Raj Mistry's world

Me,my stories and world around….

આજ કાલ- ૦૭/૧૦/૨૦૧૪

Leave a comment

તો આ રવિવારે ફરીથી રવિસભા ચુકી ગયો…….અંતર માં ખારાશ જેવું રહે છે….કારણ કે હું દ્રઢ પણે માનું છું કે સત્સંગ સભાઓ -મનમાં રહેલા તમામ પ્રશ્નો..સમસ્યાઓ નું સરળ સમાધાન સહજ પણે કરી આપે છે……પણ આપણે રહ્યા સંસારી જીવ… આથી જો બકા….ચકા……મકા…..આવી ભાંજગડો તો રહેવાની જ……એટલે જ સંસાર ની તમામ ક્રિયાઓ માં -ભગવાન ને સાથે રાખવા અત્યંત જરૂરી છે….!

તો કેવી ગઈ કાલ અને આજ…..?? જોઈએ…

  • સોસાયટી માં ફરજીયાત ૫૦૦ રૂપિયા આપી ને – ઘોંઘાટ સહન કર્યો…….ઢાળા વગર ની પાર્ટીઓ….ગરબાના નામે ફિલ્મી ગીતો સહન કર્યા……શું થાય??? ઘર છોડી ને તો ભાગી ન જવાય……એટલે સહન કરી લીધું……સારું હતું કે- હરિ એની મમ્મી પાસે -આ કોલાહલ થી દુર હતો.
  • ગયા અઠવાડિયામાં બે-ત્રણ રજા ઓ ભેગી થઇ -એટલે હરિ ને લઈને- અમારા મૂળ વતન મઉં ગામે જવામાં આવ્યું……એકદમ શાંત..શુદ્ધ ભક્તિ ભાવ સહીત ની માતાજી ની પૂજા……અને દેશી ગરબા ની રમઝટ ….મનભરી ને માણવા માં આવી…..! જો કે હરિ ને વહેલા ઊંઘવા જોઈએ..અને રીના ને ગરબા માં કોઈ રસ નથી..આથી એકલા જ એનો આનંદ ઉઠાવવા માં આવ્યો……પળભર પણ શ્રીજી ને વિસરવા માં ન આવ્યા……!
  • હરિ ને તો ખુલ્લું મેદાન મળી ગયું……બધા સગા વ્હાલા ઓ મળ્યા……અને ગામડે અમારું ઘર મોટું..ચારે બાજુ-કોન્ક્રીટ ના ચોખ્ખા રોડ..પછી બાકી શું રહે?? અમને બધા ને ખુબ દોડાવ્યા…….અને લાગે છે કે..હવે પછી ના દિવસો માં- મારું..રીના નું શરીર ઘટવાનું છે…..!
  • ગામડે એક મોટો પ્રશ્ન છે……નેટ કનેક્શન નો……! હું તો હેરાન પરેશાન થઇ ગયો……..હવે દિવાળી પર જવામાં આવશે ત્યારે આની પૂર્વ તૈયારી કરી ને જવામાં આવશે….એ ચોક્કસ….!

તો બસ- હવે ઘણું બધું કામ કરવાનું છે…દિવાળી અને રજાઓ આવે છે……..બરોબર ને..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s