Raj Mistry's world

Me,my stories and world around….

૯૨૯ સંતો- ૧ સિદ્ધાંત

Leave a comment

         आलोक्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः;
इदमेकम सुनिषपन्न ध्येयो नारायणो हरि:
—————————-
(અર્થાત-વેદ-વેદાંતાદિ સકળ શાસ્ત્રોનું મંથન કરીને વારંવાર વિચાર કર્યા બાદ એક વસ્તુનું જ સારી રીતે નિષ્પન્ન – તારણ કરી શક્યો છું, તે એ છે કે શ્રીહરિ એવા નારાયણ ભગવાન ધ્યાન-ભક્તિ કરવા યોગ્ય છે. – ભગવાન વેદવ્યાસ (લિંગપુરાણ : ૭/૧૧/૨) )

એ શ્લોકમાં વ્યાસજીએ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે જે, ‘ભગવાનનો આશરો કરવો,’ તેમ જ અમે તપાસ કર્યો જે-સર્વનો સિદ્ધાંત સાધુનો સંગ જ છે……….”
————————-
મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો- ૧/૩૫ 

કહેવાય છે કે- શ્રીજી મહારાજના સમય માં લગભગ ૩૦૦૦ થી વધુ સાધુ હતા કે જે શ્રીજી મહારાજે આપેલા દ્રઢ નિયમ ધર્મ અને અતિ કઠીન પ્રકરણ માં રહી ને સમાજ ને-જીવમાત્ર ને સુસંસ્કૃત બનાવી હરિ માં જોડતા હતા…….ઘણા સાધુઓ -આ સત્સંગ પ્રસાર દરમિયાન વિરોધીઓ નો ભોગ બન્યા ….છતાં “સ્વામિનારાયણ મહામંત્ર” ની આ સર્વોપરી ધૂણ્ય ક્યાય અટકી નહિ……….અને આજે જોઈએ તો ૭૦ થી વધુ દેશો માં- જેમાં અનાર્ય દેશ પણ છે- સ્વામિનારાયણ સત્સંગ ના વાવટા ફરકે છે. સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- એ શ્રીજી નો મૂળ સિદ્ધાંત હતો , અને સ્વયમ- શાસ્ત્રો, વેદો-સંતો કહે છે અને ઇતિહાસ ના સુવર્ણ પૃષ્ઠો કહે છે કે- આ હૃદયગત સિદ્ધાંત ને જાણ્યા-સમજ્યા- સ્વીકાર્યા અને જીવ્યા વગર- કોઈ કાળે-કોટી કલ્પે પણ કલ્યાણ નહિ થાય….! અને આ જ સિદ્ધાંત માટે- શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ની સ્થાપના – ગુણાતીત પુરુષો એ કરી…….જે આજે ૧૦૯ વર્ષ પછી- ૯૨૯ સંતો- ૧૨૦૦ થી વધુ મંદિરો-૭૦ થી વધુ દેશો માં સત્સંગ-અને કરોડો હરિભક્તો થી- પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું ભજન કરાવી રહી છે……..

સર્વોપરી શ્રીજી-સર્વોપરી સત્પુરુષ-સર્વોપરી સંતો

સર્વોપરી શ્રીજી-સર્વોપરી સત્પુરુષ-સર્વોપરી સંતો

આજે આ વાત એટલા માટે યાદ આવી કે – આજે સારંગપુર મહાતીર્થ સ્થાને – પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા -અત્યંત જીર્ણ દેહ અવસ્થા અને આયુ વચ્ચે પણ -૨૮ સાધકો ને પાર્ષદી દીક્ષા આપી……..અને ધીરે ધીરે એ ઇદમ દેખાઈ રહ્યું છે કે- બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા નો મહા સંકલ્પ -કે લાખ સાધુ કરવા છે……….એ સત્ય થાશે જ…….! આમેય મોટા પુરુષ ના વચન -એ બ્રહ્મ વાક્ય જ હોય છે…….! છતાં મારી પહેલા ની બે પોસ્ટ્સ…..

૧. દીક્ષા અને સફળતા….

૨.દીક્ષા ને માર્ગે……………

ઉપરોક્ત બ્રહ્મ પ્રસંગો પર લખાયેલી આ પોસ્ટ્સ હું વારેઘડીએ વાંચતો રહું છું અને એક સવાલ વારંવાર મારા મન માં ઘુમરાયા કરે છે………

” એવું તે શું છે આ સત્સંગ માં..કે હરિ કાજે નવલોહિયા પોતાના સર્વ સુખો ને ત્યાગ કરી વૈરાગ્ય-ત્યાગ નો કઠીનતમ માર્ગ પકડે છે?”

સામાન્ય લોકો કહેશે કે- આ તો જુવાનીયા ઓ ની આવડત ને ખાડા માં નાખવા ની વાત છે……આટલું બધું ભણ્યા પછી સમાજ ની-દેશ ની સેવા ને બદલે- ત્યાગાશ્રમ સ્વીકારી ને જ્ઞાન-ભણતર-આવડત ને કચરા માં નાખવા ની શું કામ? પણ આ પ્રશ્ન નો જવાબ હું આપી શકું છું…છતાં- જો સુસ્પષ્ટ જવાબ જોઈતો હોય તો -મારી નમ્ર વિનંતી અને આમંત્રણ છે………સારંગપુર પધારો- અને સ્વયમ એ યુવાનો ને જ પૂછો કે ભાઈ…….એક ના એક દીકરા છો…મહિને લાખો કમાઈ શકો છો……અમેરિકન સીટીઝન શીપ છે……..સોના ની ચમચી મો માં લઇ જન્મ્યા છો…….તો આ ભગવા શા માટે? આ તમારા ભણતર નું અપમાન નથી?

તો- પધારો શા……..સારંગપુર મહાતીર્થ તમારી વાટ જોઈ રહ્યું છે……અને સમગ્ર બ્રહ્માંડ સ્વામિનારાયણ…..અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના રંગે રંગાવા જઈ રહ્યું છે…….એમાં તમે ક્યાં છો? એ અનુભવો….કદાચ તર્ક શાસ્ત્ર ના રંગીન ચશ્માં માં આ બ્રહ્મ સત્ય તમને નહિ દેખાય કે નહિ સમજાય……! પણ એ સિવાય કોઈ આરો જ નથી…….આખરે એ જ અંતિમ…બ્રહ્મ સત્ય છે……અને એને સમજવા જન્મારા પડ્યા છે….!

મને ગર્વ છે……..એક સત્સંગી તરીકે……એક નાના કાર્યકર તરીકે………એક નાના પ્રવર્તક તરીકે……..!

હું તો આ અદ્ભુત ક્ષણ…જીવન ની તક કદાચ ચુકી ગયો……..પણ શ્રીજી ને અંતર થી પ્રાર્થના કે મારા દીકરા હરિકૃષ્ણ ને યોગીબાપા ના એ અભૂતપૂર્વ સંકલ્પ ની પૂર્તિ માં સેવા મળી શકે………….. ! આગળ હરિ ઈચ્છા…….!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s