Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ- ૩૦/૦૭/૨૦૧૪

Leave a comment

આજકાલ તો આઠોજામ- મેઘરાજા ની મહેર ચાલી રહી છે. ગઈકાલે રાત થી મેઘરાજા પધાર્યા છે તો હવે જપી ને બેસવા નું નામ લેતા નથી……અને આપણે પણ કઈ ઓછા નથી……છત્રીઓ- અને રેઈન કોટ ને કબાટ માં થી બહાર કાઢ્યા જ નથી…..બસ હવે તો ” ઉઘાડા માથા મેઘરામ…..તમતમારે ઝીંકે રાખો…..!

તો આવા “મેઘ-ઘેલા” વાતાવરણ માં શું ચાલે છે આજકાલ???

  • બસ- હરપળ ભીંજાવા ની ઈચ્છા થાય છે…….અને હરિ દયા એ પૂરી પણ થાય છે…..! સારી વાત એ છે કે- આટલું ભીંજાયા પછી પણ દેહ -થાકતો નથી……અને વળી-રહ્યું મનુષ્ય મન…..એ ક્યાં ધરાવા નું છે???
  • હરિ ને હવે પાંખો ફૂટી છે……અને એને પકડી રાખવો હવે મુશ્કેલ છે……! પણ એના નખરા એટલા અદ્ભુત છે કે…..લાગે છે-એ મોટો થઇ ને -મહાન કલાકાર થવાનો….! અત્યારે તો અમને બધા ને ભરપુર મનોરંજન આપી રહ્યો છે…….
  • અમદાવાદ માં કાર કે અન્ય સાધન ચલાવવું એક હવે પડકાર બનતો જાય છે……..અમારી સોસાયટી માં તો પાર્કિંગ એટલો મોટો મુદ્દો બનતો જાય છે કે – ગાડી ને યોગ્ય જગ્યા એ પાર્ક કરવા- પડાપડી થાય છે……..અને રોડ પર લઇ ને નીકળી એ તો હેમખેમ- ( અર્થાત ગાડી પર એક નાનો લીટો પડ્યા વગર…..ભૂવામાં પડ્યા વગર…) પાછા આવો તો- હરિ ની કૃપા જ સમજવાની…! અને જે જગ્યા એ પાર્કિંગ ની સગવડ ન હોય ત્યાં જવાનું જ નહિ…….એ વણકહ્યો નિયમ..!
  • અને આ “ભુવા” શબ્દ ની ઉત્પત્તિ ક્યાં થી થઇ? એ સમજાતી નથી………કદાચ ભૂ= જમીન અને વા= અર્થાત અથવા……એમ થઇ ને- ભુવા શબ્દ બન્યો હશે…….! અમારા અમદાવાદ માં ચોમાસું એટલે ભુવા ની મોસમ……..ભુવા+ ગાયો ના ટોળા= અમદાવાદ ના રાજમાર્ગો……….હવે વિચારી લો- કે તમારે અમદાવાદ માં કાર લઈને નીકળવું હોય તો- જોખમ કેટલું????
  • પહેલા ડુંગળી અને હવે ટામેટા- ભાવ વધી ગયા છે…….અને સરકાર પર પસ્તાળ પડી રહી છે…….હું એમ કહું છું કે- આ શાકભાજી ના ભાવ વધી જાય તો- બધાએ ભેગા થઇ એને વાપરવા નું જ બંધ કરી દેવાનું……..ડીમાંડ ઘટતા- આપમેળે જ એના ભાવ ઘટી જશે…..! પણ ખબર નથી પડતી કે- લોકો – આત્ આટલા ભાવ વધારા છતાં- એવા શાકભાજી ખાવાનું બંધ કેમ થતું નથી????? થોડાક દિવસ- આપણે ધીરજ ન  રાખી શકીએ???? અને અન્ય એક વાત- એક ચેનલ પર બતાવ્યું કે- હોલસેલ ભાવ શાકભાજી ના ઓછા છે- પણ આ લારી-દુકાન વાળા જ વધારે ભાવ લે છે………અને બિચારા ખેડૂતો ને શું મળતું હશે??? એ વિચારવા જેવું છે…..આના કરતા તો ખેડૂતો પોતે જ સીધી શાકભાજી વેચે તો??? ( ગુજરાત સરકારે કેરી બાબતે આવો પ્રયોગ કરેલો છે….)
  • અન્ય એક રસ્તો- જૈનો ની જેમ- ચોમાસા દરમ્યાન કઠોળ જ ખાવા નો આગ્રહ રાખવો……..કાંતો શ્રાવણ માસ- પવિત્ર માસ- ઉપવાસ ને વધુ પ્રાધાન્ય આપવું……..શરીર સારું રહેશે અને સાથે સાથે ખીસા પણ…..! અને ડુંગળી-લસણ- માટે એમ વિચારવું કે- તામસી આહાર છે- ન ખાવા અને ટામેટા ખાવા થી પથરી થાય- એમ વિચારી ને- આવા “મોંઘા” શાક નો ત્યાગ કરવો…….

તો- ચાલો મેઘરાજા અને મોંઘવારી સાથે -તાલ મિલાવીએ…….અને ભુવા+ગાયો થી બચતા રહીએ………..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s