Raj Mistry's world

Me,my stories and world around….

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- ઉદય ગાથા-૨

Leave a comment

મારી ગઈ પોસ્ટ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- ઉદય ગાથા-૧ માં જોયું હતું કે આ સર્વોપરી સિધ્ધાંત ના ઉદય માટે ગુણાતીત પુરુષો એ અસહ્ય ભીડા હસતા હસતા સહન કર્યા…….પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી ના મુખે- અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની “મૂળ અક્ષર મૂર્તિ” તરીકે ઓળખાણ  બાદ અને બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત દ્વારા એ બ્રહ્મ સત્ય ની દ્રઢતા પછી- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અટક્યા નથી…જ્યાં જ્યાં તક મળી છે…ત્યાં ત્યાં શાસ્ત્રીજી મહારાજ વરસ્યા છે અને ગુણાતીત બીજ નું વાવેતર કર્યું છે….સિંચન કર્યું છે……પછી ભલે એ જુનાગઢ ના સદગુરુ સંતો હોય કે ભિન્ન મત ધરાવતા રંગાચાર્ય હોય…….! પણ આ ઉદય ગાથા ને રંગ મળ્યો..દિવ્યતા મળી…જોમ મળ્યો- મુક્તરાજ જાગા ભક્ત ના એક પ્રસંગ થી..જોઈએ…..

બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ અને મુક્ત રાજ જાગા સ્વામી ..

બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ અને મુક્ત રાજ જાગા સ્વામી ..

————————————–

મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ કુળ ના હતા અને અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ ના પટ્ટ શિષ્યો માં થી એક હતા…સતત ૧૪-૧૪  વર્ષ સુધી સ્વામી ને એમણે સેવ્યા હતા અને ગુણાતીત જ્ઞાન ના ઘૂંટ પી ને એક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. મન માં એક જ એષણા હતી- ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરુષોત્તમ…..અને આ જ્ઞાન ના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું…..આચાર્ય વિહારીલાલજી મહારાજ એક વિધવાન આચાર્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામી ના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમણે પણ ભાવ હતો કે- ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ – કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન ( ગઢડા) ના પ્રભાવ થી -આ સત્ય ને સમર્થન કરતા ડરતા હતા…..એક વાર કોઈએ કહ્યું કે- આચાર્ય વિહારીલાલ જી મહારાજ ને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખુબ જ દવા-દારુ કરી રહ્યા છે….આથી સ્વામી જાગા ભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજ ને સંદેશો મોકલાવ્યો કે- જો- આચાર્ય વિહારીલાલજી મહારાજ- પોતાના હાથે અક્ષર પુરુષોત્તમ ની મૂર્તિઓ જોટે બેસાડે તો મહાપુરુષ જેવા બે દીકરા આપવા……આચાર્ય મહારાજ – જાગા ભક્ત ને સમર્થ પુરુષ જાણતા હતા અને એમના મહિમા ની પણ ખબર હતી પણ એમણે એનો કોઈ પ્રત્યુત્તર હકાર માં ન આપ્યો અને કહેવડાવ્યું કે જ્યાં સુધી વડતાલ ના અને ગઢડા ના કોઠારી  છે ત્યાં સુધી આ કાર્ય મારા થી થાય એમ નથી…..!

જાગા ભક્ત એકદમ ઉદાસ થઇ ગયા અને સુનમુન થઇ ગયા…….અચાનક- પોતાની નિકટ બેસેલા યજ્ઞપુરુષ દાસ સામે જોઈ બોલ્યા…..” એ કાર્ય તું ન કરે? ”  શાસ્ત્રીજી મહારાજ તો સ્થિર થઇ ગયા…એ બોલ્યા….આટલા મોટા કાર્ય માં અમારા જેવા નાના સાધુ ની શું વિસાત? અમારે તો બે પૈસા નું પોસ્ટકાર્ડ કોઠારી જોડે થી લેવું હોય તો રીતસર નું કોઠારી ને કરગરવું પડે…..ત્યારે તો એ પત્તું મળે…અને આ તો સ્વામી-શ્રીજી ની મૂર્તિઓ બેસાડવા ની મહા-વાત…!

જાગા સ્વામી દિવ્યતા માં આવી ગયા…બોલ્યા….” મને વિશ્વાસ છે કે એ તું જ કરી શકે………સ્વયમ સ્વામી અને શ્રીજી તારી મદદ કરશે…….તું આ કરે તો- તારા બધા સંકલ્પ મારે પુરા કરવા…..!  તું સંકલ્પ ન કરે તો તારી ખોટ…અને એ સંકલ્પ અમે પુરા ન કરીએ તો અમારી ખોટ….!

અને એ દિવસ- અને આજ નો દિવસ……..બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત ના ગુણાતીત જ્ઞાને નિષ્ઠ થયેલા અને મુક્તરાજ જાગા સ્વામી ના સંકલ્પ થી પૂર્ણ થયેલા શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ -પછી ક્યારેય પાછા વળ્યા નથી…અને એમણે જે કાર્યો ઉપાડ્યા એનો ઈતિહાસ સાક્ષી છે……..વડતાલ છોડ્યા ના વરસ માં તો- બોચાસણ માં અક્ષર પુરુષોત્તમ મહારાજ મધ્ય મંદિર માં બેસી ગયા….! અને એપછી તો બીજા ચાર શિખરબદ્ધ મંદિરો માં સ્વયમ શાસ્ત્રીજી મહારાજે- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને બેસાડ્યા અને બ્રહ્માંડ માં – આ સર્વોપરી સિધ્ધાંત ગુંજી ઉઠ્યો……! આજે ૯૩૦ થી વધુ વિધવાન સાધુઓ, ૧૧૦૦ થી વધુ મંદિરો અને ૩૦ થી વધુ દેશોમાં- સતસંગ ના ઝંડા…..ફરકે છે……એની પાછળ- આ સત્પુરુષો ના સંકલ્પો…ભીડા ઓ  અને અપ્રતિમ સાહસ રહેલા છે……..!

યાદ રાખો- શ્રીજી ની મરજી થી જ આ બધું થાય છે……અને થતું રહેશે….બસ- આ મરજી ને આપણે ઓળખવા ની છે…..જાણવા ની છે અને જીવવા ની છે…..!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s