Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ વરણી દિન પ્રતિક રવિસભા-૦૧/૦૬/૨૦૧૪

1 Comment

” હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે, મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને , મારા દેહ ની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી, આપનો કૃતકૃત્ય બનીશ. આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાન રૂપી બગીચો ખીલવ્યો છે ,તેની પુરતી રીતે અભિવૃદ્ધિ થાય ,તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી ,સેવા કરી ,સમગ્ર સત્સંગ ના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું ….તે આપશ્રી પૂર્ણ કરશો…”

— સાધુ નારાયણસ્વરૂપ દાસ- પોતાની “પ્રમુખ” તરીકે નિમણુંક થઇ -એ સમયે પોતાના ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ને ઉચ્ચારી ને- સ્થળ આમલી વાળી પોળ- અમદાવાદ- ૨૧/૦૫/૧૯૫૦-જેઠ સુદ પાંચમ —-

ઉપરોક્ત પ્રતિજ્ઞા કે પ્રાર્થના- એક ગુણાતીત સત્પુરુષ દ્વારા કહેવાઈ છે……..સ્વયમ પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ- શાસ્ત્રીજી મહારાજ ને કરેલી પ્રાર્થના છે…….એનો એક એક શબ્દ- સાધુતા ની પરમ સીમા ને સ્પર્શ કરે છે…….ત્યાગ, સાધુતા, દાસત્વ….નિર્માની પણું…..તેજસ્વીતા…..મુત્સદ્દી પણું…ધ્યેય સ્પષ્ટતા……..વગેરે વગેરે……અનેક ગુણો- ના -સદગુણો ના ભંડાર એવા પ્રમુખ સ્વામી મહારાજ ના આ વચનો છે.  પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે થી ગાદી સ્વીકારતા શ્રીજી એ જે વરદાનો માંગેલા- એની આછી પાતળી -પણ દ્રઢ છબી- ઉપરોક્ત વચનો માં દેખાય છે…..અને કેમ ન દેખાય….?? સ્વયમ શ્રીજી જ જેના માં રહી ને કાર્ય કરતા હોય- પછી ફેર શાનો?????  અને ઉપરોક્ત વચનો- આજે સ્વામીશ્રી એ શબ્દેશબ્દ જીવી ને પાળ્યા છે……પોતાનું વચન સિદ્ધ કર્યું છે……તો આજની સભા – આ પ્રમુખ વરણી દિન ની પ્રતિક સભા હતી……!

અમદાવાદ માં ગરમી નો પારો આજે ૪૪-૪૫ ડીગ્રી વચ્ચે હતો પણ અનુભવ ૪૭-૪૯ ડીગ્રી નો થઇ રહ્યો હતો. તો સામે- આપણે પણ પાકા અમદાવાદી અને પાકા સત્સંગી- સામે ચાલી ને મળતો લાભ છોડતા હશું???? તો- ગઈ રવિસભા ચુકી જવાઈ હતી- એ યાદ રાખી ને આજની સભા માં સમયસર પહોંચી ગયો.  સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન……….અપ્રતિમ …અવિસ્મરણીય દર્શન…….

10354626_259302847591228_2643250803605974696_n

10382144_259302810924565_328800131445653795_n

સભાની શરૂઆત- સંતો દ્વારા ધુન્ય- “પ્રેમે પ્રેમ થી બોલો સ્વામિનારાયણ ભગવાન…..” રજુ થઇ….અને જાણે કે બધા એમાં સહજ જ જોડાઈ ગયા…..ત્યારબાદ રજુ થયેલા કીર્તનો- ” ભૂલીશ હું જગત ની માયા….નહિ ભૂલું તમને…..” અને …” વાલમ વધામણા હો….સ્વામી ને હર્ષે વધાવીએ……” પણ અદ્ભુત હતા. ત્યારબાદ- પ્રમુખ સ્વામી મહારાજ ના વિચરણ નો અદ્ભુત વિડીયો રજુ થયો………ડાંગ ના આદિવાસીઓ થી લઈને- ન્યુયોર્ક ના હરિભક્તો સુધી- સ્વામીશ્રી દેહ ની પરવા કર્યા વગર સતત વિચર્યા છે…….પોતાના ગુરુ ને આપેલું વચન પાળ્યું છે……!

ત્યારબાદ તાજેતર માં જ બે માસ નો આફ્રિકા ધર્મ પ્રવાસ કરી ને આવેલા વિદ્વાન સંત- પુ.વિવેક્જીવન સ્વામી એ – આફ્રિકા માં – પ્રમુખ સ્વામી મહારાજે કેવા હરિભક્તો તૈયાર કર્યા છે? એ જણાવ્યું……જોઈએ સારાંશ….

  •  આફ્રિકા માં સત્સંગની શરૂઆત – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને સદગુરુ નિર્ગુણ દાસ સ્વામી એ કરી- તો યોગીબાપા એ આફ્રિકા ની ધરતી ને પાવન કરી ને હરિમંદિરો સ્થાપ્યા…..તો પ્રમુખ સ્વામી મહારાજે – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને આફ્રિકા ના ખૂણે ખૂણા સુધી પહોંચાડ્યો- મજબુત કર્યો….
  • જોહાનિસબર્ગ ના હરિભાઈ-લાલભાઈ…પુજારી ગ્રુપ હોય……જનક મેહતા હોય ….. હોય કે રસ્તન બર્ગ ના રોશનભાઈ……..પ્રમુખ સ્વામી મહારાજ ની સાધુતા-દિવ્યતા ને કારણે- આજે સત્સંગ માં એક પ્રસિદ્ધ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે……..
  • ધવલ પટેલ- કે જે આફ્રિકન એર લાઈન્સ માં કો-પાયલોટ છે- તેમણે પ્રમુખ સ્વામી મહારાજ ના રાજીપા ખાતીર- અજાણ્યા દેશ-કઠીન નોકરી માં પણ પોતાના નિયમ ધર્મ ને સાચવી રાખ્યા છે……અને દ્રઢ પણે- શ્રીજી સ્વામી ને પોતાના જીવન માં વણી લીધા છે……
  • તો શીખવા નું આ છે- સત્સંગ ને દ્રઢ કરવો-કરાવવો……અને જે સત્સંગ માં દ્રઢ રહે છે- તેની સાથે સ્વામી-શ્રીજી સદાયે રહે છે………

ત્યારબાદ આ પોસ્ટ ની શરૂઆત માં લખેલી – પ્.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રતિજ્ઞા ને વિડીયો દ્વારા -સમગ્ર સભા ને સાથે જોડી ને – પુનઃ પ્રસારિત કરવામાં આવી……..

સભાને અંતે અમુક જાહેરાતો કરવામાં આવી…….

  • આવતીકાલે સવારે ( સમય- મંદિર માં પૂછી કન્ફર્મ કરી લેવો) જે તે વિસ્તાર અને – શાહીબાગ મંદિરે થી આમલી વાળી પોળ સુધી પદયાત્રા છે…….
  • આવતી રવિસભા- શ્રીજી મહારાજ ના સ્વધામ ગમન- ની સ્મૃતિ માં- વિશિષ્ટ સભા છે……અચૂક લાભ લેવો……..
  • અક્ષર પીઠ દ્વારા અંગ્રેજી માં – વિદ્વાન સંતો દ્વારા લિખિત ૪૬ લેખો નો સંગ્રહ- turning point-2 પ્રગટ થયો છે…….સાથે સાથે આદર્શ જીવન સ્વામી રચિત બે પુસ્તકો પણ પ્રગટ થયા છે…….
  • બાળમંડળ ના ક્રિકેટ મેચ ના વિજેતા ખેલાડી ટીમ નું સન્માન ટ્રોફી દ્વારા થયું…….

તો- બસ આજની સભા- આપણા ગુરુ પર ગર્વ કરવા ની હતી…….આપણા આયખા ને ધન્ય કરવા ની હતી કે -સદેહે- પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ ના દર્શન થયા…….

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

One thought on “BAPS પ્રમુખ વરણી દિન પ્રતિક રવિસભા-૦૧/૦૬/૨૦૧૪

  1. Thankyou

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s