Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૦/૦૪/૨૦૧૪

Leave a comment

જે દુઃખ થાય તે થાજો રે, રૂડા સ્વામીને ભજતાં… 0
પિંડ પડે તો પડવા રે દેજો, જીવ જાયે તો જાજો રે…..0 રૂડા
ઊંચે બાંધી નીચે અગ્નિ સળગાવે, માર મુશળનો ખાજો રે… 0 રૂડા
લોક નિંદે તો નિંદવા રે દેજો, રાજા દંડે તો દંડાજો રે…0 રૂડા
હરિજનનો દાસ રણછોડ કહે છે, ગુણ ગોવિંદજીના ગાજો રે… 0 રૂડા

—————–ભક્ત કવિ રણછોડદાસ———–

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ હવે જાણે કે જન-જન નો ઉત્સવ થઇ ગયો છે….અને કેમ ન હોય…જીવ ના કલ્યાણ નો અમોઘ સિદ્ધાંત ને પ્રસરાવવા આ દિવ્ય પુરુષે જે કાર્ય કર્યું છે તેના માટે તો આ જન્મારો પણ ઓછો પડે….! સ્વામીશ્રી એ પોતાના જીવન ને જ એક સિદ્ધાંત કરી નાખ્યું અને એટલા માટે તો એ નિષ્ઠાવાન ભક્તો ની ફોજ તૈયાર થઇ કે…..છાતી ઠોકી ને ગાતા…..” જે દુખ થાય તે થાજો રે…રૂડા સ્વામી ને ભજતા…”…..તો આજની સમગ્ર સભા આ જ નિષ્ઠા પર હતી……

ગઈ રવિસભા માં ન જવાયું આથી આજ ની રવિસભા હું કોઈ પણ ભોગે છોડવા માંગતો ન હતો. છેવટે સમગ્ર પરિવાર ને તૈયાર કરી અમારી સવારી નીકળી મંદિર તરફ…….અને વાતાવરણ પણ જાણે કે અમારી સાથે જ હતું…….ઘનઘોર વાદળો, ઠંડો પવન ..જોતાજ અંદેશો હતો કે આજે મેઘરાજા ખાબકવા ના છે….! અને થયું એવું જ ચાલુ સભાએ- અને સભા બાદ પણ અમદાવાદ માં ધોધમાર વરસાદ અને  પણ તોફાની પવન સાથે તૂટી પડ્યો……! અમદાવાદી હરિભક્તો ને બેવડો લાભ થયો……સભામાં અખંડ સત્સંગ ની રસધાર અને બહાર મેઘરાજા ની વરસાદી ધાર….!

તો સભા ની શરૂઆત- હમેંશ ની જેમ મારા વ્હાલા ના દર્શન થી……..આજે ધામ-ધામી અને મુકતો એ શણગાર અદ્ભુત ધારણ કર્યા હતા- એમાં પણ ઘનશ્યામ મહારાજ ને તો જુઓ…..!

10155301_247998162055030_4817739899814177130_n

10270559_247998262055020_5510871008598764072_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે પુ.શ્રીજી કીર્તન સ્વામી  દ્વારા દેશી ઢાળ માં-મધુરા સ્વરે સ્વામિનારાયણ મંત્ર  ની ધૂણ્ય થઇ રહી હતી……ત્યારબાદ કીર્તન રજુ થયું….”સ્વામી સહજાનંદ મહારાજ મારે રુદિયે રહેજો રે……..” હારી ને સદાયે હૃદય માં ધારણ કરવા ના છે- એ યાદ રાખવા નું છે…….ત્યારબાદ ભક્ત કવિ રણછોડ દાસ રચિત કીર્તન- “જે દુઃખ થાય તે થાજો રે, રૂડા સ્વામીને ભજતાં… ” રજુ થયું…. અને નજર સમક્ષ જાણે કે એ સૈકા જુનો ઇતિહાસ-નિષ્ઠાવાન હરિભક્તો અને સત્પુરુષ યજ્ઞપુરુષ દાસ શાસ્ત્રીજી મહારાજ અને સંતો ના ભીડા – છવાઈ ગયા….! આજે જે સુખ છે…એ કોના કારણે છે? એ સમજાઈ ગયું…….! અદ્ભુત …અદ્ભુત……..

ત્યારબાદ બેપ્સ શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ ના નિષ્ણાત વૈધરાજ શ્રી મહેન્દ્ર વૈધ દ્વારા..” ઉનાળા માં સ્વાસ્થ્ય ની કાળજી” પર સુંદર નિરૂપણ રજુ થયું……ઘણું બધું જાણવા મળ્યું પણ એક વાત મને નવી લાગી કે દહીં-છાસ -ઉનાળા માં ન લેવા……એ પિત્ત કરે….! અને અહી તો આપણે ઠોકાઠોક જ કરીએ છીએ…..! અરે..દહીં ક્યારે ખવાય? એનો જવાબ આયુર્વેદ પ્રમાણે અદ્ભુત છે…..અમુક માસ માં જ દહીં ખવાય….! વળી, ચ્યવનપ્રાશ બારેમાસ લેવાય…….! નવાઈ ની વાત છે……!

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા ” સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામી” ના જીવન અને કાર્ય પર એક ઊંડું પ્રવચન રજુ થયું…..હું અહિયા વધારે લખતો નથી કારણ કે હું – નિર્ગુણદાસ સ્વામી પર એક આખી પોસ્ટ લખી ચુક્યો છું….જાઓ નીચે ની લીંક પર….

—- સદ.નિર્ગુણદાસ સ્વામી- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના લડવૈયા

પણ, તમે ખરેખર આ મહાન પુરુષ નું જીવાનાખ્યાન વાંચો તો તમને સમજાય કે- ભક્તિ અને નિષ્ઠા શું છે? માત્ર એક સિદ્ધાંત ખાતર- એક હરિ….ગુણાતીત પરંપરા ના રાજીપા માટે પોતાની સમગ્ર જીન્દગી આ યજ્ઞ માં હોમી દીધી……! એના થી વિશેષ શું હોય? હું અને તમે- આમાં ક્યાં છીએ? કેટલે પહોંચ્યા છીએ??????? વિચારો……..

ત્યારબાદ સભામાં અમુક જાહેરાતો થઇ……

  • AARSH ગાંધીનગર દ્વારા -સંત આખ્યાન ની નવી સીડી બહાર પડી છે…….લેવામાં આવશે….
  • આવતી રવિસભા વિશિષ્ટ છે……”સ્નેહી ના સથવારે..” તો અચૂક પધારજો…….એ પણ સ્નેહી સાથે……

સભાને અંતે- પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય દર્શન નો વિડીયો રજુ થયો…..એકદમ નાજુક સ્વાસ્થ્ય અને અશક્તિ વચ્ચે પણ સ્વામીશ્રી ના ચહેરા પર દિવ્યતા છલકે છે- એ બ્રહ્મસુખ પમાડે તેવી છે……! અદ્ભુત…..અદ્ભુત……કાશ…..મારું આ આયુષ્ય સ્વામીશ્રી ને અર્પણ કરી શકું …! બસ એમની આજ્ઞા-રાજીપા માં રહેવાય…..એટલે પણ આ દિશા માં એક ડગલું ચાલ્યા એમ કહેવાય….

તો-બસ આ સર્વોપરી સિદ્ધાંત…..સર્વોપરી પુરુષો……..સર્વોપરી ભગવાન ને જ લક્ષ્ય બનાવી જીવી જઈએ……!

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s