Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૧૧/૦૫/૨૦૧૪

Leave a comment

“…કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે તથા પરમ પદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી……”

“…અને વળી અમે વિચારીને જોયું જે, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં; ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીનેપરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થશે….”

—————ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા પ્રથમ-૫૬, મધ્ય-૨૭————

ઉપાસના- અર્થાત “ની પાસે બેસવું” અર્થાત- ભગવાન ની નિકટ રહેવું..અથવા તો અન્ય અર્થમાં- ગુરુ ની પાસે બેસી..નિકટ રહી ..સત્સંગ કરી- ભગવાન ને જાણવા….! અને શ્રીજી ના શબ્દો માં એના સિવાય કોઈ વાત સિદ્ધ થતી નથી અને એટલા માટે જ-ઉપાસના માટે જ શ્રીજી એ ત્યાગ નો પક્ષ મોળો કરી -મંદિરો બનાવ્યા કે જેથી- ઉપાસના રહે…જીવ- ભગવાન સાથે ..ભગવાન ને પામવા સાતત્ય જાળવી રાખે. નિયમ ધર્મ પાકા રહે. અને આ જ અર્થમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે- પોતાનો અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને જગત માં પ્રવાર્તાવા -મંદિરો બનાવવા નો- અક્ષર પુરુષોત્તમ મહારાજ નું સ્થાપન કરવા નું મહાન -ગહન કાર્ય કર્યું અને આ સિધ્ધાંત-ઉપાસના ના પાયા ભૂતલે નાખ્યા…આજે ૧૨૦૦ થી વધુ શુદ્ધ ઉપાસના- અક્ષર પુરુષોત્તમ મહારાજ ના મંદિરો- આ જ બ્રહ્મ જ્ઞાન ના ડંકા દુનિયાભર માં વગાડી રહ્યા છે…..! આજ ની સભા- આ જ હેતુ ની સ્પષ્ટતા માટે હતી….!

ગયા રવિવારે હું દાદર મંદિરે – સભામાં હતો તો આજે મૂળ સ્થાને- અમદાવાદ મંદિરે સભામાં હતો. સમયસર પહોંચી ગયો -કારણ કે જીવ ને સત્સંગ નો ખપ હતો…અઠવાડિયા માં રવિવાર નો દિવસ- તન-મન-જીવ ને રીચાર્જ નો હોય છે..તો શા માટે આ મોકો ગુમાવવો? સત્સંગ ના આ બે કલાક -જીવ ને જ્ઞાન કરાવે છે કે- મૂળ કરવાનું તો આ છે…બાકી આખું અઠવાડિયું જે કર્યું એતો વેઠ હતી…..! તો ચાલો રવિસભા ની શરૂઆત કરીએ- આજના અદ્ભુત દર્શન થી….

10320441_253571868164326_8051973338832327165_n

સભા ની શરૂઆત- પુ.પ્રેમ વદન સ્વામી જેવા અત્યંત નિષ્ણાત-કર્ણપ્રિય ગાયક સંત ના સ્વરે- સ્વામિનારાયણ ધુન્ય થી થઇ….”ભજ મન સ્વામિનારાયણ નામ…..” જાણે કે અંતર માં વસી ગયું…! ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન..”મંદિરે આવો માણીગર માવા….માવા તમને ખમ્મા..ઘણી ખમ્મા..” પ્રેમ વદન સ્વામી ના મધુર કંઠે જ થયું….! ત્યારબાદ ભક્તરાજ છગન રચિત- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહિમા નું પદ…” એની મરજી વિના કોઇથી તરણું ન તોડાય….સ્વામીશ્રી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય..” પ્રેમવદન સ્વામી એ જ રજુ કર્યું અને સમગ્ર સભા જાણે કે બ્રહ્મ ભાવમાં..મહિમાભાવ માં આવી ગઈ..!

ત્યારબાદ ગાંધીનગર અક્ષરધામ માં ચાલતા આર્ષ ( AARSH) ના સંચાલક સાધુ- અત્યંત વિધવાન સંત- પુ.શ્રુતિપ્રકાશ સ્વામી એ..” શાસ્ત્રીજી મહારાજ નું કાર્ય-ઉપાસના ના ધામ-મંદિરો નું નિર્માણ” પર ઊંડાણપૂર્વક ની માહિતી સાથે નું વક્તવ્ય રજુ કર્યું……..જયારે- શાસ્ત્રીજી મહારાજ વડતાલ થી એક સર્વોપરી સિધ્ધાંત ખાતર અલગ પડ્યા ત્યારે ૪-૪ દિવસ ના ઉપવાસ હતા…ક્યાં ખવાશે? એનો વિચાર સુધ્ધા ન હતો……સાથે મુઠ્ઠીભર સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો હતા…પણ હૈયે હામ અને હરિકૃષ્ણ મહારાજ -અઢળક હતા…..બસ આ જ ઈતિહાસ ની શરૂઆત સાથે શાસ્ત્રીજી મહારાજે -માણા,પાણા ,નાણા અને દાણા વગર જ પાંચ પાંચ મંદિરો માં અક્ષર પુરુષોત્તમ મહારાજ ને સ્થાપ્યા અને જીવમાત્ર ના કલ્યાણ નો માર્ગ મોકળો કર્યો…..! જોઈએ પ્રવચન ના અમુક અંશ….

  • મંદિરો સ્થાપન પાછળ- શાસ્ત્રીજી મહારાજ નો એક જ હેતુ હતો……સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું જ્ઞાન- જન જન સુધી પહોંચાડવું…..સ્વયમ શ્રીજી-સ્વામી અને ગુણાતીત ગુરુઓ ના સંકલ્પો પુરા કરવા…..
  • પ્રથમ- બોચાસણ નું મંદિર…..ત્યારબાદ સારંગપુર નું…ગોંડલ નું અક્ષર મંદિર…..અટલાદરા નું…અને ગઢડા નું મંદિર કર્યા…જેમને સંપૂર્ણ પુરા- યોગીબાપા એ અને પ્રમુખ સ્વામી મહારાજે કર્યા…….
  • શાસ્ત્રીજી મહારાજ કહેતા કે- એમનો જન્મ જ મંદિર કરવા સારું થયો છે……અને જીવન ના છેલ્લા શ્વાસ સુધી આ જ કામ કર્યું……
  • શાસ્ત્રીજી મહારાજે -પોતાની અદ્ભુત સાધુતા અને દિવ્યતા નો આધાર લઇ ને અક્ષર પુરુષોત્તમ મહારાજ નું નામ જગ માં ફેલાવ્યું…આજે એ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ- પોતાના નાના-મોટા ૧૨૦૦ થી વધુ મંદિરો દ્વારા…૯૨૯ સંતો દ્વારા કરી રહ્યા છે…….
  • એક રસપ્રદ માહિતી- ગઢડા મંદિર ને લઇ ને મળી…….સ્વયમ ગોપાળાનંદ સ્વામી એ પોતાની વાતો- મહારાજ ની લીલા -માં કહ્યું છે કે- ગઢડા ઘેલા ના ટેકરા પર મહારાજ ને મંદિર કરવાની ઈચ્છા હતી અને મહારાજે સ્વયમ- મંદિર ની ગોઠવણી-ડીઝાઈન પણ કહી હતી…એજ વાત- દુર્ગપુરમાહાત્મ્ય અને રઘુવીરજી મહારાજ રચિત-ઉન્ન્મત્ત ગંગા માહાત્મ્ય માં પણ અંકિત છે…વર્ણવેલી છે…….અને મહારાજ ની ઈચ્છા પ્રમાણે જ શાસ્ત્રીજી મહારાજે ઘેલા નદી ના એ ટેકરા પર સંપૂર્ણ આરસ નું મંદિર કર્યું…….!

અદ્ભુત…….અદ્ભુત………બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું કદ નાનું હતું પણ એમના કાર્યો એટલા વિશાલ હતા કે ભલભલા ભડવીરો થકી ને બેસી જાય……! BAPS ને જાણવી હોય તો શાસ્ત્રીજી મહારાજ અને એના મંદિરો નો ઈતિહાસ જાણો….બધું જ સમજાઈ જાશે…….!

ત્યારબાદ- સભામાં- ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા , કિરીટભાઈ શેલત ( IAS ) અને શ્રેયસ ભાઈ પંડ્યા ( સાહિત્ય મુદ્રણાલય) નું આગમન થયું. પુ.બ્રહ્મ વિહારી સ્વામી એ મહેમાનો ના પરિચય આપતા કહ્યું કે- ભુપેન્દ્રભાઈ સત્સંગી છે અને એમના સુપુત્રે સત્સંગ માં કાર્યકર તરીકે સેવાઓ આપેલી છે. ભુપેન્દ્રભાઈ એ પોતાના પ્રવચનમાં આ જ વાત કરી. આપણી સંસ્થા દ્વારા થતા સેવા ના કાર્યો- અદ્ભુત છે..એ વાત પણ કરી. એમનું આ સભામાં આવવા નું પ્રયોજન હતું…..ભક્તરાજ કિરીટભાઈ શેલત દ્વારા લિખિત ” યુગપુરુષ પ્રમુખ સ્વામી મહારાજ” ની ૨૦૧૪ -ની નવી આવૃત્તિ નું લોકાર્પણ કરવું…….કિરીટભાઈ એ- પોતાના લંડન મંદિર ની મુલાકાત બાદ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન વિષે લખવા નું વિચાર્યું. મૂળ ઉમરેઠ ના- અને શ્રીજી મહારાજ ના સમય થી સત્સંગી કુટુંબ ના વારસ- કિરીટભાઈ નો સમગ્ર પરિવાર- અત્યંત બુદ્ધિજીવી અને સત્સંગ ને સમર્પિત છે. કિરીટભાઈ એ પોતાના- અહોભાવ અને અનુભવ-પ્રમુખ સ્વામી મહારાજ વિષે વર્ણવ્યા……અદ્ભુત હતા……! જુઓ બુક…..

10270559_673546326016672_6309761363848589888_n

મેં આ બુક ખરીદી છે…અને સર્વે હરિભક્તો ને પ્રાર્થના છે કે- આ પુસ્તક જરૂર ખરીદવું…..આપણી નિષ્ઠા ને…બાપા ના મહિમા ને જરૂર મજબુત કરશે…દ્રઢ કરશે…….

સભાને અંતે અમુક જાહેરાતો થઈ…..

— આવનારા રવિવાર ની સભા- “સ્નેહી ના સથવારે” વિશિષ્ટ સભા છે…….જેમાં વિદ્વાન સંતો- કથાવાર્તા નો લાભ આપશે…..જરૂર- લાભ લેવો..લેવડાવવો……..

તો- આજની સભા શુદ્ધ ઉપાસના ની હતી…….મંદિર માહાત્મ્ય ની હતી…અને સત્પુરુષ ની દિવ્યતા…સાધુતા અને અપ્રતિમ ભક્તિ અને હિમ્મત ની હતી…….! બસ- જીવવું તો શ્રીજી-સ્વામી અને સિદ્ધાંત માટે જ……

જય સ્વામિનારાયણ…..

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s