Raj Mistry's world

Me,my stories and world around….

આવું કેમ???

1 Comment

ઉનાળો એની ચરમસીમા એ અને આપણી મુશ્કેલીઓ પણ….! ગયા અઠવાડિયા ના બે “ખાટા” અનુભવ……..સોચ-સમજ કે ફેસલા કરના…….કે કંપનીઓ ના નાટક કેવા હોય છે??? અને સર્વિસ? એ વળી કઈ બલા નું નામ છે????

“ખાટો” અનુભવ-૧-

——————————–

 

વાત કરીએ તાતા કંપની ની………તાતા કંપનીઓ આમ તો એમની સર્વિસ- કસ્ટમર કેર માટે પ્રખ્યાત છે……એમનો ઈલેક્ટ્રોનિક ધંધો કરતો ભાગ છે-Tata Croma –  ક્રોમા…..ક્રોમા સ્ટોર – નમી-બેનામી -મહા નામી કંપની ઓ ના સંસાધનો રાખે છે…..અને સાથે સાથે પોતાની ઈલેક્ટ્રોનિક ની બ્રાંડ- ક્રોમા ના પંખા, એસી થી લઈને- ઘણી બધી વસ્તુ ઓ વેચે છે. ફેબ્રુઆરી માં મેં એક બોક્ષ ફેન અર્થાત -બંધ બોડી નો પંખો લીધેલો…..ઉનાળો શરુ થયો એટલે પંખો  પણ શરુ..! પણ માત્ર ૧૦-૧૫ દિવસ ના વપરાશ પછી- પંખા ભાઈ- ગરમી સામે હારી ગયા…અને સજ્જડ ચોંટી ગયા…! આપણે ભર ઉનાળે ઝલાઈ ગયા..! કરવું શું? તો- વોરંટી યાદ આવી અને -હિમાલય મોલ માં- ક્રોમા સ્ટોર પર જવામાં આવ્યું……હવે શરુ થઇ ખરી મજા…! ત્યાના કહેવાતા કસ્ટમર કેર- સર્વિસ ના માણસ ને મળ્યો…ભાઈ કહે- અમારે ત્યાં કોઈ ટેકનીશીયન નથી- આથી- ટેકનીશીયન આવશે- પંખો ચેક કરશે- ત્રણ-ચાર દિવસ લાગશે…!

સવાલ- ૧) આટલો મોટો સ્ટોર- અને હાજર માં એક પણ ટેકનીશીયન નહિ?   અર્થાત- આપણે નોકરી નો અમુલ્ય સમય બગાડી- પંખો આપવા જવાનું…પછી લેવા જવાનું…..! આપણે કઈ સદી માં જીવી રહ્યા છીએ?

સવાલ -૨) આવવા જવાનું પેટ્રોલ/ ભાગમભાગી/સમય ની બરબાદી……કોણ આપશે? કલાક – બે કલાક માં- કોઈ તારણ ન આપી શકાય? મને એ મહાશય કહે- ઉતાવળ હોય તો એસ.જી. હાઇવે પર અમારું સર્વિસ સેન્ટર છે- ત્યાં જાઓ….! કરો વાત…!

સવાલ-૩) જો- ક્રોમા બ્રાંડ નો પંખો- ૧૦-૧૫ દિવસ ના વપરાશ થી બંધ થઇ જતો હોય તો- એની ક્વોલીટી નું શું? અને ધારો કે મને એના થી સંતોષ ન હોય તો- એને ક્રોમા વાલા રિપ્લેસ કેમ ન કરી આપે? શા માટે મની -બેક ની સીસ્ટમ નથી?

ખાટો અનુભવ-૨

———————-

ઉનાળો આવ્યો- એટલે એસી પણ ચાલુ…….મારા ત્યાં electrolux  કંપની નું એસી છે…….મને કુલીંગ ઓછું લાગ્યું- એટલે કસ્ટમર કેર માં ફોન કર્યો……અને કહ્યું કે ટેકનીશીયન ને મોકલો…..સાથે સાથે – વિનંતી પણ કરી કે- કયા સમયે આવવું? પણ જુઓ તો એમનો રિસ્પોન્સ…….૪૮ કલાક માં- સર્વિસ આપવા ની ઓફીસીયલ- જાહેરાત કરનાર- કંપની- મારી વિનંતી પછી પણ- આજે ૪ દિવસ થયા………હજુ- કોઈ માણસ સર્વિસ કરવા આવ્યો નથી…….કે કોઈ ફોન સુધ્ધા આવ્યો નથી…….હવે…

સવાલ-૧) જો- નિયમ ૪૮ કલાક નો હોય- તો ૪ દિવસ અર્થાત- ૯૬ કલાક પછી પણ સર્વિસમેન નથી આવ્યો….કેમ?

સવાલ-૨) કસ્ટમર ને ત્યાં સર્વિસ- સોલ્વ થઇ છે કે નહિ…..એ વાત ની કંપની- ફોલો અપ કેમ નથી કરતી? શું કામ કરવા નો આ જ રસ્તો છે? કમસેકમ કસ્ટમર ને ફોન કરી ને તો કહી શકાય ને????

સવાલ-૩) મારી ખાસ વિનંતી નું શું? બસ- માત્ર વાતો ના વડા કરવા જ સર્વિસ સીસ્ટમ હોય છે?

 

સારાંશ- આજ પછી-

——-કોઈ Tata croma ની કોઈ વસ્તુ ખરીદવા માં નહિ આવે……અને ક્રોમા-બ્રાંડ ની કોઈ વસ્તુ તો ભૂલ થી એ લેવા માં નહિ આવે….એ પાકું…..

—— એસી હોય કે ફ્રીજ…….એની બેક અપ સર્વિસ કેવી છે…..? એ જુઓ- પછી જ લો………બાકી નામ બડે- દર્શન ખોટે- જેવું થશે….!

—- સર્વિસ માટે- પોતાના હક માટે- છડેચોક- ખુલ્લેઆમ – આઠો જામ લડવા માં આવશે………

જાગતા રહો……

રાજ

 

One thought on “આવું કેમ???

  1. મારે વ્હર્લપુલ’નું એ.સી છે અને મેં જયારે કસ્ટમર કેર’માં સર્વિસ નોંધાવી ત્યારે તેઓએ મને 24 કલાકનું કહ્યું . . . જયારે 24 કલાક થઇ ગયા ત્યારે મેં ફરી ફોન કર્યો અને તેઓએ નવેસર’થી વ્યાખ્યા માંડી કે એક ટેકનીશીયન 8 કલાક કામ કરે તેથી 8 ગુણ્યા 3 = 24 ! મતલબ કે તમને સર્વિસ ત્રણ દિવસમાં મળશે !!! તે બાદ અઠવાડિયું થઇ ગયું , હજુ કોઈ આવ્યું નથી અને એ.સી પણ જાતે જ ઠીક થઈને મસ્ત ચાલવા માંડ્યું છે 😉

    એ.સી’માં ડાઈકિન / મીત્શુબીશી સારા આવે છે [ અને મોંઘા પણ ! ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s