Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૦૬/૦૭/૧૪

Leave a comment

10338690_700607279977243_2661902203969918293_n

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના બ્રહ્માંડ પ્રવર્તન માટે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે – અપમાનો, ભીડા વેઠ્યા એના આગળ તો આપણા દુખો ની કોઈ વિસાત નથી. એક સિધ્ધાંત ખાતિર આવા બ્રહ્મ નિષ્ઠ પુરુષ ને – ગામેગામ- ભૂખ્યા ભટકવું પડ્યું……છતાં પોતાનું ધ્યેય છોડ્યું નહિ……અને અનંત જીવો ના કલ્યાણ માટે નો એક સહજ માર્ગ બતાવ્યો….આજ ની સભા આ સત્પુરુષ અને એમના સિધ્ધાંત માટે હતી…..

આજે સમયસર સભામાં પહોંચી ગયો..શરુ શરુ માં ભીડ ઓછી લાગી…કારણ? ગરમી….પણ ધીરે ધીરે સભા ભરચક થઇ ગઈ…..તો ચાલો- તન-મન-જીવ ને શાતા આપતાં -જગત ના નાથ ના દર્શન કરીએ….

10527755_270505283137651_2403712839906070958_n

સભાની શરૂઆત- પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મધુર કંઠે ગવાતા સ્વામિનારાયણ ધુન્ય અને પ્રાર્થના થી થઇ…..એમના દ્વારા જ બે કીર્તન રજુ થયા અને બંને ના રચયિતા – ભક્ત કવિ રસિક દાસ હતા…..”વાદલડી ઉતરજે ઘેલા ને તીર …..” અદ્ભુત હતું……અત્યારે વરસાદ ખેંચાયો છે અને શ્રીજી ની કૃપા ની વિશેષ જરૂર છે, ત્યારે આવું કીર્તન હૃદય ના તાર ને ઝણઝણાવી જાય એમાં શું શંકા????  અન્ય કીર્તન- “અક્ષરધામ થી મહા એકાંતિક અવની ઉપર આવ્યા…” પણ અદ્ભુત હતું.

ત્યારબાદ હમેંશ ની જેમ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું સમૂહ ગાન થયું……પણ આ સમયે કોરસ માં શ્રોતાઓ એ પોતાનો સુર પુરાવવા નો હતો…..પ્રયોગ સારો હતો. ત્યારબાદ પુ. શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત ના મુખે – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના “સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ની નિષ્ઠા અને પ્રવર્તન” વિષય પર ઊંડાણ પૂર્વક નું સંશોધિત પ્રવચન થયું…..જોઈએ અમુક અંશ…

  • કહેવાય છે કે- શાસ્ત્રીજી મહારાજ નો જન્મ જ મંદિર કરવા સારું થયેલો……એમના બાળપણ ના પ્રસંગો એ વાત ના દ્યોતક છે અને જયારે કિશોર વયે એમણે ત્યાગાશ્રમ સ્વીકાર્યો ત્યારે શ્રીજી ના મળેલા સંત વિજ્ઞાનાનંદ સ્વામી ને ગુરુ કર્યા
  • સુરત માં ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ની પ્રતિષ્ઠા સમયે- બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ સાથે પ્રથમ મિલન થયું- કે જેણે શાસ્ત્રીજી મહારાજ નું જીવન બદલી નાખ્યું અને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના પાયા નાખ્યા…..
  • શાસ્ત્રીજી મહારાજે એમના જીવન માં ત્રણ વાત દ્રઢ કરી- ૧) સહજાનંદ સ્વામી- સર્વોપરી, સર્વાવતારી પુરુષોત્તમ- સ્વામિનારાયણ ભગવાન છે….૨) ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષરબ્રહ્મ છે ૩) શ્રીજી- સદાયે પ્રગટ રહે છે……પોતાના સંત દ્વારા ….- અને આ ત્રણ વાત- એમણે અનેક પરીક્ષણો – અનુભવો- જાત ચકાસણી થી સાબિત કરી છે…..
  • વઢવાણ માં- અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા – પછી શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે- વડતાલ માં વિરોધ વધ્યો…..એમના અપમાનો થયા….મારી નાખવા સુદ્ધા ના પ્રયાસો થયા અને છેવટે -કૃષ્ણજી અદા ની આજ્ઞા થી પાંચ સંતો સાથે વડતાલ છોડ્યું અને એના એક જ વર્ષ માં તો બોચાસણ માં – મધ્ય ખંડ માં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા……અને સમગ્ર પૃથ્વી પર અક્ષર પુરુષોત્તમ મહારાજ નો ડંકો વાગ્યો…..અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નો ડંકો વાગ્યો…….જેના પરિણામે આજે ૧૨૦૦ થી વધુ મંદિરો અને ૯૩૦ થી વધુ સંતો- પૃથ્વી પર વિચરી ને આ સિધ્ધાંત નું પ્રવર્તન કરી રહ્યા છે……
  • આજે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી પ્રગટ પ્રમાણ છે……અને આ સિધ્ધાંત ગુંજતો રહેશે……

ત્યારબાદ- એક વિડીયો રજુ થયો જેમાં સ્વયમ પ્રમુખ સ્વામી મહારાજે- શાસ્ત્રીજી મહારાજ ના અ સર્વોપરી કાર્ય- અને સિધ્ધાંત વિષે જણાવ્યું. ત્યારબાદ- બાળમંડળ દ્વારા – આ જ અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના માહાત્મ્ય વિષે ગાન રજુ થયા……

994456_700566173314687_4349462479366895449_n

ત્યારબાદ- ઉદ્ઘોષક દ્વારા વાત થઇ કે- યોગીબાપા ના સંકલ્પ હતા એમાં એક એવો સંકલ્પ હતો કે અનાર્ય દેશો માં પણ – સ્વામિનારાયણ મંદિર બને…..અને તાજેતર માં હોંગકોંગ માં- આપણું મંદિર બન્યું…..પુ.ઈશ્વરચરણ સ્વામી દ્વારા ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થઇ- ખુબ જ આનંદ ની વાત છે કે- આપણી કલ્પના ન હોય ત્યાં આગળ પણ- આપણો સંપ્રદાય- આપણો સિધ્ધાંત જઈ રહ્યો છે……..મોટા પુરુષો ના વચનો મિથ્યા નથી હોતા એનું આ એક પ્રમાણ છે….

પુ.ઈશ્વર ચરણ સ્વામી એ – તારીખ- ૯/૭ -બુધવાર થી શરુ થતા ચાતુર્માસ માં લેવા ના વિશેષ નિયમો વિષે બળ ભરી વાત કરી……જોઈએ સારાંશ…

  • શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપા ને તપ- વ્રત ખુબ જ પસંદ હતા- યોગીબાપા તો યુવકો ને ધારણા-પારણા ના વ્રત આપતાં……શ્રીજી ને પણ તપ-ખુબ જ વ્હાલું…..
  • આથી- નિયમ ના પાંચ નિર્જળ ઉપવાસ ( ૯ જુલાઈ – ના રોજ દેવ પોઢી અગિયારસ છે….નિર્જળા ઉપવાસ જરૂર કરવો) અને ચાતુર્માસ ના વિશેષ ઉપવાસ કરવા
  • જુવાનો એ- સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ધારણા પારણા ( એક દિવસ ઉપવાસ- એક દિવસ જમવાનું) જરૂર કરવા અને વડીલો- એ એકટાણા જરૂર કરવા……! જોઈએ આપણા થી શું થાય છે????
  • આ સિવાય- ચાતુર્માસ ના વિશેષ નિયમો જરૂર લેવા( વધારા ની માળા, સત્સંગ, વાંચન વગેરે)

આ સિવાય પણ અમુક જાહેરાતો થઇ…..

  • અક્ષર પીઠ દ્વારા – યુવા અધિવેશન ની ડીવીડી બહાર પડી છે…..
  • ૧૨-જુલાઈ -એ ગુરુ પૂર્ણિમા છે- અને મોટા સંતો ની આજ્ઞા મુજબ- આ મહા ઉત્સવ- હમેંશ ની જેમ બોચાસણ જ ઉજવાશે….કોઈએ સારંગપુર જવું નહિ…સ્વામીશ્રી ની નાદુરસ્ત તબિયત અને આરામ ને ધ્યાનમાં રાખી ને ત્યાં આગળ ઉત્સવ ની કોઈ વ્યવસ્થા રાખેલ નથી- તેની વિશેષ નોંધ  લેવી….
  • આવતા રવિવારે સભા- એ ગુરુ પૂર્ણિમા ની વિશેષ સભા છે……..અચૂક લાભ લેવો…પુ.ડોક્ટર સ્વામી પણ વિશેષ લાભ આપવા ના છે…..
  • આ સિવાય- સત્સંગ પરીક્ષા ને લગતી અમુક જાહેરાતો થઇ…..

આજના દિવસે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના હૃદય ની સર્જરી ને ૨૦ વર્ષ પુરા થયા…..અને વરસાદ ખેંચાયો છે – આથી સર્વ જન હિત માટે – સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય માટે- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય મિત્ર- નીરજ વૈદ્ય ના સુમધુર સ્વર માં થઇ…..! ચાલો આપણે પણ એમાં જોડાઈએ…..

સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ….સ્વામિનારાયણ………

રાજી રહેશો

જય સ્વામિનારાયણ….

રાજ

Leave a comment