Raj Mistry's world

Me,my stories and world around….

હરિકૃષ્ણ ચૌલ ક્રિયા…….

Leave a comment

કહેવાય છે કે સમય ને પાંખો હોય છે…….અને આ સત્ય મેં મારા દીકરા હરિકૃષ્ણ ની “પાંખો” માં જોયું…….જોત જોતામાં  મારી આંખ્યું નું રતન -પાપા પગલી કરતા કરતા દોડવા લાગ્યો…….અને અમને જાણે કે ખબર જ ન પડી….! અને જો સમય આમ જ વહેતો રહેશે તો ખબર જ નહિ પડે કે એણે અમારી આંગળી પકડી છે કે અમે એની…? જીવન નું આ ચક્ર છે……શ્રીજી ની આ જ તો માયા છે…..કે જીવ એમાં બંધાયેલો રહે છે. પણ અમારો હરિકૃષ્ણ તો અમને હરિ માં બાંધવા આવ્યો છે…એ એના અત્યાર ના “પરાક્રમો” થી અમને સમજાઈ રહ્યું છે.

ખેર…..! જીવન ની આ માયાજાળ માં- આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે – પ્રથમ બાળક ની ચૌલ ક્રિયા અર્થાત બાબરી….અર્થાત મુંડન પ્રથા પ્રચલિત છે. કહેવાય છે કે- સ્વયમ શ્રીકૃષ્ણ ભગવાન ની ચૌલક્રિયા – અંબાજી તીર્થ માં થયેલી…….તો અમારા કુળ ના નિયમ મુજબ હરિકૃષ્ણ ની ચૌલ ક્રિયા- અમારા મૂળ વતન મઉં ગામ નજીક-ઇન્દ્રાસી ડેમ ના ડુંગરા માં વસેલા -ભમરેશ્વરી માતા ના સ્થાનકે કરવા માં આવી. રીના અને મારા માટે- નોકરી માં થી સમય શોધી ને આ ક્રિયા કરવા ની હતી કારણ કે- હરિ ના વાળ ઘટાદાર, વળી ગરમી ખુબ જ….આથી બિચારો હરિ હેરાન થાય- આથી અમે રવિવાર- અને કોઈ સારી તિથી ની શોધ માં હતા……..અને જાણે કે શ્રીજી એ અમારી પ્રાર્થના સાંભળી હોય એમ- તિથી મળી- અષાઢી બીજ..રથયાત્રા ..રવિવાર- ૨૯ જુન નો દિવસ…! આ બાજુ જગત નો નાથ -નગરયાત્રા એ નીકળ્યો……અને આ તરફ મારો હરિકૃષ્ણ ભમરેશ્વરી માતાજી ની યાત્રા એ…………! તો બધું સમુસુતરું પાર પડ્યું…..નિકટ ના સ્વજનો ને આમંત્રણ આપવા માં આવ્યું……ગામડે- પપ્પા -મમ્મી એ પહેલે થી જ બધી તૈયારી કરી રાખી હતી.

અષાઢી બીજ ના આગળ ના દિવસે- રાત્રે- ૨-૩ કિલો મકાઈ ને પાણી માં પલાળી – પછી આખી રાત બાફવા માં આવી આથી ટોઠા બન્યા અને સાથે સવારે ગરમા ગરમ સુખડી ………! આ બધું લઇ- અમારો કાફલો ઉપડ્યો- ભમરેશ્વરી માતાજી ના સ્થાનકે…….ત્યાં આગળ ડુંગરા માં ગુફા છે અને ભમ્મરિયા મધ ના મોટા મોટા ઝોલા/પોળા છે….આથી જ તેને ભમરેશ્વરી કહેવાય છે…….અમારું નસીબ સારું કે- વાતાવરણ વાદળછાયું હતું અને પવન હતો…..આથી ઉપર ચઢાણ માં સરળતા રહી…..ઉપર પૂજા-આરતી બાદ- નીચે આવી ને- હરિ ના મુંડન ની ક્રિયા શરુ થઇ….! મને લાગ્યું કે – હરિભાઈ બગડવા ના…..પણ મોબાઈલ માં વિડીયો ( નર્સરી રાઈમ્સ…..ગુજરાતી જોડકણા……પ્રમુખ સ્વામી મહારાજ ના વિડીયો…વિગેરે) ચાલુ કર્યો અને હરિ- એકદમ તલ્લીન થઇ ગયો અને વાળંદ ભાઈ નું કામ સરળ……અને અમને પણ હાશ થઇ….! ચાલો……એક મોટું કાર્ય નિર્વિઘ્ને…..આંસુ ના એક ટીપા ને પાડ્યા વગર- હસતા હસતા-વિડીયો જોતા જોતા પૂરું થઇ ગયું……

તો તમે પણ જુઓ……પ્રી…..અને પોસ્ટ……..ચૌલ ક્રિયા ની આરપાર ની તસ્વીરો…..!

પ્રી-મુંડન.........

પ્રી-મુંડન………

 

અને………

પોસ્ટ-મુંડન.......

પોસ્ટ-મુંડન…….

મુંડન ની ક્રિયા બાદ- અમે હરિ ની પ્રતિક્રિયા “જાણવા” પ્રયત્નો કર્યા……..ભાઈ ને અરીસા આગળ ઉભા રાખ્યા…..તો અમારા આશ્ચર્ય વચ્ચે- હરિ ખડખડાટ હસવા લાગ્યો……એકવાર તો કાંસકો હાથ માં લઈને માથા પર ફેરવવા નો પ્રયત્ન પણ કરવા લાગ્યો……! હહાહાહાહા………..હરિ ની લીલાઓ…….!

જે હોય તે………મારો દીકરો હરિકૃષ્ણ ખુશ એટલે મારો હરિ ખુશ……! શું કહો છો?????

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s