Raj Mistry's world

Me,my stories and world around….

BAPS શ્રીજી મહારાજ સ્વધામગમન તિથી-રવિસભા-૦૮/૦૬/૨૦૧૪

1 Comment

“મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહિ. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે, ‘પુરુષોત્તમ કેમ જાણવા ? ને બ્રહ્મરૂપ કેમ થવાય ?’ ત્યારે કહ્યું જે, ‘મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.’ તે ઉપર  મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમુંને વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું ? એ તો સર્વોપરી જ છે એમ સમજવું, અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.’ તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.’

—— અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૩/૧૨——

આજે જયેષ્ઠ સુદ દશમી- અને આજની તિથી એ જ આજ થી ૧૮૪ વર્ષ પહેલા – ગઢડા -દાદા ખાચર ના દરબાર માં -વિક્રમ સંવંત ૧૮૮૬ માં- શ્રીજી મહારાજ આ પૃથ્વી પર થી અંતર્ધ્યાન થયા પણ ભક્તો ને વચન આપતા ગયા- કે અમે સદાયે પ્રગટ રહીશું………છતે દેહે જેટલા કાર્ય કર્યા છે-એના થી અનંત ગણા વધારે પ્રગટ પ્રમાણે કરીશું………!આજે જુઓ- શ્રીજી પ્રગટ પ્રમાણ જ છે……અને સ્વામિનારાયણ સંપ્રદાય આજે દિગંત માં ડંકા વગાડી રહ્યો છે………સદાયે ચેતન વંત……સદાયે નવપલ્લિત જ છે……અને રહેશે…….! કવીશ્વર દલપત રામ જેવા મૂર્ધન્ય કવિ- શ્રીજી નું એક લટકું…પળભર ના દર્શન અને બોલ…..સિત્તેર સિત્તેર વર્ષ પછી પણ ભૂલી ન શકતા હોય તો- આપણ ને તો શ્રીજી પ્રગટ પ્રમાણ મળ્યા છે…….તો કેમેય વિસરાય?????? આપણા ધન્ય ધન્ય ભાગ્ય……કે જન્મજન્માંતર ની તપશ્ચર્યા……પ્રતીક્ષા પછી……આવો સર્વોપરી સત્સંગ……સર્વોપરી સત્પુરુષ……સર્વોપરી સિધ્ધાંત અને સર્વોપરી ભગવાન છતે દેહે મળ્યા……!એ જ પ્રમાણ છે- કે શ્રીજી ક્યાય દુર નથી……અહી જ છે……અહી જ છે……અહી જ છે……….! બસ એ બ્રહ્મ સત્ય ની સત્પુરુષ થકી પ્રતીતિ કરવા ની છે…….! આજની સભા આ પ્રતીતિ માટે ની જ હતી. 

હું હમેંશ ની જેમ સમયસર પહોંચી ગયો….અસહ્ય ગરમી પણ મને ન રોકી શકી અને બીજા હજારો હરિભક્તો પણ રવિસભામાં આ ગરમી ને મ્હાત કરી ને આવ્યા હતા……કારણ કે- રવિસભા- આત્મા ને જે “ઠંડક” આપે છે ..શ્રીજી નું અતિ સુખ આપે છે- એવું બીજે ક્યાંય નથી……! તો ચાલો શરૂઆત કરીએ- શીતળ..આહલાદક દર્શન થી….

10371498_261036620751184_5078384270349111813_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું- ત્યારે યુવકો ના મધુર સ્વરે- ખુબ જ સુંદર ઢાળ માં – સ્વામિનારાયણ ધૂન થઇ રહી હતી…હૃદય નો પ્રત્યેક તાર જાણે કે એમાં જ જોડાઈ ગયો…..ત્યારબાદ ” શ્રીહરિ જય જય જયકારી…….” રજુ થયું અને ત્યારબાદ સંતો ના સ્વરે – પ્રેમાનંદ સ્વામી નું અદ્ભુત પદ- શ્રીજી ના વચનો….”બોલ્યા શ્રીહરિ રે……….” રજુ થયું…..! જો આ પદ ના એક એક શબ્દ પર ધ્યાન આપવામાં આવે તો -જીવ ને “શ્રીજી” ના મહિમા સમજાઈ જાય..!

ત્યારબાદ – વિધવાન સંત પુ. શ્રીહરિ સ્વામી એ ” શ્રીજી મહારાજ ની સર્વોપરિતા- સંપ્રદાય ના ગ્રંથો ને આધારે” વિષય પર રસપ્રદ પ્રવચન કર્યું…..જોઈએ સારાંશ…..

 • કોઇપણ સંપ્રદાય ના બે પ્રકાર ના ગ્રંથ હોય…૧. સદસ્ય ગ્રંથ( જે સંપ્રદાય ના વિસ્તાર માટે હોય)  ૨. રહસ્ય ગ્રંથ- ( જે સંપ્રદાય ના સિદ્ધાંતો /સંપ્રદાય ની મજબૂતાઈ માટે હોય) – આપણા સંપ્રદાય માં શિક્ષાપત્રી છે એ સદસ્ય ગ્રંથ છે…તો વચનામૃત છે- એ રહસ્ય ગ્રંથ….
 • વેદો-શાસ્ત્રો કહે છે કે- અવતારો અસંખ્ય થયા છે અને થશે…..પણ આ અવતારો માં- શ્રીજી ને સર્વાવતારી જાણવા ની જરૂર શી છે? તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતો (૩/૧૨) માં કહે છે કે- “મહારાજ ને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામ ન જવાય….” માટે- શ્રીજી નું સર્વોપરી જાણવું અનિવાર્ય છે….
 • શ્રીજી ના સર્વોપરી પણા અંગે- તેમના પરમહંસો- નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ની દલીલો- અંગે નો પ્રસંગ જગજાહેર છે……આપણે પણ – નિત્યાનંદ સ્વામી જેવી દ્રષ્ટિ અને સમજણ કેળવવા ની છે….
 • વચનામૃત ગઢડા- અંત્ય ૩૮, મધ્ય -૧૩ જેવા અનેક વચનામૃત છે- કે જેમાં શ્રીજી એ પોતાના સર્વોપરી પણા નો ઉલ્લેખ કર્યો છે….
 • આ સિવાય- શતાનંદ મુની દ્વારા રચિત- સત્સંગિજીવન અને એના સંસ્કૃત સ્વરૂપ – શ્રીહરિ વાક્ય સુધા સિંધુ અને તેના પર ટીપ્પણી /ટીકા ઓ માં પણ અંત્ય -૨ વચનામૃત ની ટીકા માં- આ જ વાત છે……
 • ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ની વાતો- માં તો ખુલ્લેઆમ- આ સર્વોપરી પણા નો ઉલ્લેખ છે…..અવતાર-અવતારી વચ્ચે નો ભેદ અહી સ્પષ્ટ છે….
 • અચિન્ત્યાનંદ બ્રહ્મચારી રચિત- શ્રીહરિ લીલાકલ્પતરુ  માં લગભગ ૩૩૦૦૦ સંસ્કૃત શ્લોકો માં સર્વોપરી પણા ની વાતો છે…….એમાં એ પ્રસંગ નો પણ ઉલ્લેખ છે કે જેમાં- નડિયાદ માં- શ્રીજી ની આજ્ઞા થી અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી એ – શ્રીજી ના સર્વોપરી પણા ના લક્ષણ સાબિત કરતા- ૧૩ લક્ષણો દર્શાવ્યા હતા…….શ્રી દુર્ગપુરમાહાત્મ્ય- માં પણ આ જ વાત છે…જેમાં મૂળ સારીંગ ગામ ના પરમહંસ રામદાસ સાધુ એ- પોતાના અંતકાળે- સર્વ સંતો-હરિભક્તો ને શ્રીજી ના સર્વાવતારી- સર્વોપરી પણા ની વાત કરી હતી…..શ્રીહરિ લીલા કલ્પતરુ ને તો મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પોતાના – હૈયા નો ગ્રંથ” કહેતા…..
 • આ સિવાય- ભક્ત ચિંતામણી માં પણ- શ્રીજી – જીવ માત્ર ના દોષો ને દુર કરે છે….અને જીવ ને ઉચ્ચ સ્થિતિ આપે છે- એ વાત પર પોતાનું સર્વોપરી જણાવ્યું છે….તો રૂગનાથ ચરણ દાસ કૃત- શ્રીહરિ ચરિત્ર ચિંતામણી- પ્રકરણ-૬ માં- પણ અવતાર-અવતારી નો ભેદ દર્શાવ્યો છે….
 • વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશ -માં પણ શ્રીજી ના સર્વોપરી- સર્વાવતારી પણા નો ઉલ્લેખ છે….
 • શ્રીજી માહાત્મ્ય  ની આ ગહન વાતો- એમ ને એમ સમજાતી નથી- પણ સત્પુરુષ થકી જ સમજાય છે…….

અંતે એક અદ્ભુત વિડીયો રજુ થયો- શ્રીજી ના સર્વોપરી પણા ના લક્ષણો- સમાધિ – એક સાથે ૫૦૦ પરમહંસો ને દીક્ષા વગેરે પર “ઘનશ્યામ ચરિત્ર” એનીમેશન મુવી ક્લિપ્સ દ્વારા અને પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રસંગોપચિત પ્રવચન દ્વારા- અદ્ભુત નિરૂપણ થયું…….

સાથે સાથે સભાને અંતે- બાળમંડળ દ્વારા – અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત – નું સમૂહ ગાન પણ રજુ થયું……

10442334_687198727984765_1153149844821409085_n

તો યુવક-યુવતી- આંતરરાજ્ય પરિષદ અને સત્સંગ પરીક્ષા માં ઉતીર્ણ – વિજેતાઓ નું સન્માન પણ થયું…..

તો- આજની સભા- શ્રીજી ને નામ હતી…….બસ એ જ શ્રીજી ના ચરણો માં પ્રાર્થના કરવાની કે- તેમના સ્વરૂપ ને સમજવા ની શક્તિ- સમજણ- હિંમત અને સત્પુરુષ નો સાથ આપે…..

જય સ્વામિનારાયણ

રાજ

 

Advertisements

One thought on “BAPS શ્રીજી મહારાજ સ્વધામગમન તિથી-રવિસભા-૦૮/૦૬/૨૦૧૪

 1. Thanks raj for your to much work

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s