Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ-૧૬/૦૪/૨૦૧૪

Leave a comment

ઋતુ ઓ નો સમ્રાટ ઉનાળો હવે પોતાના પરછમ  ચોતરફ લહેરાવી રહ્યો છે પણ રહ્યો આ પાપી પેટ નો સવાલ….ધોમ ધખતા તડકા માં પણ જીવ માત્ર ને આરામ નો પોરો નથી લેવા દેતો………! પણ આવા ગ્રીષ્મ યુદ્ધ માં પણ મસ્ત મજા ની ઠંડક આપી જતી ઘટના હોય તો – તે ઘટના છે- સત્સંગ ની…….! સત્સંગ થી જીવ ને અપાર શાંતિ મળે છે- અને તે આ દેહ ને નડતી ગરમી માટે પણ ઠંડક નું કામ કરે છે….એના થી રૂડું શું હોય?…તો શું ચાલે છે આજકાલ….?

  • ચૂંટણી ની ગરમી ચો તરફ દેખાય છે…….અને ઠંડક ૧૬ મેં પછી થશે……
  • સોસાયટી માં આધાર કાર્ડ માટે વ્યવસ્થા ગોઠવવા માં આવી છે…પણ હું- તો ભાગંભાગી કરાવી ને બેંક દ્વારા જ કરાવી આવ્યો હતો……પણ હવે લાગે છે કે સુપ્રીમ ના ચુકાદા પછી- આધાર  કાર્ડ નિરાધાર થઇ ગયું છે….આથી ચિંતા નું કોઈ કારણ નથી….
  • ઉનાળો આવ્યો અને હરિ ને – ગરમી ની અસર થવા લાગી છે……અને અમારી તૈયારી એ માટે પૂરી છે પણ સંજોગો અનુકુળ નથી……જોઈએ- આગળ આગળ શું થાય છે…….
  • આજ નો દિવસ જાણે કે સત્સંગ માં જ ગયો……..અદ્ભુત અનુભવ થયા…જોઈએ….
  1. સવારે એક પ્રસિદ્ધ ડેન્ટીસ્ટ – ડો. ગૌતમ પટેલ ને મળવા ગયો…….મને જોઇને એ આનંદિત થઇ ગયા અને પેલો હકા બાપુ નો પ્રસંગ યાદ કર્યો…….ડોક્ટર સાહેબ- હકા બાપુ ના ડેન્ટીસ્ટ હતા અને અને આજે પણ ઘણા સંતો ની ડેન્ટલ સર્જરી કરે છે…..હકા ખાચર એટલે કે ત્રણ ત્રણ ગુણાતીત પુરુષો ની સેવા પામી ચુકેલા – શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના શૂન્ય માં થી વિરાટ બનવા ની ઘટના ના એકમેવ-શિરમોર સાક્ષી…!  આ પહેલા હકાબાપુ..   ની પોસ્ટ હું લખી ચુક્યો છું……..
  2. એક અદ્ભુત પ્રસંગ- હું આજે એક એટીએમ માં ગયો થોડાક પૈસા ઉપાડ્યા અને ગરમી થી ત્રસ્ત થઇ મશીન પાસે જ એસી નીચે બેઠેલા સિક્યોરીટી ગાર્ડ સાથે મારી વાત થઇ…મેં કહ્યું…કે કાકા …એવી કોઈ સીસ્ટમ ખરી કે- પૈસા આવ્યા જ કરે અને આપણી પાસે થી જાય જ નહિ…….?? એમનો જવાબ અદ્ભુત હતો……તેમણે જવાબ આપ્યો…” છે ને……જીવન માં બસ અપેક્ષા ઓ ઓછી કરો…….પૈસા અને સુખ ક્યાંય નહિ જાય…..” …હું તો આભો જ થઇ ગયો…….સાવ સામન્ય દેખાતો માણસ અને આટલી ગહન વાત…! પછી વાતચીત નો દોર ચાલ્યો અને એક ઈતિહાસ પર થી જાણે કે પડદો હટી ગયો……એ વ્યક્તિ – બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ નું વતું ( અર્થાત મુંડન વગેરે) કરનારા હતા….એમણે આવો પરમ સુખ નો આનંદ લીધો હતો….આમલીવાળી પોળ ની બાજુ માં જ એમનું ઘર અને તેના કારણે જ – એમને આવો લાભ- મળેલો…! હું તો ખુશ ખુશ થઇ ગયો……અને એમના ચરણ સ્પર્શ કરવા લાગ્યો તો સામે એ પણ મારા ચરણ સ્પર્શ કરવા લાગ્યા…….ધન્ય ધન્ય બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા ને કે ૫૦-૫૦ વર્ષ પછી પણ એમનો એક સ્પર્શ પામેલા સામાન્ય મનુષ્ય માં આટલું બધું જ્ઞાન…! અને હરિભક્ત માત્ર ને સાષ્ટાંગ દંડવત એ જ આ સત્સંગ ની સર્વોપરિતા છે- એવું આપણા ગુણાતીત ગુરુ બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા શીખવી ગયા છે…..!

તો- આજકાલ બસ- આઠો જામ સતસંગ નો અનુભવ- આ અલપઝલપ પ્રસંગો થી થાય છે……એ જ શ્રીજી ની દયા છે…..

જય સ્વામિનારાયણ…….ઠંડક ની આ છાલક સાથે…..

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s