Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ-૧૮/૦૯/૨૦૧૪

Leave a comment

” અહિયા ચાલતા રહેવું એ જ જીવન છે……અને અટકવું એટલે મોત…..!..”

———-અજ્ઞાત——————-

તો બસ ચાલતા રહીએ……શ્રાદ્ધ પક્ષ મા -સમય થોડોક રાજકોટ..થોડોક અમદાવાદ મા અને થોડોક વડોદરા મા ગયો……તો શું ચાલે છે આજકાલ???

  • મેઘરાજા એ વિરામ લીધો છે……અને અમદાવાદ મુનસીટાપલી ( થેન્ક્સ અધીરભાઈ..) ના ખાડા પાછા સપાટી પર આવી ગયા છે…..ભલું થાજો શી ચીનફિંગ ( કે ઝી જીનપીંગ……ગમે તે નામે બોલાવો ..આપણા બાપા નું શું જાય છે???) અને મોદી સાહેબ નું….કે ભલે ૪-૫ કલાક માટે અમદાવાદ મા પધાર્યા પણ રસ્તા ઓ ને સારા બનાવી ને ગયા…….! મારા મતે તો દર ૪-૫ મહિને મોદી સાહેબે અહિયા જરૂર પધરામણી કરવી…..આમેય મોદી સાહેબ નું વોટર લીસ્ટ મા નામ મારા ઘરની નજીક મા જ બોલેછે…..!
  • સોસાયટી મા નવરાત્રી- આવી રહી છે એ નિમિત્તે જનરલ ફાળો ઉઘરાવવા નું નક્કી થયું છે………જે આંકડો- બધાએ ફરજીયાત ચૂકવવા નો છે- એમાં પણ વધારો થયો છે અને લોકો ના આક્રોશ મા પણ…..! હું નવરાત્રી નો વિરોધી નથી પણ નવરાત્રી ના નામે- જે “નવરા” ઓ ની રાત્રિ થાય છે……નાટક થાય છે……અતિશય શોર-બકોર થાય છે એનો વિરોધી છું…….નવરાત્રી- ભક્તિ નો પર્વ છે……નવ-દસ દિવસ- શક્તિ ની આરાધના કરવી…..આંતરિક શત્રુ ઓ સામે મજબુત થવું…….એ જ મુખ્ય મુદ્દો હોવો જોઈએ અને ગરબા- જે જૂની પધ્ધતિ એ – હૃદય થી થતા હતા……એની જરૂર છે……”દાંડિયા” ને નામે ફિલ્મી ગીતો ની નહિ…….
  • વડોદરા -ધીરે ધીરે પુર પ્રકોપ મા થી બહાર આવી રહ્યું છે…..અને વિશ્વામિત્રી ના મગરો વિષે તો મિત્રો પાસે થી એટલું બધું સાંભળ્યું છે કે- સપનામાં – બરોડા જાણે કે મગરો થી ઘેરાયેલું હોય એવું દેખાયા કરે છે………..! 🙂
  • મારો દીકરો હરિ- હવે સમજણો થતો જાય છે…….અને જોરદાર તોફાની પણ……..ઘરના ફર્નીચર, ટીવી પોઈન્ટસ……બુક શેલ્ફ વગેરે મા ફેરફાર કરવો હવે અનિવાર્ય બનતો જાય છે…….આથી ખર્ચો પાછો આવ્યો….! જોઈએ આગળ શું થાય છે………
  • છેલ્લા બે રવિવાર થી અમદાવાદ ની રવિસભા મા હાજર નથી રહી શક્યો……….અને સતત એનો પસ્તાવો થયા કરે છે……આ રવિવારે પણ શક્યતા ઓછી છે………..ઘણીવાર લાગે છે કે- આ જીવ ને- જગત અને અધ્યાત્મ- એકબીજા થી વિરુદ્ધ ખેંચી રહ્યા છે……..શ્રીજી ને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કે- આમાં અધ્યાત્મ જ જીતે……..છેવટે જગત ના કહેવાતા સુખો- મા શાંતિ ક્યાં છે???? અને જગત ની આ બધી દોડાદોડી- શાંતિ માટે જ છે ને????

તો જોઈએ…….જીવન ક્યાં લઇ જાય છે???? પણ અહિયા ફિકર કોને છે?? જ્યાં સારથી જ શ્રીજી હોય ત્યાં બસ “કર્મ ” જ કરવાનું હોય…….પરિણામ ની ચિંતા ન કરવા ની હોય…….

ચાલતા રહેજો……પણ સાથે રહેજો……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s