Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૧૫/૦૬/૨૦૧૪

1 Comment

      “અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મૂવાટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે; તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે………….

અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી.

અને અંતરમાં એમ વિચાર રહે છે જે, ‘આપણ તો દેહ થકી પૃથક્ આત્મા છીએ પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્માને વિષે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં ! તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ………….

આ જીવને વિષે રજ, તમ આદિક જે રૂપું ભળ્યું છે, તેને ગાળીને કાઢી નાંખવું ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહીં. એવી રીતના વિચારમાં અમે રાત-દિવસ મંડ્યા છીએ…………..”

———————————————————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા મધ્ય ૫૫

આજની રવિસભા -શ્રીજી ના “મન” ની સભા હતા. જગત નો નાથ જયારે પોતાના અંતકરણ ની વાત કરી ને ભક્તો ને કલ્યાણ નો સહજ માર્ગ બતાવતો હોય ત્યારે બાકી શું રહે??? ગીતામાં વર્ણવેલા સાંખ્યયોગ ની આ વાતો- શ્રીજી ના જીવન ચરિત્ર માં સ્પષ્ટ દેખાય છે….બધી લીલાઓ વચ્ચે પણ – માયા પ્રત્યે સદા ઉદાસીનતા…..સહજ ઉદાસીનતા- એક જ ધ્યેય દર્શાવે છે કે શ્રીજી ના અવતરણ નો એક જ હેતુ હતો-…જીવ માત્ર ને અક્ષર રૂપ કરી- કલ્યાણ કરવું…….!

તો આજની સભામાં સમયસર પહોંચી ગયો- મેઘરાજા હજુ વિધિસર પધાર્યા નથી અને જીવમાત્ર- એમની રાહ ઉત્કંઠા થી જોઈ રહ્યો છે…પણ જીવ ને શાતા પહોંચાડતા શ્રીજી ના અદ્ભુત દર્શન……એ હમેંશા પુરક હોય છે……ચાલો પૂર્ણતા ની ઓર વધીએ….શ્રીજી ના દર્શન સાથે….

10422238_263106337210879_2683074079967212452_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું અને કાન- કર્ણપ્રિય મધુર સ્વર થી ભરાઈ ગયા…..પુ.પ્રેમવદન સ્વામી ( હું ઘણીવાર એમને પ્રેમાનંદ સ્વામી કહું છું….) ના અતિ મધુર રાગ માં ગવાતા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય-પ્રાર્થના થી સમગ્ર સભા એકસૂર-એકરાગ થઇ ગઈ……! થયું કે બસ- આ ધૂન-આ સ્વર ને બસ સાંભળતા જ રહીએ…….ત્યારબાદ એમના જ સ્વર માં બે કીર્તન રજુ થયા…” સેવા સુમરાન કછુ નહિ જાનું……મેં તો બિરુદ ભરોસે બહુનામી..” અદ્ભુત હતું…પ્રેમાનંદ સ્વામી ના શબ્દ અને પ્રેમવદન સ્વામી નો સ્વર- પછી બાકી શું રહે??? એવું જ અન્ય કીર્તન “સદગુરુ શરણે રે જઈએ..” -શંકરદાન દ્વારા રચિત રજુ થયું……

ત્યારબાદ- સારંગપુર માં સંસ્કૃત માં ગહન ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિધવાન સંત પુ.યોગીનયન સ્વામી( પૂર્વાશ્રમ માં -મૂળ શિકાગો- અમેરિકા ના- ઈજનેર….નાના ભાઈ પણ સાધુ છે) એ- શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના લડવૈયા સાધુ- સદગુરુ વિજ્ઞાનદાસ સ્વામી અને સદગુરુ નારાયણ ચરણ દસ સ્વામી ના જીવન વૃતાંત વિષે જણાવ્યું…..

 • વિજ્ઞાનદાસ સ્વામી- એટલે કે- વડતાલ ના ખમતીધર કોઠારી- ગોરધનભાઈ ના ભત્રીજા- ગીરધરભાઈ- મૂળ ઠાસરા ના- વરતાલ-૧૯ ના વચનામૃત ના આધારે- સ્વયમ શ્રીજી એ ભગતજી મહારાજ ની ઓળખાણ કરાવી- અને પછી તો- સ્વામી નું સંમગ્ર જીવન અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત અને ભગતજી નો મહિમા ગાવા માં જ ગયું…( વધુ માહિતી – પૂ.વિજ્ઞાનદાસ સ્વામી- અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ના લડવૈયા)
 • નારાયણચરણદાસ સ્વામી- શાસ્ત્રીજી મહારાજ વરતાલ છોડી ને ગયા- ત્યારે એમની સાથે જે પાંચ સાધુ ગયા હતા એમના એક સાધુ- એ આ સાધુ…..મૂળ ધર્મજ ના પાટીદાર- પણ સ્વભાવે એટલા સરળ અને શાંત- સેવા નો ખુબ જ અભરખો- સારંગપુર માં ભંડારી તરીકે- હરિભક્તો ને ખુબ જ લાભ આપ્યો- ખુબ ભીડો વેઠી- ટાંચા સાધનો થી પણ ભંડાર સાચવ્યો- સત્સંગ કેળવ્યો…….એટલા જ માટે એ સત્સંગ ની માં – કહેવાતા….

ત્યારબાદ- શ્રીજી મહારાજ ના ચંદન ના વાઘા ની સ્મૃતિ કરાવતો અદ્ભુત વિડીયો રજુ થયો……ચંદન ના આધારે શ્રીજી ને શોભા- કઈ કઈ રીતે કરી શકાય??? કેટકેટલી વૈવિધ્ય પણું એમાં ઉમેરી શકાય….??

ત્યારબાદ- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ – ગઢડા મધ્ય-૫૫ પર આધારિત પોતાના પ્રવચન માં કહ્યું કે……

 • શ્રીજી મહારાજે -અનેક વચનામૃતો માં પોતાના સ્વરૂપ ની અને મહિમા ની વાતો કહી છે……..આ વચનામૃત માં શ્રીજી એ પોતાના અંગ -અંતકરણ ની વાત કરી છે…..એવી જ વાત- અંત્ય-૩૦ માં વચનામૃત માં પણ કરી છે……
 • શ્રીજી મહારાજ- અવતાર ધારણ કરી પધાર્યા અને આપણી વચ્ચે રહ્યા – એજ એમની કરુણા છે- કારણ કે સ્વયમ પુરુષોત્તમ નારાયણ આવે શું કરવા?? એમનો એક જ હેતુ હતો- જીવમાત્ર નું કલ્યાણ……..અક્ષર રૂપ કરી- પોતાનું સ્વરૂપ ઓળખાવવું…..
 • એક ભગવાન ના સુખ આગળ- દુનિયા ના બધા સુખ – તુચ્છ છે…..ફિક્કા છે…….ભગવાન નું સુખ અલૌકિક છે……
 • સદાયે યાદ રાખવું કે- આ લોક નશ્વર છે……તેને છોડી ને ગમે ત્યારે નીકળવું પડશે……બધું છોડવું પડશે- તો એમાં બંધાવું શું કામ????
 • રજો-તમો-સત્વ ગુણ- જીવ નો સ્વભાવ બાંધે છે……..અને વિષય માં આસક્તિ પેદા કરે છે..જે સહેજે છૂટતી નથી……
 • આ માટે- સત્પુરુષ નો સંગ કરવો- પોતાને સચ્ચિદાનંદ રૂપી આત્મા માનવો……દેહ ન માનવો…તો- સત્પુરુષ અને ભગવાન માં સહેજે નિર્દોષ ભાવ આવે છે……
 • આજે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ માં રહેલા મૂર્તિમાન બ્રહ્મ થી ભણેલા ગણેલા યુવાનો ખેંચાઈ આવે છે- અને પલભર માં સંસાર નો ત્યાગ કરી- કઠીનતમ સાધુતા નો માર્ગ પકડે છે……આમ સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ જ જીવ ને માયા થી છોડાવે છે…..અને સત્પુરુષ… જરૂર પડે તો- દુખ-ભીડા દ્વારા પણ જીવ ને -માયા થી અલગ કરે છે……
 • આમ- સત્પુરુષ અને ભગવાન ને સર્વ કર્તાહર્તા માની એ તો જીવ નું કલ્યાણ થાય…..

ત્યારબાદ- સભા ને અંતે- અક્ષર પુરુષોત્તમ મહિમા નું ગાન થયું….અને અંતે અમુક જાહેરાતો…..

 • બાળમંડળ માટે આનંદ ની વાત….અક્ષરપીઠ દ્વારા- વાર્તા ઓ નો સંગ્રહ-“વાર્તા રે વાર્તા” નામનું પુસ્તક બહાર પડ્યું છે………મારા હરિ માટે- એક-બે વર્ષ પછી લાવવા માં આવશે……..
 • બીજા આનંદ ની વાત- તારીખ ૨૩ જુન થી ૨૯ જુન સુધી- પુ.ડોક્ટર સ્વામી- અમદાવાદ ને આંગણે છે…….સવાર ની સભા -માં એ લાભ આપશે…..સાથે સાથે ૨૭ મી જુન ના રોજ- સમૂહ પૂજા પણ છે( ભાગ લેવા જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકર નો સંપર્ક કરવો) – સવારે મંગળા આરતી ની આસપાસ – સમૂહ પૂજા અને ત્યારબાદ પુ.ડોક્ટર સ્વામી ના આશીર્વચનો નો લાભ મળશે…..
 • ત્રીજી આનંદ ની વાત- આવતી રવિસભા માં- ધોરણ ૧૦ અને ૧૨ માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ /વિદ્યાર્થીની ઓ નું સન્માન થશે…….સન્માન માટે રજીસ્ટર થવા માટે- શાહીબાગ કાર્યાલય અથવા જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકરો નો/નિરીક્ષક નો  સંપર્ક કરવો…..

તો- આજની સભા….”આત્મ” ને જાણી ને “પરમાત્મા” ને પામવા ની હતી……….બસ- આ જીવ અક્ષર રૂપ થાય- એ માટે શ્રીજી ને પ્રાર્થના…..!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા- ૧૫/૦૬/૨૦૧૪

 1. I like. jane hu ahm. ni sabha ma hajar hoy tem lageyu. biju mane mokal sho.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s