Raj Mistry's world

Me,my stories and world around….

હાશ..! મળી ગઈ………!

Leave a comment

…….મળી ગઈ……! મળી ગઈ…….! પણ પ્રશ્ન એ છે કે  કઈ વસ્તુ મળી ગઈ??? મનુષ્ય માત્ર નું જીવન એક અવિરત..અનંત ખોજ યાત્રા જ છે……..ઊંડાણ થી વિચારો……મનુષ્ય નો જન્મ થાય અને એની શોધ શરુ થાય છે……શોધ સુરક્ષા ની…અસ્તિત્વ ટકાવી રાખવા ની……ખોરાક ની…..શારીરિક જરૂરિયાતો ની સંતૃપ્તિ ની……સગવડો ની..પ્રતિષ્ઠા ની……અને આ બધાના અંતિમ છોર પર શાંતિ ની…! જો શોધ -શાંતિ ની ન હોય તો સુખ ન આવે……બરોબર ને..!

તો આ બધી વાર્તા શાની છે???? તો…થયું એવું કે…ગઈકાલે રાત્રે હું કર્ણાવતી એક્ષપ્રેસ માં -સુરત થી અમદાવાદ આવી રહ્યો હતો…..સમાન માં હતી મારી લેપટોપ બેગ…..થયું એવું કે મુંબઈ થી આવતા -અને ભરૂચ ઉતરવા વાળા એક મુસલમાન ચાચા – ભરૂચ આવ્યું એટલે એમની બેગ ને બદલે મારી બેગ લઇ ને ઉતરી ગયા……! હું તો સુઈ રહ્યો હતો આથી મને ખબર ન પડી..પણ આજુબાજુ વાળા પેસેન્જર્સ ને…અને મારા સદભાગ્યે એમના એક સગા કે જે મુંબઈ થી એમની સાથે હતા….એમણે આ વાત ની ખબર પડી…..પછી તો ટીકીટ ચેકર સાહેબ ને ખબર પડી અને છેલ્લે મને….!

હું તો આ સાંભળી ને ટેન્શન માં આવી ગયો……કારણ કે એકવાર મેં મારું લેપટોપ આમ જ ગુમાવ્યું હતું અને આ બીજી વાર??? નો ચાલે…..નો ચાલે……! આથી પેલા એમના સગા ની મદદ થી ફોન કરવાનું શરુ થયું…..નંબરો એક્ષચેન્જ કર્યા…એડ્રેસ લીધા…..આથી સંતોષ થયો કે લેપટોપ બેગ સહીસલામત મળી તો જશે જ…..પણ ક્યારે??? કારણ કે મારે એની તાત્કાલિક જરૂર હતી..એના વગર સહેજ પણ ચાલે એમ ન હતું….આથી- એ ભાઈ ને ફોન કરી ને સમજાવ્યું કે- કર્ણાવતી ની પાછળ જ ડબલ ડેકર ટ્રેન આવે છે..એના પેન્ટ્રી મેનેજર ને મારી બેગ આપી દેવી…અમદાવાદ થી હું એની પાસે થી લઇ લઈશ…..! પણ- બદનસીબે એ ભાઈ- સ્ટેશન પર મોડા પડ્યા અને ડબલ ડેકર -ધક્કો મારતી નીકળી ગઈ…..આથી મેં નક્કી કર્યું કે- બરોડા ઉતરી- પાછો ભરૂચ જઈને બેગ લઇ આવીશ……પણ એ ભાઈ મારા કરતા પણ વધારે ટેન્શનિયા હતા….અને એમણે મારી માફી માંગતા કહ્યું કે- તમે બરોડા ઉભા રહો અને હું ભીલાડ ટ્રેન માં આવું છું……! અને મારા જીવ માં જીવ આવ્યો……ચાલો શ્રીજી એ શૂળી નો ઘા -સોય થી ટાળ્યો……..અને બરોડા સ્ટેશને -પેલા ભાઈ સાથે ઉતરી ગયો અને કલાક ની રાહ બાદ છેવટે- બિચારા એ ભાઈ મને શોધતા આવ્યા અને બેગ પાછી મળી……!

તો- આને કહેવાય ભગવાન ની મરજી……….પળભર થયું કે હાશ…! મળી ગઈ….! મારી બેગ મળી ગઈ..! અને આ ઘટના પર થી હું વિચારો ના ચગડોળે ચડ્યો…..

  • ધારો કે- એ ભાઈ ને જગ્યા એ કોઈ ગઠીયો હોત તો….??? ટૂંક માં- રેલ્વે હોય કે ફ્લાઈટ…કે સીધીસાદી બસ…..તમારો સામાન તમારી જવાબ દારી…! જીવન પણ એવું જ છે…….તમારી સમસ્યા ઓ ..તમારી જવાબદારી…..
  • મેં બેગ -ટ્રેન ના માળિયા ( અર્થાત શેલ્ફ પર) મૂકી હતી….અને હમેંશ ની જેમ- વાંચવા માટે “પ્રાગજી ભક્ત” નું પુસ્તક વાંચતો હતો……આથી બેગ ગઈ ત્યારે એ બુક જ મારી પાસે હતું……આથી લાગ્યું કે- માયા ગઈ અને જીવ નું કલ્યાણ રહ્યું……અને એને જ કહેવાય શ્રીજી ની મરજી..! થોડીક વાર તો વૈરાગ્ય આવી ગયું અને નચિંત થઇ ગયો……! આથી અનુભવ ને આધારે થાય છે કે- જો આપણે સ્થિતપ્રજ્ઞ થઇ જઈએ તો મનમાં શાંતિ ની જે છોળો ઉછળે છે એ અદ્ભુત છે…! પ્રયત્ન કરી જોજો……..જે થાય છે એ “ભગવાન ની મરજી” એમ વિચારી ને ભૂલવા પ્રયત્ન કરજો……સુખ શાંતિ નો અચૂક અનુભવ થશે…..!
  • હવે નક્કી કર્યું છે કે- બેગ- ની ઉપર નજર અચૂક રાખવી..શક્ય હોય તો પગ ની પાસે જ રાખવી…..! ચેતતા નર સદા સુખી….
  • ભાઈ મુસલમાન હતા…..પણ એમના સગા અને એમના એક દાદા જે બરોડા સ્ટેશન પર એમની રાહ જોઈ મારી પાસે ઉભા હતા…..એમની સાથે મેં સત્સંગ ચાલુ કર્યો…..એ મુસલમાન અને હું હિંદુ..અને એ પણ સ્વામિનારાયણ સંપ્રદાય નો ચુસ્ત સત્સંગી…! હવે વિચારો શું વાત થઇ હશે??? એ કાકા આખી દુનિયા ફરી ને આવ્યા હતા…અને ઇસ્લામ ધર્મ નું કાર્ય કરતા હતા….અમારી- છેક  ISIS થી  લઇ અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ના મુસ્લિમ ભક્તો સુધી ચર્ચા થઇ……! મને ગમ્યું..એમને ગમ્યું…એમણે વાત કરી કે..રાજા રા’માંડલિક ( જુનાગઢ- આશરે પાંચસો વર્ષ પહેલા) ના સમયે એમની દસમી પેઢી ના પુરખા નગર બ્રાહ્મણ હતા…….અને એ વાત નો એમને ગર્વ છે…! અદ્ભુત…….મુસલમાનો માં આટલા વિધવાન સમજદાર લોકો પડ્યા છે……..કે જે પોતાના મુળિયા જાણે છે…અને પોતાના ધર્મ નો સાર પણ જાણે છે……!
  • છેલ્લે રાત્રે ૧૨ વાગ્યે હું અમદાવાદ પહોંચ્યો…….અને નવરાત્રી ના નામે થતા નાટકો રસ્તા માં ઠેર ઠેર જોયા……..રસ્તાઓ રોકી…અશ્લીલ ..અભદ્ર ફિલ્મી ગીતો ના તાલે ગરબા થતા જોયા…..અને અરેરાટી થઇ..! તો શાહપુર-ખમાસા આગળ રાત્રે મોડે સુધી ચાલતું તામસિક વાનગીઓનું બજાર પણ જોયું………થયું કે- આવું ખાઈ ને લોકો પોતાનું પેટ તો  ઠીક પણ એની સાથે પોતાનું મન પણ બગાડે છે…….એ ક્યારે સમજશે???

તો…….આ બધું જોયું…વિચાર્યું…અને છેવટે ગાદલા પર આડો પડ્યો….જગત ને પળભર વિસાર્યું……અને શ્રીજી ના પદો ને યાદ કરતા કરતા બોલી ઉઠ્યો……હાશ..! મળી ગઈ…!

તમને મળી?????? ( શું???…તમારા જીવ ને પૂછો….)

ટૂંક માં- અહિયાં તો જીવન જ સત્સંગ છે…………..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s