Raj Mistry's world

Me,my stories and world around….

યોગીજી મહારાજ ની બોધકથાઓ-૧૩

Leave a comment

ક્યારેક લાગે છે કે- આ જીવન જ એક બોધકથા જેવું છે……ડગલે ને પગલે- કૈંક ને કૈંક નવું શીખવાડતું રહે છે……સમજુ છે..આત્મજ્ઞાની છે…. એ- આમાં થી શીખે છે…..અને કહેવાતા “બુદ્ધિશાળી” ઠોકર ખાતા જ રહી જાય છે. આમ-તમારું કલ્યાણ તમારા હાથ માં……!  બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા પણ આ જ વાત કહેતા……સત્પુરુષ ની આજ્ઞા ને જે વશ રહે-તેને આત્મ જ્ઞાન થાય..પોતાના દોષ-ગુણ દેખાય અને સુધરી જાય…! તો- જીવન ના આવા અમુલ્ય પદાર્થ પાઠ શીખવા…. ચાલો યોગીબાપા જેવા ગુણાતીત પુરુષ ની  બ્રહ્મ વિદ્યા ની કોલેજ માં….!  એક નવી બોધકથા સાથે..હળવા અંદાજ માં- ગહન વાત….!

1544326_616420075117999_5497220588114804278_n

દેખ લિયા….

————————————————

એક નાનું સુ ગામ…..બધાયે ધર્મ ના લોકો- હળીમળી ને રહે અને સુખે થી જીવન ગુજારે. એક દિવસ ગામ માં ચાર સાધુ આવ્યા……સાધુ ઓ સિદ્ધ હતા અને ગામલોકો ને એક માસ સુધી દિવ્ય કથા વાર્તા નો લાભ આપી રાજી કર્યા. કથા સાંભળવા હિંદુઓ તો આવે જ પણ સાથે સાથે અમુક મુસલમાન વૃદ્ધ પણ આવે…..એમાં એક મિયાભાઈ ને આ કથાવાર્તા અને સાધુ ઓ માં ખુબ જ રસ પડ્યો…..એક દિવસ પણ ન ચુકે….! હવે કથાવાર્તા પૂરી થઇ એટલે- સાધુઓ એ – શ્રોતાઓ ને નિયમ લેવાનું કહ્યું……એટલે બધાએ યથાશક્તિ નિયમ લીધા. અને એમાં- વારો આવ્યો- આ મિયાભાઈ નો……! હવે સાધુઓ એ- મિયાભાઈ ને પણ નિયમ લેવાનું કહ્યું…..પણ મિયાભાઈ બોલ્યા…” નિયમ તો ન લેવાય…તમે ઉગતી ( દિશા) પૂજો ને અમે આથમણી….! નો મેળ પડે….! પણ સાધુ ઓ છોડે એવા નહોતા…એ તો પાછળ જ પડ્યા…….”ના…નિયમ તો લેવો જ પડે…….! તમને ગમે એ લ્યો…..” આમ, પાછળ પડ્યા એટલે- છેવટે કંટાળી ને મિયાભાઈ બોલ્યા…..” હારું…..ધ્યો નિયમ…….! સાધુ બોલ્યા…..” તમારા ગામ માં છગન ભગત કુંભાર છે…….નિયમ લ્યો કે- રોજ એના દર્શન કરી ને જ જમશો……”

મિયાભાઈ બોલ્યા…..” ઓહો…એમાં શું..! લ્યો લીધો નિયમ….!” અને પછી તો સાધુઓ એ એના હાથમાં જળ પાણી આપ્યા…..અને વિદાય થયા….! પછી તો મિયાભાઈ નો નિયમ જ થઇ ગયો…રોજ સવાર પડે-ને પેલા કુંભાર ભગત ને ઘેર પહોંચી જાય- એના દર્શન કરે ને પછી જ જમે…..આમ કરતા કરતા દોઢ-બે માસ વીતી ગયા..બધું સમુસુતરું ચાલ્યું…એક દિવસ- મિયાજી દર્શન કરવા ગયા અને ભગત ને ઘેર ખંભાતી તાળું……! મીયાજી તો ગભરાઈ ગયા…..ગયા દિવસ નો સાંજ નો ઉપવાસ હતો અને આજે આ ભગત ગાયબ…..વળી પાછો માથે નિયમ….! હવે નિયમ તો પાડવો જ પડે..! એટલે આજુબાજુ વાળા ને ભગત વિષે પૂછ્યું તો ખબર પડી કે- ભગત તો માટી ખોદવા ટેકરે ગયા છે. મિયા તો ભાગ્યા અને દોડતા દોડતા ટેકરે પહોંચ્યા…..! હવે બન્યું એવું કે- ભગત ને ટેકરે માટી કાઢતા કાઢતા – સોના ના સિક્કા ભરેલો ચરુ મળ્યો……ભગત તો રાજી થઇ ગયા….પણ ચરુ એટલો ભારે કે- ગધેડા ની પીઠ પર ચડે જ નહિ…..હવે કેમનું કરવું? કોઈ જોઈ જાય તો ય લફડું…..! આમ, ભગત ચિંતા માં હતા અને એટલા માં મિયા જી ત્યાં ટપકી પડ્યા….ભગત ને લાગ્યું કે જરૂર- આ મિયાજી એ -આ ચરુ જોઈ લીધો છે…પણ વાસ્તવ માં- મિયાજી એ એને જોયો જ નહોતો…! આથી ભગત ને ચિંતા પેઠી કે- જો મિયાજી ને ભાગ નહિ આપું તો- એ રાજા  ને કહી- બધો ખજાનો પડાવી લેશે….આથી ભાગ પાડી ને- સુખે થી જીવવું..!

એટલામાં મિયાજી- દોડતા દોડતા આવી- ભગત ના પગ માં પડી ને દર્શન કરવા લાગ્યા….આથી ભગતે પૂછ્યું…” દેખ લિયા???” ( એટલે કે ખજાનો જોઈ લીધો?) આથી મીયાજી બોલ્યા….” દેખ લિયા…સબકુછ દેખ લિયા…….અબ શાંતિ હુઈ…” આથી ભગત ગભરાયા -બોલ્યા…મિયાજી- આધા આપકા…! કિસીકો બોલના મત…..! મિયાજી કહે- ઠીક હૈ-  અબ ચૈન આયા..પર એ આધા ક્યાં? ! ભગત તો – મિયાજી ને પકડી- દેગડી પાસે લઇ ગયો…..અને બોલ્યો- રાત્રે આવજો- અડધો અડધો વહેંચી લઈશું….! મિયાજી ને બધું સમજાઈ ગયું અને જાણે કે બગાસું ખાતા પતાસું મળ્યું…..! રાત્રે કુંભાર ને ત્યાં પહોંચી ગયા અને પોતાનો અડધો ભાગ લઇ લીધો…….! અને વિચાર્યું કે- પેલા સાધુ ની વાત માની ને કેવડો લાભ થયો….જો બધું કહેલું માનું તો કલ્યાણ જ થઇ જાય…અને એમ વિચારી- એ મિયાજી ભક્ત બન્યા…!

—————————————-

સાર-

  • તમે વિજ્ઞાન ભણેલા હો…..ખુબ વિધવાન હો…..ગરીબ હો કે તવંગર……પણ એક બ્રહ્મસત્ય કાયમ છે- સત્પુરુષ ની આજ્ઞામાં રહેવા થી ફાયદો જ થાય છે….એ તરત દેખાય કે ન દેખાય…પણ અંત તો સુખદ જ હોય છે. આ સત્ય નો સ્વયમ  ઈતિહાસ સાક્ષી છે……જો તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના સાચા સત્સંગી હો…તો તમારી જાત ને જ પૂછો..!
  • જીવન એક સિધ્ધાંત-નિયમ…ધર્મ -મર્યાદા સાથે બંધાયેલું હોવું જ જોઈએ…..અહિયાં ધર્મ- એટલે અંધ શ્રદ્ધા નહિ…..જીવન માં જો શિસ્તબધ્ધતા ન હોય- નિયમ ન હોય- તો તેને વિખરાતા વાર નથી લાગતી……
  • જીવન માં- નિયમ-ધર્મ-સિદ્ધાંતો માટે ખટકો રાખવો જરૂરી છે…..”અભી બોલા અભી ફોક” એવું નહિ……

તો- બસ- જીવન ને સહજ પ્રસંગો થી સમજતા રહો…..અને સહજ+આનંદ ને પામતા રહો……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s