Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૪/૦૮/૨૦૧૪

Leave a comment

“….પરમેશ્વરને ભજવાની તો સર્વને ઇચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે……

…..જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે……..

……એ સમર્થ( સંત) તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; ………..એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે……

—-એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. —–માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે,
—–તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે……
———————————————-
ઇતિ વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૭

સંત એ જગત ના આધાર રૂપ છે- એ સ્વયમ જગત નો નાથ કહે છે…..પછી એનાથી મોટો પુરાવો કયો? સંત કહો કે સત્પુરુષ – એ ભગવાન ને સાક્ષાત ધારણ કરે છે અને ભગવાન પણ એમના દ્વારા પ્રગટ રહે છે….માટે જ આપણે પ્રગટ ના ઉપાસક છીએ….અને સ્પષ્ટ પણે..ડંકા ની ચોટ પર માનીએ છીએ કે…પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ…એ સાક્ષાત પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ને પ્રગટ પણે ધારી રહ્યા છે…..!

તો- આજ ની સભા ખાસ હતી….કારણ કે- સત્પુરુષ સ્વયમ મંદિર ના પરિસર માં હાજર હતા, પણ સંજોગોવસાત સભામાં ન આવી શક્યા….પણ જે હોય તે- એમનું સ્વાસ્થ્ય -હરિભક્તો માટે સર્વોપરી છે….અને એમને પુરેપુરો આરામ મળે- એ જ ભક્તિ નો એક ભાગ છે. હું ઘણા સમય બાદ- આજે રવિસભા માં હતો- આથી એ ઉત્સાહ અને સ્વામીશ્રી ની સભા માં આવવા ની સંભાવના+ શ્રાવણ માસ ની છેલ્લી રવિસભા…..પછી બાકી શું રહે? ૪ વાગ્યે તો મંદિર પહોંચી ગયો ત્યારે જોયું તો મંદિર- હરિભક્તો થી ઉભરાઈ રહ્યું હતું. અને સભા ગૃહ માં તો ઉભા રહેવા ની જગ્યા ન મળે- એવી સ્થિતિ હતી. હમેંશ ની જેમ- મારા વ્હાલા ના મન ભરી ને દર્શન…..

10644862_289800661208113_1954798290902269734_n

સભા માં ગોઠવાયા અને સભા ની શરૂઆત-અત્યંત મધુર સ્વરે- ગવાતા “સ્વામિનારાયણ મહામંત્ર” ની ધુન્ય થી થઇ….યુવક મંડળ દ્વારા થયેલી આ રજૂઆતે સભામાં જોશ ભરી દીધો….અને પછી રજુ થયેલા કીર્તનો……” આજ મુને સામો મળ્યો છે અલબેલો” ( બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત) અને “પૂર્વ ના પુણ્ય ફળ્યા….જીવન આધાર મળ્યા..” અદ્ભુત  હતા……! જ્યાં સત્પુરુષ અને સાક્ષાત શ્રીજી નું ધણીપણું પ્રગટ હોય- ત્યાં બાકી શું રહે???

ત્યારબાદ- શ્રાવણ માસ ની પારાયણ ના ભાગ સ્વરૂપે- પુ.વિવેક સાગર સ્વામી જેવા વિધવાન સંત ને મુખે- વચનામૃત- ગઢડા પ્રથમ-૨૭ પર આધારિત સત્પુરુષ ના મહિમા વચનો નો અવિસ્મરણીય લાભ મળ્યો….જોઈએ એના અમુક અંશ…

  • સદગુરુ વિજ્ઞાનદાસ સ્વામી ( પૂર્વાશ્રમ ના ઠાસરા ના ગીરધરભાઈ….વડતાલ ગાદી ના આદિ કોઠારી ગોરધનભાઈ ના ભત્રીજા) ને સ્વયમ વડતાલ મંદિર માં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજે- પ્રાગજી ભક્ત દ્વારા પોતે પ્રગટ છે- એનો સાક્ષાત્કાર કરાવ્યો એ પ્રસંગ અદ્ભુત રીતે વર્ણવ્યો…..આમ, શ્રીજી કદાપી પૃથ્વી પર થી જતા જ નથી..સત્પુરુષ થકી હમેંશા પ્રગટ રહે છે….અને આજે પ્રમુખ સ્વામી માં તમે પોતે અનુભવ કરી શકો છો….
  • સત્સંગ માં સમજણ-સમજણ માં ફર્ક રહે છે….અને તેથી પ્રાપ્તિ માં પણ ફર્ક રહે છે……આ જગત ની રચના એ શ્રીજી ની મરજી છે….
  • અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પોતાની અક્ષર વાતો માં કહે છે કે- અંતર માં ટાઢું રહે તે માટે એક ભગવાન ને જ સર્વ ના કર્તાહર્તા જાણવા…સમજવા…..
  • કેનોપનિષદ માં આ જ મૂળ સિધ્ધાંત છે……કે સર્વ નો કર્તાહર્તા એક ભગવાન જ છે એમ મનાય તો- બીજું કશું બાકી ન રહે…સ્થિતપ્રજ્ઞતા ની સ્થિતિ પ્રાપ્ત થાય…..દિલ્હી અક્ષરધામ ખાતે આકાર લઇ રહેલો નવો વોટર શો- આ જ સિધ્ધાંત પર આધારિત છે……દશેરા ની રાહ જુઓ..!
  • ભગવાન ને જાણવા-સમજવા ખુબ જ કઠીન છે…..સત્પુરુષ રૂપી માધ્યમ થકી જ એ ઓળખાય અને સમજાય..! 
  • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન નો સિધ્ધાંત એ જ છે- ભગવાન જ સર્વ કર્તાહર્તા છે…..એટલા માટે જ એ હળવાફૂલ છે. નિયમધર્મ માં દ્રઢ છે….
  • ભગવાન ને સદાયે- સાકાર…સર્વોપરી….સર્વ કર્તાહર્તા અને સદાયે પ્રગટ સમજવા…..
  • ગુણાતીત સ્વામી એ પ્રાગજી ભક્ત ને રાજી થઇ ને સાધુ નો કસબ શીખવ્યો……અને એ કસબ એટલે- સ્થિતપ્રજ્ઞતા નો કસબ…..સુખ અને દુખ માં…મન-અપમાન માં સમ વર્તવું……અને પ્રાગજી ભક્તે એને આબાદ જીવન માં ઉતાર્યો…..એમના અસંખ્ય અપામનો થયા….કુતરા ની જેમ હડધૂત થયા……મારવા સુધી ના પ્રયત્નો થયા…પણ ભગતજી મહારાજ સદાયે સ્થિર રહ્યા…..કારણ કે- એમને સાધુ નો કસબ આવડી ગયો હતો….
  • ગુણાતીત સ્વામી ને મૂળ અક્ષર અને મહારાજ ને સર્વોપરી પુરુષોત્તમ માનવા થી જ પૂરું નથી થઇ જાતું…..પણ એ પણ સમજવું પડે કે- મહારાજ સદાયે પ્રગટ રહે છે…..અને એટલે જ- આપણો સંપ્રદાય પ્રગટ નો ઉપાસક છે…

અદ્ભુત અદ્ભુત……..! આ વચનામૃત માં જ જાણે કે સર્વ વેદો નો સાર આવી ગયો….! જો આ સમજાય તો કલ્યાણ પાકું જ છે…….

ખીચોખીચ ભરેલી સભા ને સભામાં – પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન નો લાભ ન મળ્યો પણ એમના દર્શન-વિચરણ ના વિડીઓ એ -બધા ને મોહિત કરી દીધા……એમના મનુષ્ય સહજ ચરિત્રો……દર્શનીય છે….! 

અને સભાને અંતે જાહેરાત…

  • સ્વામીશ્રી આવતીકાલે બપોર પછી મહાતીર્થ સારંગપુર જઈ રહ્યા છે……બસ શ્રીજી ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી એ કે એમનું સ્વાસ્થ્ય સારું રહે- આને આમ જ ભક્તો ને એમના દર્શન -ચરિત્રો નો..આશીર્વાદ નો લાભ મળતો રહે….

ત્યાં સુધી બસ -જગત ના નાથ ની લીલાઓ ને માણતા રહો…..સત્પુરુષ થકી પ્રગટ નું સુખ લેતા રહો અને પોતાને આત્મસત્તા રૂપ માની- સ્થિતપ્રજ્ઞતા ના માર્ગ પર આગળ વધીએ……બિલકુલ…સાધુ ના કસબ ની જેમ…! તૈયારી છે ને???? માંન  -અપમાન માં સમ વર્તવા ની???

જય સ્વામિનારાયણ…

રાજ 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s