Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટો-૨૫

Leave a comment

આજે ફોટા નહિ…..માત્ર એક ફોટો……! “એકે હજારા” જેવો ફોટો ઘણું બધું કહી જાય છે………જુઓ….

995614_713949705309667_1725274443915390673_n

ગઈકાલે રાજકોટ માં એક રેસ્ટોરન્ટ માં જવાનું થયું…….ગુજરાતી સાહિત્ય અને એ પણ કચ્છી+કાઠીયાવાડી સુગંધ સાથે – જીવન ના આ સિદ્ધાંતો તન-મન-હૃદય માં પ્રસરી ગયા……..તો- વાંચો ને સમજો…….મારા મતે ઉપરોક્ત ફોટા નો સાર….

  • જીવન માં ભણેલું- ગણેલું ( ગણતર વધારે હોય એ આવકાર્ય છે…….) કામ લાગે તો જ -એ ભણતર-ગણતર સફળ……! બાકી પોથી માં ના રીંગણા નો ઓળો ન બને……
  • એક જગ્યા એ સ્થિર થઇ જવું- જીવન માટે યોગ્ય નથી…….જીવન- વિચરણ છે…..અનંત ની યાત્રા……પણ એક ચોક્કસ ધ્યેય સાથે ની…..! ધ્યેય વગર ની યાત્રા રઝળપાટ કહેવાય…..ફોગટ ના ફેરા કહેવાય……
  • કહેવાય છે કે- “મુરખ,મકોડો અને મડદું- પકડેલું છોડે નહિ”…….ખોટી જીદ…મમત……મુરખ નો ગુણ છે…..એ તમારા સમજાયેલો સમજે જ નહિ…….આથી એમના થી છેટા રહેવા માં જ સાર….!
  • પણ સમજુ માણસ જોડે- ઉલટું છે…….તમે એને છેડો તો- તમને એના ગુણ થી શીખવા મળે…….કે વિપરીત પરિસ્થિતિ માં સ્થિર કઈ રીતે રહેવું???  આવો જ એક રંગ ધરાવતી કહેવત છે….” મર્દ ની મૈયત માં જવું સારું…પણ નામર્દ ના લગ્ન માં નહી….”  અને એવી જ એક કહેવત…..” શુરવીર ની શત્રુતા સારી…..પણ કપટી ની મિત્રતા નહિ….”

તો- બસ- આજુબાજુ જોતા રહો…….અવિસ્મરણીય રંગો ને કેમેરા માં કેદ કરતા રહો……અને બસ..એનો ગુલાલ કરતા રહો…….! જીવન એનું જ નામ છે………બાકી અહી તો ક્ષણેક્ષણ મૃત્યુ છે…..!

 

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s