Raj Mistry's world

Me,my stories and world around….

૨૦ ઓગસ્ટ-૨૦૧૪

Leave a comment

કહેવાય છે કે મહાન લોકો નું કાર્ય સામાન્ય નથી હોતું( અર્થાત સામાન્ય થી થોડુંક ઉપર કે તદ્દન અસામાન્ય પણ હોય….. 🙂 ) ….આવું જ મારા કિસ્સા મા છે……! આજનો દિવસ બે કારણ થી ખાસ…..હતો.

૧) આજે ૨૦ મી ઓગસ્ટ હતી

૨) આજે મારો જન્મદિવસ હતો….( યાર..દર વખતે મારે જાતે જ કહેવું પડે છે..લ્યો…!…છે ને અસામાન્ય વાત….! )

જો કે- જન્મદિવસ ની પાર્ટી કે ઉજવણી જેવું કઈ પણ ન હતું…..છતાં મોંઘવારી ના મારેલા -મધ્યમ વર્ગીય નાગરિક ની જેમ મનમાં જ આખા અમદાવાદ ને જમાડવા નો લ્હાવો લઇ લીધો. આમેય આજકાલ તો એ જ પોસાય..! તો આજ ના દિવસ માટે- મને ચંદ્રકાંત બક્ષી માટે ગર્વ છે તો રાજીવ રત્ન ગાંધી માટે અફસોસ….! ( આડ વાત- જો કે આટલો અફસોસ તો સ્વયમ ઇન્દીરા ને પણ નહોતો થયો…) આ પહેલા પણ આનો ઉલ્લેખ કરી ચુક્યો છું…જુઓ જૂની પોસ્ટ…..

 ખેર…..લોકો નું શું??? આજે આપણી જ વાત કરીએ……તો- આજે શું કર્યું??? શું થયું???

  • લાગે છે આપણે દુનિયામાં ખ્યાતનામ થતા જઈએ છીએ અને ઘર મા ગુમનામ…..! બાહરી દુનિયા એ મને સવાર ના આંખ ઉઘડે એ પહેલા જ વધાવી લીધો તો નજીકના ને છેક સાંજે યાદ આવ્યું….! સાલું…આ ગણિત સમજાતું નથી, પણ છે મજ્જેદાર..!
  • તો- કામકાજ અર્થે જ આજનો દિવસ ગયો……સાંજે- પોતાના માટે સમય મળ્યો…..તો મંદિરે જઈ- જગત ના નાથ ને હૃદય થી સલામ ઠોકી આવ્યો……અને શાંતિ નો ઓડકાર આવ્યો…..થોડોક હલકો થઇ ગયો….! પણ જો આજે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન થયા હોત તો- આજનો દિવસ ધન્ય થઇ જાત…! ખેર…કોઈ વાંધો નહિ…..સત્પુરુષ-અને ભગવાન સદાયે આપણી સાથે રહે છે- એ નો અનુભવ પ્રતિક્ષણ થાય છે…..આથી આ ફેરો તો ધન્ય જ છે…!
  • મારા દીકરા ને-અને છેટી પણ વ્હાલી પત્ની ને -ખુબ મિસ કરી………મારું ચાલે તો સમય ને “સ્ટેચ્યુ” કહી દઉં……! પણ -જીવન ના આ ભારેખમ પ્રસંગ ને હું સહર્ષ સ્વીકારું છું….કારણ કે એ મારા શ્રીજી ની મરજી છે……સંસાર મા જીવ ઓછો ચોંટે અને એનામાં વધારે- આથી જ તો આ દુરિયા છે……મજબુરીયા છે….! થેન્ક્સ શ્રીજી…..એમાં પણ તમારો રાજીપો- એટલે જીત તો આ બંદા ની જ છે..!
  • મંદિર મા થી પ્રસાદી મળી…..લાગ્યું કે હમેંશ ની જેમ લાડુડી હશે….પણ ઘરે આવી ને જોયું તો દિલ…બાગ-બાગ થઇ ગયું….પ્રસાદી મા પંજરી હતી…….કાન્હા ના જન્મદિવસ ની ઉજવણી મા જે વહેંચાય- એ મારા જન્મદિવસે વહેંચવા નો મોકો મળ્યો……લાભ મળ્યો…..! છે ને…શ્રીજી ની મરજી….! પાછી – બંદા આઠો જામ- બારેમાસ…..સહજ+આનંદ મા જ રહે ને….!
  • મારું વ્હાલું -રિલાયન્સ નેટકનેક્ટ નું ડોન્ગલ બંધ થઇ ગયું છે……મારા વ્હાલા દીકરા એ કંઇક સળી કરી ને- ડોન્ગલે દમ તોડી દીધો……અને નવું લેવા ગયો તો- ધીરુબાપા ના દીકરા કહે….૧૪૦૦ રૂપિયા લાવો…..અને જો કનેક્શન જ નવું લો- તો ૮૦૦ રૂપિયા…! છે ને ચમત્કાર…..વર્ષો થી મારા જેવો વફાદાર ઘરાક -દર મહિને હજારો રૂપિયા ભરી ને- કંપની ને ફાયદો કરાવે છે- એના માટે ડબલ પૈસા….અને નવા કનેક્શન ના અડધા પૈસા….! પછી- અનિલભાઈ ખોટ જ કરે ને???? અનિલભાઈ -આમ નેઆમ કરશે તો ધીરુબાપા ની મિલકત વેચવા ના વારા લાવશે…!

તો- છે ને દુનિયા રંગબેરંગી……..! બસ થોડીક મસ્તી- થોડીક ભક્તિ- ઢગલા બંધ પ્રેમ અને બિન્દાસ વાતો…..અને એ પણ હરિ ના સાક્ષી ભાવે….! પછી આપણે હળવા ફૂલ જ હોઈ એ ને….! જન્મદિવસ તો આ શરીર નો છે…..બાકી આપણે તો અજરામર છીએ……

સાથે રહેજો…

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s