Raj Mistry's world

Me,my stories and world around….

BAPS વિશિષ્ટ રવિસભા-૧૮/૦૫/૨૦૧૪

Leave a comment

પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે;

જાતિ વરણ ને રૂપે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે… 0પ્રેમીજન 

પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે;

પ્રેમીના પ્રસંગ માં જે શીશ સોંપે, તે જન પ્રેમી થાય રે… 0પ્રેમીજન 

પ્રેમની  વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવ લીધી રે;

સમજીને શુકમુનિએ રસને છપાડ્યો, મોક્ષની રીત કહી દીધી રે… 0પ્રેમીજન 

વ્રજ વનિતાના પ્રેમની આગે, ઉડ્યા કોટિ કબીરા રે;

મુક્તાનંદ એ પ્રેમનો મારગ, સમજે તે સંત સુધીરા રે… 0પ્રેમીજન

 ————મુકતાનંદ સ્વામી————-

આજ ની સભા વિશિષ્ટ હતી કારણ કે આજ ની સભા “સ્નેહી ને સથવારે” હતી…..આ ” સ્નેહ..”પ્રેમ”..”હેત” શબ્દો અદ્ભુત છે……આ શબ્દો એ શ્રીજી ના રાજીપા ની કુંચી છે…..જે ભગવાન ને સાચા હૃદય થી ચાહે છે……એને શ્રીજી પણ અઢળક ચાહે છે…! ઉપર નું પદ મારું પ્રિય પદ છે……તમે તપ નહિ કરો તો ચાલેશે….જપ નહિ કરો તો ચાલશે…પણ પ્રેમ નહિ કરો તો- શ્રીજી નહિ રીઝે…..! ભક્તો ના પ્રેમ ની ખાતિર તો એ તુલસી ને પાંદડે તોલાય છે તો સુકો રોટલો પણ ખાઈ ને અક્ષરધામ આપે છે……! ભક્તિ  મારગ ની આ તો વિચિત્રતા છે……જ્યાં મોટા મોટા જ્ઞાનીઓ ગોથા ખાય છે ત્યાં ત્યાં નરસૈયા જેવા ભક્તો…..દાદા ખાચર જેવા ભક્તો એક લટકા માં શ્રીજી ને પામે છે….!

આજે ગરમી અસહ્ય હતી..અમદાવાદ જાણે કે તવા પર હતું અને આશા ના નામ પર દુર દુર કાળા વાદળો દેખાતા હતા……પણ એકવાર મંદિરે પહોંચ્યો એટલે કે- બધો સંતાપ….ગરમી ના કંટાળા- હરિ ના દર્શન થી ઠંડી છાલક માં ફેરવાઈ ગયા…….ચંદન માં લપેટાયેલા હરિકૃષ્ણ મહારાજ કે અદ્ભુત શોભા માં દીપતા ઘનશ્યામ મહારાજ…..જુઓ અને દર્શન કરો તો ખબર પડે….! રવિસભા એમણે એમ કઈ આત્મ સભા નથી……અહી બધું જ છે…! તમે પણ કરો દર્શન….

10376323_255476737973839_4798309088969861737_n

10308405_255476784640501_9171403508815432212_n

સભાની શરૂઆત પુ.કૃષ્ણચરણ સ્વામી દ્વારા મધુર સ્વરે ગવાતી સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..ત્યારબાદ તેમણે જ કીર્તન ની રમઝટ બોલાવી……” તમે મારા થયા..હું તમારો થયો…આવો આવો સહજાનંદ સ્વામી…”રજુ થયું….સત્ય વચન….સત્ય શબ્દો…..! ભગવાન ને પામતા પહેલા ભગવાન ના થવું પડે……અને એક વાર થયા પછી કોઈ ખામી ન રહે…એ પણ બ્રહ્મ સત્ય..!  ત્યારબાદ રજુ થયેલું પદ….”આવો મારા મીઠડા બાલમા…” પણ અદ્ભુત હતું.

ત્યારબાદ પુ.આત્મસંતોષ સ્વામીએ – ભક્તિ ના અદ્ભુત પ્રકાર- નવધા ભક્તિ પર પ્રવચન રજુ કર્યું……નવધા ભક્તિ- કદાચ એવો પ્રકાર છે કે જેમાં શ્રીજી ના રાજીપા ની બધી વાતો છે……નવધા ભક્તિ એટલે… શ્રીજી ની  નવ પ્રકારની ભક્તિ : કથાશ્રવણ, ગુણકીર્તન, નામસ્મરણ, પાદ-સેવન, અર્ચન (ચંદન વગેરેથી પૂજન), વંદન, દાસ્ય (દાસપણે – ગુલામભાવે વર્તવું), સખ્ય (મિત્રભાવ) અને આત્મનિવેદન (સર્વસ્વ અર્પણ કરવું, દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખવા)……..આ પ્રકારો સાથે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના  જીવન ના વિવિધ  પ્રસંગો ને જોડ્યા….ત્યારે સમજાયું કે- પ્રમુખ સ્વામી મહારાજ ની પાસે શ્રીજી અખંડ કેમ છે?  કદાચ ….કદાચ…પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ની એક પલ પણ એવી નહિ હોય કે જેમાં શ્રીજી સાથે ન હોય…..એમની ભક્તિ સાથે ન હોય..એમનું સ્મરણ સાથે ન હોય..!  ધન્ય ધન્ય આ આયખા ને કે આવા ગુરુ આપણ ને સાક્ષાત મળ્યા…..! 

ત્યારબાદ- સ્વામીશ્રી ની પરાભક્તિ દર્શાવતો એક વિડીયો બતાવવા માં આવ્યો……..૯૩ વર્ષ ની ઉમર- અત્યંત નાજુક સ્વાસ્થ્ય પર ભક્તિ નું તેજ…..અદ્ભુત…અદ્ભુત…..! એક શ્રીજી ને જ નીરખવા ની ઝંખના…..! કોઈ નાસ્તિક આ જુએ તો એ પણ આસ્તિક થઇ જાય..!

ત્યારબાદ પુ.ઈશ્વરચરણ સ્વામી એ ” જીવન માં શ્રદ્ધા..ભક્તિ ની મહત્તા” વિષય પર પ્રસંગોપચિત પ્રવચન કર્યું…જોઈએ એના અમુક અંશ….

 • શિક્ષાપત્રી માં શ્રીજી કહ્યું છે કે- મનુષ્ય ગમે તેટલો વિધવાન કેમ ન્હોય પણ ભક્તિ- અધ્યાત્મ વગર એ શૂન્ય છે……
 • સ્વયમ શ્રીજી એ -ભક્તિ-ઉપાસના કાયમ રહે તે માટે ત્યાગ નો પક્ષ મોળો કરી ને મંદિરો કરાવ્યા..શાસ્ત્રો- સંતો કર્યા…….
 • સાચી- શુદ્ધ -પરમ ભક્તિ એ ગુણાતીત સંત ના સમાગમ થી જ આવે……અને શુદ્ધ ભક્તિ વગર કલ્યાણ શક્ય નથી…એ યાદ રાખવું…
 • ભક્તિ- એટલે કે ભગવાન નો અનન્ય આશરો…દ્રઢ આશરો…….અને આ આશરો- ભગવાન ને ઓળખ્યા પછી- માત્ર એમના દિવ્ય ચરિત્રો માં જ નહિ પણ પ્રાકૃત ચરિત્રો માં પણ આવે……..કાયમ રહે..દ્રઢ રહે…..
 • વચનામૃત ગઢડા અંત્ય ૩૫ માં કહ્યા મુજબ- શ્રીજી ને – માંન -હઠ-ઈર્ષ્યા સહેજે ગમતા નથી……આ ત્રિદોષ- મનુષ્ય ને ભક્તિ માં થી પાડે છે…..પતન કરાવે છે…..ભક્તિ કરવી હોય તો- માન-હઠ- ઈર્ષ્યા છોડવા પડે…….
 • ભક્તિ માટે જરૂરી છે- અનન્ય દાસત્વ ભાવ…….આત્મ નિષ્ઠા…….અહં શૂન્યતા…….
 • અને ભક્તિ ની સર્વોપરી સીમા છે…અક્ષર રૂપ થઇ ને ભક્તિ કરવી……પુરુષોત્તમ ને સેવવા…! એ જ કલ્યાણ નો માર્ગ છે…..

સભાને અંતે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું સમૂહ ગાન થયું……..અને સમગ્ર સભા -જાણે કે એક બની ગઈ- અક્ષર સભા બની ગઈ…..અને છેલ્લે અમુક જાહેરાતો થઇ…

 • “નિત્યગાન ” નામ ની  એમપીથ્રી બહાર પડી છે…….પ્રભાતિયા થી લઈને- શયન પદ સુધી ના   બધા પદ નો અદ્ભુત સંગ્રહ છે- મેં ખરીદી છે…..તમે?
 • 10347506_676719162366055_7471671380861602337_n
 • મુખવાસ- પાન પ્લસ – બહાર પડ્યો છે- એ પણ મેં ખરીદ્યો છે……સ્વાદિષ્ટ લાગ્યો…..સાથે સાથે “સુંઠ ચૂર્ણ” બહાર પડ્યું છે……કેરી ની સીઝન છે- એમાં આનો ઉપયોગ થઇ શકે- એવું મારું માનવું છે……
 • ગયા રવિવારે- અને આ રવિવારે કાર્યકરો ની સ્પર્ધા હતી- અમદાવાદ ક્ષેત્ર અને ગુજરાત ક્ષેત્ર- માં આપણા શાસ્ત્રો ના મુખપાઠ- પ્રવચન- વર્ણન પર આધારિત આ સ્પર્ધા ના વિજેતા ઓ નું બહુમાન થયું…….

તો બસ- ભક્તિ કરતા રહો……..એ પણ પ્રેમધા…….નવધા……..! સાચું સુખ તો એ જ છે……એ સમજ્યા સિવાય શ્રીજી ની પ્રાપ્તિ શક્ય નથી જ….! ચાલો જગત ના નાથ ને શયન પદ સાથે- ચેષ્ટા ના પદ સાથે પોઢાડી એ….. ” પોઢો પોઢો સહજાનંદ સ્વામી……”

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s