Raj Mistry's world

Me,my stories and world around….

BAPS યુવા રવિસભા – ૦૬/૦૪/૨૦૧૪

Leave a comment

“અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે;
અમે સૌ શ્રીજી તણા યુવક, લડીશું શ્રીજીને માટે… ૦અમે
નથી ડરતા નથી કરતા, અમારા જાનની પરવા;
અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા…૦અમે
અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું;
અમારા અક્ષરપુરુષોત્તમ, ગુણાતીત જ્ઞાનને ગાઈશું….૦અમે
અમે સૌ શ્રીજી તણાં પુત્રો, અક્ષરે વાસ અમારો છે;
સ્વધર્મી ભસ્મ ચોળી તો, અમારે ક્ષોભ શાનો છે…..૦અમે
જુઓ સૌ મોતીના સ્વામી, ન રાખી કાંઈ તે ખામી;
પ્રગટ પુરુષોત્તમ પામી, મળ્યા ગુણાતીત સ્વામી..૦અમે ”
——- પરમ ભક્તરાજ- મોતીભાઈ પટેલ———

બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન ચરિત્ર તમે વાંચો-સમજો અને અનુભવો તો સમજાય કે ભક્તિ અને દિવ્યતા કોને કહેવાય? એક સર્વોપરી સિદ્ધાંત અને કોઈ લૌકિક સંપત્તિ નહિ…….બસ નિષ્ઠાવાન હરિભક્તો અને પ્રાણ પાથરનારા સંતો અને એ પણ મુઠ્ઠીભર….! ઉપરોક્ત કીર્તન તમે વાંચો તો સમજાય કે કેવા ભાવ માં- પરમ ભક્ત મોતીભાઈ એ આવી ને આ કીર્તન રચ્યું હશે? આપણા ઈતિહાસ કારો સાચું કહે છે કે- કોઈ સંસ્થા ચિરંજીવી ત્યારે હોય કે જ્યારે એની પાસે સુવર્ણ ઈતિહાસ હોય…નિષ્ઠાવાન કાર્યકરો હોય….! આપણી પાસે આજે બધું જ છે…..તો કાલ ની ચિંતા શા માટે?

આજની સમગ્ર સભા- વિશિષ્ટ હતી- સંપૂર્ણ પણે યુવકો દ્વારા સંચાલિત હતી અને યુવાઓ માટે હતી……હું સમયસર પહોંચી ગયો કારણ કે એક સારી જગ્યા નો સવાલ હતો… 🙂 ..! ઠાકોરજી ના મનભરી ને દર્શન કરવા માં આવ્યા…..તમે પણ પોતાના હૃદય ને દર્શન માં જોડો….

આજના દર્શન....

આજના દર્શન….

સભાની શરૂઆત અદ્ભુત હતી..આશ્ચર્ય જનક હતી..કારણ-કે પ્રસિદ્ધ ગાયક અને સંસ્થા ના નિષ્ઠાવાન ભક્ત- જયદીપ સ્વાદિયા આજે સભામાં હતા અને એમના મધુર સ્વરે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય જાણે કે આત્મા ને સ્પર્શ કરી રહી હતી….હૃદય પ્રફુલ્લિત થઇ ગયું….! ત્યારબાદ એમના જ સ્વરે- વ્હાલા લાગો છો વિશ્વ આધાર રે…સગપણ તમ સાથે….” બ્રહ્માનંદ સ્વામી રચિત રજુ થયું ..અને એ જ સ્વર-ધારા..એજ રચનાકાર દ્વારા રચિત “મને લાગ્યો છે રસિયા તારો રંગ…ના બનું બીજા કોઈની રે…” રજુ થયું અને જાણે કે સમગ્ર સભા એમાં વહેતી જ ગઈ…!
ત્યારબાદ -મહાતીર્થ સારંગપુર માં ચાલતા યુવક તાલીમ કેન્દ્ર ના યુવકો દ્વારા એક દોર ..પ્રસંગો નો..નૃત્ય નો… રજુ થયો….જોઈએ અમુક અંશ..

 • પ્રસંગ દક્ષીણ ગુજરાત ના એક સામાન્ય યુવક- ઘનશ્યામ ટંડેલ નો હતો- કેન્સરગ્રસ્ત હોવા છતાં….મૃત્યુ નજીક હોવા છતાં- ભક્તિ પ્રસાર ની..નિષ્ઠા ની એક જ્યોત જગાવી…અને સ્વામીશ્રી ને રાજી કરી ગયો…..
 • પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો એક વિડીયો – “ભલું કરવા બધાનું” રજુ થયો…અને બાપા એ દેહ ની અવગણના કરી જે સત્સંગ વિચરણ કર્યું છે…તે દર્શાવવા માં આવ્યું…..
 • યુવકો એ એક પ્રતિજ્ઞા લેવડાવી- કે “જીવીશું સ્વામીને માટે…” અને જાણે કે સમગ્ર સભા એમની સાથે થઇ ગઈ…!
 • નાટ્ય પ્રદર્શન દ્વારા જણાવ્યું કે- શાસ્ત્રીજી મહારાજ ની એક આજ્ઞા ને વશ થઇ- સોમા ભગતે પોતાની જીવ ની પરવા કર્યા વગર સારંગપુર મંદિર ના બાંધકામ માં તૂટેલા દોરડે લટકતા પથ્થર ને બાંધી દીધો….આમ અહી આજ્ઞા પાલન એ પાયા નો અંગ છે…
 • અન્ય એક નાટ્ય પ્રસંગ માં- પરમ ભક્તરાજ -મોતીભાઈ, આશાભાઈ-ઈશ્વરભાઈ કે જેમની સઘળી સંપત્તિ આગમાં બળી ને ખાખ થઇ ગઈ છતાં- શાસ્ત્રીજી મહારાજ ની સેવામાં વ્યાજે પૈસા લાવી ને- હસતા હસતા મુક્યા…..! આવી પરમ નિષ્ઠા ક્યાં જોવા મળે?
 • તો કેનેડા ના પરમ ભક્ત- ભગવાનજી માંડલિયા એ- કેન્સર ગ્રસ્ત હોવા છતાં- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના કેનેડા સંસદ દ્વારા સન્માન સમાંરભ માં ઉત્સાહ થી જોડાયેલા રહ્યા……! આમ મોટા પુરુષ ના રાજીપા માટે જીવવું એટલે જ જીવ્યું કહેવાય..એમ સમજવું.
 • ઉપરોક્ત પ્રસંગો નું તાત્પર્ય એટલું જ છે કે- આપણા ગુણાતીત ગુરુઓ એ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત માટે પોતાના દેહ નીચોવી નાખ્યા…..હવે વારો આપણો છે…..આપણે આ વારસા ને ખંત થી આગળ વધારવા નો છે.
 • ત્યારબાદ- યુવક મંડળ દ્વારા નૃત્ય રજુ થયું…..”અમે સૌ સ્વામી ના બાળક…જીવીશું સ્વામી ને માટે…” અને ધમાકેદાર નૃત્ય સાથે અક્ષર પુરુષોત્તમ ના વાવટા એ સમગ્ર સભા માં એક શક્તિ નો…ઉત્સાહ નો સંચાર કરી દીધો….!

  1549465_658247194213252_4186367451930422118_n

  ત્યારબાદ- એક વિડીયો દ્વારા રજુ થયું કે- “સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર” છે શું? ભણતર પૂરું થાય અને નોકરી ચાલુ થાય- એ વચ્ચે ના ૬ માસ માટે ચાલતો આ તાલીમ પ્રોગ્રામ- કથીર માં થી કંચન બનાવવા નો પ્રોગ્રામ સમાન છે…પુ.વિવેકજીવન સ્વામી એ ઊંડાણ પૂર્વક માહિતી આપતાં- લોકો ના સંશયો દુર કરતા જણાવ્યું કે- આ એક મોટી સેવા છે……જીવન ને સ્થિર બનાવતી સેવા છે. ૬ માસ ની તાલીમ માં- યુવકો ને- જ્ઞાન ની સાથે સાથે – જીવન કળા…સાહિત્ય કળા..સેવા….અધ્યાત્મ ના પદાર્થ પાઠ પણ શીખવા મળશે- જે એમના જીવન ને સુધારશે….!

  તો- સમગ્ર યુવકો અને તેમના માતા-પિતા ને નમ્ર વિનંતી કે- આ મોકો ચૂકવા જેવો નથી. યુવક ની જિંદગી ના આ ૬ માસ એક ઇન્વેસ્ટમેન્ટ હશે….બરબાદી નહિ…! આખરે જીવન ને “સ્થિર” બનાવતી એક ક્ષણ પણ અમુલ્ય હોય છે….અને આતો અધ્યાત્મ નો પંથ છે-અને એ પણ સત્પુરુષ અને સંત ના સાનિધ્ય માં…!

  ત્યારબાદ સભા ને અંતે અમુક જાહેરાતો થઇ……

  • સત્સંગ જ્ઞાનામૃત – નવું પુસ્તક પ્રગટ થયું છે……નાનું પણ અમુલ્ય માહિતી ધરાવતું- આ પુસ્તક મેં ખરીદ્યું છે…..સોનેરી સલાહ છે- અવશ્ય ખરીદવું….તમારી નિષ્ઠા પાકી થશે…

  10154467_658247057546599_9063453113179375296_n

  • આવતા મંગળવારે- ૮/૪ – ના રોજ શ્રીહરિ જયંતિ છે..રામ નવમી છે- અને આપણા માટે મહા ઉત્સવ છે. શાહીબાગ મંદિર માં તેની ધામધૂમ થી ઉજવણી થવાની છે. સમય- સાંજે ૭ થી ૯ – અને હા…..એ દિવસે- શક્ય હોય તો- આજ્ઞા નો નિર્જળા ઉપવાસ કરવાનો છે…..તૈયાર છો ને…?

  તો- આજની રવિસભા અદ્ભુત હતી…..યુવા+અધ્યાત્મ+સર્વોપરી સિધ્ધાંત ની સભા હતી……બસ- આ સભા ને ભૂલવા ની નથી….પણ- આ “વારસા” ને આપણે ઉત્સાહ થી..નિષ્ઠા થી આગળ ધપાવવા નો છે. હરિ- સ્વામી આપણી સાથે જ છે….

  જય સ્વામિનારાયણ

  રાજ

  Advertisements

  Leave a Reply

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  Change )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  Change )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  Change )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  Change )

  w

  Connecting to %s