાચ કામ લાગી રહ્યા છે………! અને આ ચાલુ રહેશે….અવિરત- એ મારા આ જન્મો ના કર્મ કહે છે…..
  • મારો વ્હાલો દીકરો હરિકૃષ્ણ -હવે પા પા પગલી માંડી રહ્યો છે…….અને હું એ ક્ષણો ને ગુમાવી રહ્યો છું……….હું- એને અઠવાડિયે મળું ત્યારે એ મને જોઈને જેટલો ખુશ થાય છે……..એ હું કદાચ વ્યક્ત નથી કરી શકતો……..મને એવો તે ચોંટી જાય છે કે- જાણે કે રીના ની પાસે પણ નથી જતો……….! હું એનો ગુનેગાર છું..એ એક દ્રષ્ટિ એ સત્ય છે……તો આ આજકાલ ના જીવન ની વાસ્તવિકતા પણ છે……જે સ્વીકારવી જ રહી…! આમ છતાં- હવે લાગી રહ્યું છે કે- હરિ ની એ ખુશી માટે- જીવન ને એની જરૂરીયાત પ્રમાણે ઢાળવા માં આવશે……કડક-કડવા-તીખા-નિર્ણયો લેવા માં આવશે……..આખરે- હું એક પિતા તરીકે નિષ્ફળ જવા નથી માંગતો……..બાકી આગળ હરિ-ઈચ્છા….!
  • હોળી આવી રહી છે……અને મારા દીકરા ની પહેલી હોળી- આથી મહા ઉત્સવ છે……..આંબા ના મહોર નો રસ- હરિ ને એની ફોઈ ઓ પીવડાવશે…….અને સમગ્ર પરિવાર – એકઠો થાશે- આથી આ વખત ને હોળી- વધારે રંગીન….મજેદાર અને ધમાકેદાર હશે…! રીના ને રંગ ગમતા નથી અને હું સંપૂર્ણપણે રંગ બેરંગી……….જોઈએ- શું થાય છે????
  • સારંગપુર- મહા તીર્થ સ્થાને પણ પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની હાજરી માં પુષ્પદોલોત્સવ થવાનો છે……અમુલ્ય પ્રસંગ છે…….પણ મને ભીડભાડ ગમતી નથી……અને સ્વામીશ્રી નું સ્વાસ્થ્ય પણ એવું છે…….આથી બસ માનસી- દ્વારા જ એ મહા ઉત્સવ નો લાભ લેવામાં આવશે………
  • અરવિંદભાઈ કેજરીવાલા ( કેજરીવાલા…એક ગુજરાતી પોલીસ ઓફિસરે ટીવી માં કહ્યું હતું…. 🙂 ) હવે હદ કરી રહ્યા છે……ભાઈ જાણે છે કે- રાત ઓછી છે..ટૂંકી છે અને વેશ ઝાઝા છે……આથી એટલા બધા નાટક કરી રહ્યા છે….શું કહેવું? ગુજરાત માં આવી ને – એમણે તો ભાંગરો જ વાટ્યો છે……….! ભાઈ- અમારી જન્મ ભૂમિ-કર્મ ભૂમિ ગુજરાત છે અને લ્યો…….અમને જ ખબર નથી કે- અમારો વિકાસ થયો જ નથી…! અમારા માં બુદ્ધિ નથી……અમને સારું-નરસું શું ખબર જ નથી???? ભાઈ- અરવિંદભાઈ- તમે ગુજરાત- ગુજરાતીઓ- એમના મિજાજ- બુદ્ધિમત્તા ને જાણતા નથી……..ભાઈ- આરામ કરો……! ગામ માં ફરવા નીકળો અને એ પણ પહેલે થી જ પ્લાન મુજબ- ખાડા ટેકરા-ઉકરડા શોધવા તો પછી એ જ મળે ને…! અરવિંદભાઈ-   કદાચ તમારા માં બુદ્ધિ છે કે નહિ ખબર નથી….પણ એક વાત તો ચોક્કસ છે કે- તમે દેશ ને નુકશાન કરી રહ્યા છો……..લોકો ને આડા પાટે ચડાવી- વોટ તોડશો તો ફરી થી દિલ્હી ની જેમ- લટકતી પાર્લામેન્ટ આવશે………કોઈ રાજ કે સરકાર નહિ ચાલે……..દેશ હિત ના – પ્રજા હિત ના નિર્ણયો નહિ લેવાય અને -પ્રજા બરબાદ થઇ જશે….અને ફરીથી ચૂંટણી માથે ઠોકાશે….! એનો ખર્ચ- સમય-લોહી ઉકાળા કોણ ભરપાઈ કરશે? તમે? ભાઈ- તમારું અસ્તિત્વ ધરણા પર જ છે……રાજ કરવું તમારું કામ નહિ……એક સ્થિર સરકાર આપી- પ્રજા નું કલ્યાણ કરવું તમારી હેસિયત ની બહાર છે……..એ બધા જાણે છે…..! એક ટુચકા ચિત્ર તમારા માટે…..

11671

તો- બસ- આજકાલ આ જ જીવન છે………થોડીક બુદ્ધિ…..થોડુંક જ્ઞાન…થોડોક સંસાર…….અને ઘણોબધો સત્સંગ…..! અદ્ભુત છે………થેન્ક્સ શ્રીજી…….! અઢળક સુખ માટે……..

રાજી રહેશો…..રાજી રાખશો………

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s