Raj Mistry's world

Me,my stories and world around….

BAPS વિશિષ્ટ રવિસભા- ૩૦/૦૩/૨૦૧૪

Leave a comment

“પરાભક્તિ……! પ્રમુખ સ્વામી મહારાજ ના હૃદય માં પ્રભુ-પ્રેમ નો અહોરાત્ર ઉછળતો મહાસાગર ..! પરબ્રહ્મ સાથે બ્રહ્મસ્વરૂપે અતુટ અને અપાર પ્રીતિ ધરાવતા સ્વામીશ્રી , વિશ્વ ને શ્રેષ્ઠ ભક્તિ નો આદર્શ પુરો પાડે છે…….વહેલી સવારે “મહારાજ- સ્વામી..” ઉચ્ચારતા આંખો ખોલે ત્યારથી લઈને , મોડી રાત્રે ફરીથી ” સ્વામિનારાયણ…સ્વામિનારાયણ…..” બોલતા આંખો મીચે ત્યાં સુધી ની પ્રત્યેક પળે , અરે…યોગનીન્દ્રા માં પણ એમને પરમાત્મા નું અનવરત અનુસંધાન રહે છે……”

————————————————————

“પરાભક્તિ” નવીન પ્રકાશન માં થી- પુ.અક્ષર જીવન સ્વામી

આજની સભા વિશિષ્ટ હતી…..કારણ કે “સ્નેહી ને સથવારે” સભા હતી. આજની સભા માં સત્સંગી માત્ર ને વિનંતી હતી કે પોતાના સ્નેહીઓ ને પણ આ સભામાં લઈને આવવા…સત્સંગ નું સુખ..અખંડ સુખ…….વૈભવ નો પ્રત્યક્ષ અનુભવ કરાવવો……! અને આશા છે કે- ઘણા સ્નેહીઓ ને- આનો અનુભવ થયો જ હશે. સત્સંગ ના સર્વોપરી માર્ગ માં ખર્ચાતી એક પળ પણ મોક્ષ સુધી લઇ જવા નિમિત્ત બને છે….એ સત્ય વચન છે.  આમેય આ માર્ગ- હરિ નો છે…….બ્રહ્મ-પરબ્રહ્મ નો છે…….પરાભક્તિ નો છે……….અને આ “પરાભક્તિ” શબ્દ અદ્ભુત છે……ગીતાના ૧૮ માં અધ્યાય માં શ્રીકૃષ્ણ ભગવાન  પોતે કહે છે કે……

“બ્રહ્મભુત: પ્રસંનાત્માં ન શોચતિ ન કાંઅક્ષતી
સમ : સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ……”……

– (શ્રી કૃષ્ણ ભગવાન- શ્રીમદ ભાગવત ગીતા-૧૮-૫૪ )

અર્થ- જે બ્રહ્મરૂપ થયો છે અને જેનું મન સદા પ્રસન્ન છે અને જે કોઈ પ્રકાર નો શોક કરતો નથી , તેમ કોઈ પદાર્થ ને ઇચ્છતો નથી, સર્વ ભૂત માં જેને સમભાવ છે, તે પુરુષ મારી પરા ભક્તિ ને પામે છે…..!

તો આવો પુરુષ અત્યારે કોણ છે? જાતે સમજો-વિચારો અને પછી નક્કી કરો………અને એક વાર પરાભક્તિ ને પામેલ આવા બ્રહ્મ રૂપ સત્પુરુષ નો સમાગમ થાશે તો આપણે પણ બ્રહ્મ રૂપ થઇ શકશું અને પુરુષોત્તમ ની ભક્તિ ના અધિકારી થઇ શકશું…..!

તો આજની સભા – સત્સંગ ની શરૂઆત થી માંડી ને પરાભક્તિ ના અંતિમ છોર સુધી ની હતી……! તો ચાલો આ બ્રહ્મ -પરબ્રહ્મ ની યાત્રા એ…!

ખેર….ગયા રવિવારે- સાધના સત્ર ની શીબીર ને કારણે રવિસભા ન હતી આથી આ સભા માં હાજર રહેવું મારા માટે જરૂરી હતું.  આથી તૈયારી સવાર થી હતી પણ મારા દીકરા હરિકૃષ્ણ ને નીકળવા ના સમયે જ ઊંઘ આવી અને રીના ને અને મમ્મી ને ઘરે છોડી ને જ નીકળવું પડ્યું…! હરી ઈચ્છા…! સર્વ પ્રથમ કરો શ્રીજી ના અદ્ભુત દર્શન……

10013746_242093362645510_1556225666_n

સભા ની શરૂઆત બાળ મંડળ દ્વારા ધૂણ્ય અને પ્રાર્થના થી થઇ……જય જય અક્ષર પતિ પુરુષોત્તમ……જય જય સ્વામી સહજાનંદ……”..ત્યારબાદ કીર્તન રજુ થયું….” હે અક્ષર પુરુષોત્તમ પ્યારા મંગળ કરનારા…..પાય પડી ને વંદન કરતા બાળક બહુ સારા….”…..અદ્ભુત હતા….! ત્યારબાદ વલ્લભદાસ દ્વારા રચિત….પદ…” સદગુરુ એ સાનમાં સમજાવ્યું રે લોલ , સત્સંગ વિના સુખ ક્યાય નથી રે લોલ…….” શુક્મુની સ્વામી એ સુમધુર સ્વર માં સંભળાવ્યું. બ્રહ્મ સત્ય છે……..સત્સંગ વિના – ક્યાય સુખ નથી- એ સુસ્પષ્ટ દેખાય છે , અને એક ભગવાન વિના કોઈ જગ્યા એ કલ્યાણ નથી- એ જીવ ને દેખાય છે પણ સમજાય છે- સદગુરુ દ્વારા જ…..!

ત્યારબાદ સ્ટેજ પર “સુખ નું પહેરણ” એ સંવાદ યુવકો દ્વારા રજુ થયો. સંવાદ નો સારાંશ એ હતો કે….

 • લૌકિક રીતે સુખી દેખાતા વ્યક્તિ ઓ- કદાચ સુખી ન પણ હોય……પૈસા-પ્રસીધ્ધીકે માન -સન્માન થી સગવડો વધે છે-પણ સુખ નથી આવતું…….
 • સુખ તો એક ભગવાન માં જ છે…..સત્પુરુષ માં જ છે……સત્સંગ માં જ છે……
 • વિડીયો દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ એ જ બ્રહ્મ વચન કહ્યા કે- એક ભગવાન ને જ કર્તા હર્તા સમજીએ તો- જીવન માં સહેજે ભાર ન લાગે……અને ભગવાન માં જ સાચો માલ માનવો………અખંડ સુખ તો ત્યાં જ છે…….એમ સમજી રાખવું…..યોગીબાપા ના શબ્દો માં- આ માળા તો એટમ બોમ્બ છે…..ભગવાન નું નામ સ્મરણ જે કરે- એ દુનિયામાં કોઈ ન કરી શકે …..!

1501676_655151987856106_1250926595_n

ત્યારબાદ- અમુક અગ્રણી હરિભક્તો ના અનુભવ  વિડીયો  દ્વારા રજુ થયા…..સાર હતો- કે જીવન માં સત્સંગ- રવિસભા નું મહત્વ શું છે? જોઈએ અમુક સારાંશ….

 • ડો. હરીશ ત્રિવેદી( ભૂતપૂર્વ હાર્ટ સર્જન- યુ.એન.મેહતા કાર્ડી.ઇન્સ્ટી.;અમદાવાદ અને પુ. પ્રિયસ્વરૂપ સ્વામી ના પૂર્વાશ્રમ ના પિતાશ્રી) એ જણાવ્યું કે – એક સત્સંગ અને રવિસભા ને કારણે- તેમના સ્વભાવો છુટ્યા..ગુસ્સો ગયો…….એસીડીટી ની સમસ્યા ગઈ…….અને સહનશક્તિ વધી……સ્થિરતા વધી…
 • મહેન્દ્ર ભાઈ પટેલ( વ્યાપારી- ભરુચ) – સત્સંગ ને કારણે- જીવન ની અત્યંત વિપરીત પરિસ્થિતિ ઓ -કે જેમાં તે પુરેપુરા પાયમાલ થઇ ગયા…દીકરા ને અકસ્માત માં ગુમાવ્યો- છતાં ટકી રહ્યા…….અને આ અપાર દુખો ને હસતા હસતા જીરવી લીધા……જીવ ને શાંત રાખ્યો….
 • નરેન્દ્રભાઈ ચૌહાણ( સરકારી અધિકારી- અમદાવાદ-વાડજ) -પત્ની ને સતત રહેતો પેટ નો દુખાવો-કે જે શારીરિક કરતા માનસિક વધારે હતો- તેના થી- સત્સંગ થી સુધાર્યો…..” સત્સંગી ને મૃત્યુ નો ડર ન હોય…..એ તો હરિ ઈચ્છા..” એ સત્ય થી માનસિક રીતે ઘુસી ગયેલા -પેટ ના દુખાવા થી પીછો છૂટ્યો……

ટૂંક માં- સત્સંગ જ શીખવાડે છે કે – આપણે આત્મસત્તા રૂપ છીએ…..અને આ દેહ એ તો ખોખું માત્ર છે…સુખ દુખ હરિ ની ઈચ્છા થી જ આવે છે…..અને એમ સમજી ને જીવીએ તો- અખંડ સુખ સર્વત્ર પ્રવર્તે……

ત્યારબાદ- અતિ વિદ્વાન સંત પુ.અક્ષર વત્સલ સ્વામી એ “સત્સંગ ની મહત્તા” પર રસપ્રદ ઉદાહરણ દ્વારા પ્રવચન કર્યું. એમનો ઘૂંટાયેલો સ્વર અને રસાળ શૈલી- શ્રોતાઓ ને જકડી રાખે છે. જોઈએ એના સારાંશ…..

 • ભવિષ્ય ની અનિશ્ચિતતા અને આયોજન ની લાલસા- જ ચિંતા નું મુખ્ય કારણ  છે.
 • જેવું કંઇક નવું આયોજન થયું કે એની સાથે સાથે એ આયોજન ને લગતી ચિંતાઓ શરુ થઇ જાય છે……પણ સવાલ એ કે- માત્ર ચિંતા કરવા થી જ સમસ્યા દુર થાય છે….કે એ આયોજન સફળ થાય છે?
 • આ ચિંતા ઓ ને દુર કરવા ની ચાવી છે- સમજણ…..જ્ઞાન…….અને સમજણ હોય તો સ્વભાવ ટળે…….ચિંતાઓ દુર થાય……
 • સત્સંગ દ્વારા જ આ સમજણ આવે છે……જ્ઞાન આવે છે કે- કર્મ એ ચિંતા કરવા થી અધિક છે…..સમજણ થી જીવન પ્રત્યે એક સકારાત્મક દ્રષ્ટિ આવે છે……શક્તિ આવે છે
 • આજે સ્વામીશ્રી સારંગપુર ખાતે  બિરાજમાન છે……એ પોતે મહા સમર્થ હોવા છતાં દેહ ના રોગો- જીર્ણ અવસ્થા ને સ્વીકારે છે…..કારણ કે એ માને છે કે- દેહ એટલે જ રોગો નું ઘર……એ નશ્વર છે- અને એમાં રોગ આવવા ના જ…..આમ છતાં આપણા સંપ્રદાય ના ઇતિહાસ માં અનેક દાખલા છે કે- સ્વામીશ્રી ના આશીર્વાદ  થી ભક્તો ની ગંભીર બીમારીઓ સહેજ માં ટળી ગઈ હોય…….! પણ પોતાના માટે- આવી કોઈ એષણા નહિ……!આને કહેવાય અધ્યાત્મિક સર્વોપરિતા..!
 • મન સાથે યુદ્ધ કરવું પડે તો કરવું……પણ સત્સંગ માં રહેવું- કારણ કે સત્સંગ જીવતા શીખવાડે છે……જીવન માં- જીવ ને ક્યાં જોડવો અને ક્યાં ન જોડવો? એ શીખવાડે છે…….દુખ ને કેમ દુર કરવું એના કરતા- આવનારા દુખ માં પણ કેવી રીતે “હળવાફૂલ” રહેવું એ શીખવાડે છે…….

ત્યારબાદ- અમુક જાહેરાતો થઇ…….

 • આવતા રવિવારે- યુવક મંડળ દ્વારા- વિશિષ્ટ રવિસભા છે…….”જીવીશું સ્વામી ને માટે..”  વિષય છે- આથી અદ્ભુત સભા આયોજન હશે તેમાં કોઈ સંશય નથી…….સમય- સાંજે ૫ થી ૮……..!
 • ઉનાળો શરુ થઇ ગયો છે- આથી સાંજ ની આરતી નો સમય હવે થી- ૭.૧૫ નો રહેશે…..
 • “પરાભક્તિ” – અક્ષર પીઠ નું નવીન પ્રકાશન છે…….પ્રોફ. એ.સી.બ્રહ્મભટ્ટ સાહેબે- ખુબ જ ઊંડાણ પૂર્વક – પુ.અક્ષર જીવન સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા રચિત આ પુસ્તક નો સાર કહ્યો…….પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ – જે  પરા  ભક્તિ નું અમૃત પાન અખંડ કરે છે- એનું તાદ્રશ્ય વર્ણન અહી થયેલું છે…….મેં આ પુસ્તક ખરીદ્યું છે……..તમારું કેમનું છે? અવશ્ય લેવું…….

1240513_655233747847930_1242856656_n

ત્યારબાદ સભા ને અંતે- આરતી બાદ – સારંગપુર ખાતે થયેલા પાર્ષદ-દીક્ષા મહોત્સવ નો વિડીયો રજુ થયો……..સ્વામીશ્રી ના મુખ પર એનો ઊંડો સંતોષ અને રાજીપો સ્પષ્ટ દેખાય છે…….૯૩-૯૩ વર્ષે પણ સત્સંગ માં આટલી દિવ્યતા અને કરુણા- બીજે ક્યાય જોવા મળે છે?……

ધન્ય ધન્ય આ સત્સંગ ને…….આ ગુણાતીત પુરુષો ને કે- બસ એક લટકા માં અક્ષરધામ મળે…..હરિ મળે- એવું સુખ – હરિભક્તો ને- જીવ માત્ર ને કરી આપ્યું છે……..આપણે યાદવો ની જેમ અભાગિયા નથી રહેવું…..બસ- સત્સંગ ના આ અમૃત ને પામી લેવું છે…….

જય સ્વામિનારાયણ…….

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s