Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રાજકોટ રવિસભા-૦૭/૦૯/૨૦૧૪

Leave a comment

“આ જીવ વિષયમાંથી નોખો પડતો નથી ને આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પળ, બે પળ નોખો પડે, તેથી નિર્ગુણભાવને પામી જાય. ને જીવને તો ‘વચનામૃત’માં લંબકર્ણ જેવો કહ્યો છે, પણ આ વર્તમાન પાળે છે, એ તો જીવ સારા હશે………… ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ, તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્યો છે જે,

નિજાત્માનં બ્રહ્મરૂપ( શિક્ષાપત્રી શ્લોક-૧૧૬)

જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, તેમ બ્રહ્મરૂપ થાવું તેમાં કોઈ દોષ જ ન મળે.”

——————————————————-

અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૧૪૧

સહજ મા કલ્યાણ તે આનું નામ……..નિજાત્માનં બ્રહ્મરૂપ…પોતાના  જીવ નેબ્રહ્મ રૂપ કરીએ એટલે આપોઆપ જ પુરુષોત્તમ ની ભક્તિ નાં અધિકારી થવાય…….પ્રશ્ન છે- વિષયો મા થી મુક્ત થઇ જીવ ને આ સર્વોપરી સત્સંગ મા જોડવો….! તો આજની સભા આ કલ્યાણ નાં માર્ગ પર હતી.

મારા માટે તો “સાધુ ચલતા ભલા” જેવું છે……કોઈ જગ્યા એ સ્થિર રહેવાતું નથી…બસ હરીદયા એ વિચરણ ચાલુ જ રહે છે…પણ “શ્રીહરિ” નામની આ ધરી પર મારા જીવન નું આ ચક્ર સતત ચલાયમાન છતાં કેન્દ્રવર્તી રહે છે……એટલે જ સત્સંગ હવે જીવન નું અવિભાજ્ય અંગ છે. તો- આ વખતે હું રાજકોટ હતો અને કાલાવાડ રોડ નાં અદ્ભુત મંદિર મા સભા નાં સમયે હાજર હતો…..અમદાવાદ ની બાળ પારાયણ સભા ને આજે મિસ કરી….પણ સત્સંગ તો અખંડ જ રહે છે…તો..સૌપ્રથમ જેના માટે આ સર્વોપરી સત્સંગ છે….એ જ કારણ રૂપ એવા શ્રીજી નાં દર્શન કરવા મા આવ્યા…..તમે પણ કરો એ અદ્ભુત દર્શન….

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

સભા ગૃહ આધુનિક છે….અને વ્યવસ્થા પણ સારી છે. જો કે અમદાવાદ ની જેમ ભરચક હરિભક્તો નથી હોતા છતાં ભક્તો નો ઉત્સાહ તો અદ્ભુત હતો…..સભા ની શરૂઆત -ધૂન થી થઇ….અને ત્યારબાદ એક યુવક ના મુખે કીર્તન રજુ થયું….” રહો ને સ્વામી મારા રુદય મંદિર મા આજ..” શબ્દો અદ્ભુત હતા…..હૃદય મા સત્પુરુષ ને રાખવા- એને શુદ્ધ કરવું પડે…સ્વભાવ-દોષ છોડવા પડે અને સંત કહે એમ -કરવું પડે….પોતાનું મનધાર્યું મુકવું પડે. 

ત્યારબાદ પુ.હરિ સ્વરૂપ સ્વામી દ્વારા – સ્વામી ની વાતો” પર સુંદર નિરૂપણ થયું….જોઈએ એના અમુક અંશ….

 • આપણે દેહ ને પોતાનું ઘર માનીએ છીએ…..અને આ દેહ એ નશ્વર છે…રોગો નું ઘર છે. રોગ તો આવવા ના જ પણ એનાથી જીવ ના કલ્યાણ ના માર્ગ મા અવરોધ ન આવવો જોઈએ…..યોગીબાપા તો કહેતા કે- બીમાર હો તો ખાટલા મા બેસી સભા મા આવવું….સત્સંગ ન છોડવો….
 • સત્પુરુષ ને દેહભાવ જેવું ન હોય….પણ બીજા ના દુખ..રોગ પોતે લે- અને દેહ ના ગુણ બતાવે……
 • જગત ને સાચું માની આપણે એના વ્યવહાર સાચવવા કેટલા દાખડા કરીએ છીએ??? એટલા જ દાખડા જો જીવ ના મોક્ષ માટે કરાય તો -જીવ નું અચૂક કલ્યાણ થાય….
 • જે ભગવાન નો થાય…એને ભગવાન દુખ-રોગ-શોક  આપીને પણ માયા ના બંધન મા થી મુકાવે……..માટે દુખ આવે તો એમ વિચારવું કે ભગવાન ની મરજી છે….અને સારા માટે જ હશે……એમ વિચારી સ્થિર રહેવું…સમ રહેવું……
 • જીવન હોય કે સત્સંગ- ધીરજ અનિવાર્ય છે………ભગવાન જ સર્વ નો કર્તાહર્તા છે. એ જ કારણ અને એ જ સાધન છે…..એ બધું જ સુઝાડશે અને કરાવશે……પણ કર્મ તો આપણે જ કરવા ના છે…..હાથ ઉપર હાથ મૂકી ને મુક બેસી ન રહેવાય.
 • દેહ છે તો રોગ છે….અને મન ના દુખ છે એનું કારણ તો અપેક્ષા ઓ છે…..જેટલી અપેક્ષાઓ ..લાલસા ઓ વધુ- એટલું જ દુખ વધુ…..
 • ભગવાન ને સર્વ કર્તાહર્તા માની- કર્મ કરવા થી કર્મ નું બંધન થતું નથી……ભાર વર્તાતો નથી……..

અદ્ભુત…….અદ્ભુત……..! સમગ્ર અધ્યાત્મ…..સમગ્ર જીવન નો સાર અહી જ છે…..જો સમજાય તો…!

ત્યારબાદ-પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય ચરિત્ર દર્શનનો લાભ વિડીયો દ્વારા મળ્યો…….સ્વામીશ્રી ની આંખો જુઓ તો સમજાય કે- એકદમ નાજુક દેહ પણ આંખો મા કેટલું તેજ……કરુણા…..અને જાણે કે હરપળ સત્સંગ નો ઉજાસ…….સ્પષ્ટ દેખાય…છે…! ધન્ય ધન્ય આ જન્મારો કે- આવા સત્પુરુષ સાક્ષાત આપણ ને ગુરુ તરીકે મળ્યા…અને આપણ ને સ્વીકાર્યા……આપણા દોષો સહીત સ્વીકાર્યા….!

ત્યારબાદ પુ.અક્ષર કીર્તિ સ્વામી એ પણ..” સ્વસ્થ મન…સ્વસ્થ જીવન” વિષય પર અદ્ભુત પ્રવચન કર્યું. સારાંશ હતો…..

 • આપણું મન જેવું હોય તેવો જ આપણો દેહ હોય……સ્વાસ્થ્ય હોય…..જીવન હોય……ક્રિયા હોય અને સબંધો હોય….! 
 • મન ની વિચારવા ની પ્રક્રિયા બદલાય તો જીવન ની પ્રક્રિયા મા ફરક આવે છે…..
 • સકારાત્મક વિચાર શ્રેણી જ જીવન ને ઉચ્ચ બનાવે છે…….સફળ બનાવે છે……..સ્થિર બનાવે છે……
 • અને સકારાત્મક વિચાર જ અન્ય લોકો ને પ્રેરણા આપી શકે છે…….

જીવન મા ઉતારવા જેવી વાત છે…….બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે…” સત્સંગ હોય કે જીવન….કદાપી મોળી વાત ન કરવી….” એ યાદ રાખવા જેવું છે……

તો-આજની રાજકોટ મંદિર ની સભા એક અદ્ભુત સભા હતી…….સ્પષ્ટ વિચારો…સ્પષ્ટ સત્સંગ દ્વારા જીવ ના કલ્યાણ ની સભા હતી.

જય સ્વામિનારાયણ…..

રાજ 

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s