Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૦૨/૧૧/૨૦૧૪

Leave a comment

“..જેને અપમાન લાગે છે તેને સત્સંગ થયો જ નથી……જે આત્મકાળે ( આત્મસત્તા રૂપ) વર્તે એનો વજ્ર ના કોટ માં નિવાસ છે…”

—————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ -શ્રીહરીચરીત્રા મૃત સાગર

આત્મસત્તા રૂપે વર્તવું એટલે કે- દેહભાવ છોડી- પોતાને એક શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા માનવો……અને અક્ષર રૂપ..બ્રહ્મરૂપ વર્તવું….! સ્વયમ શ્રીજી કહે છે કે જે આત્મસત્તા રૂપ વર્તે છે તે વજ્ર સમાન બને છે….લૌકિક દુખો-સુખો એને નડતા જ નથી. નવા વર્ષ ની આ સ્નેહમિલન રવિસભા ના આશીર્વચનો માં પુ.ઈશ્વર ચરણ સ્વામી એ શ્રીજી ના આ વચનો થી હરિભક્તો ને આત્મસત્તા રૂપ વર્તવા નું માર્ગદર્શન આપ્યું….અને શુભ શરૂઆત તેનાથી જ થઇ….

ગયા રવિવારે તો અમદાવાદ ની બહાર હતો આથી આ રવિવાર ની સભા ની ઉત્કંઠા થી પ્રતીક્ષા હતી આથી સમયસર જ મંદિર પહોંચી ગયો…..અને હમેંશ ની જેમ નવા વર્ષમાં- શ્રીજી ના મનભરી ને…હૃદય ના ઊંડાણ થી દર્શન કરવામાં આવ્યા……ચાલો સાથે જોડાઈએ…

10701960_325234657664713_3216912175636113058_n

સભાની શરૂઆત- પુ.સંતો ના મુખે થી સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ…..ત્યારબાદ ભક્તરાજ નારણ દાસ રચિત..” સજની ટાણું આવ્યું રે ભવજલ તરવા નું…” રજુ થયું…….આવનારી પળે શું થશે કોને ખબર??? આથી જ તો- જીવન ની પ્રત્યેક પળે….પ્રત્યેક શ્વાસેશ્વાસ શ્રીજી ને સંભારી લેવા…..

ત્યારબાદ પુ.પ્રિયસ્વરૂપ સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના કાજે થયેલી મહાયાત્રા ના સાથી સંતો ને વિષે સુંદર માહિતી મળી…..સ્વામી એ બે સંતો વિષે માહિતી આપી…એ સંતો હતા…

૧.  પુ.નિરંજન દાસ સ્વામી- એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના ગુરુભાઈ હતા( પુ.વિજ્ઞાનાનંદ સ્વામી ના શિષ્ય) અને જયારે સ્વામીશ્રી એ વડતાલ છોડ્યું ત્યારે એ – એમની સાથે જ હતા….અત્યંત નિષ્ઠા વાળા અને શાસ્ત્રીજી મહારાજ નો મહિમા સમજતા હતા….એમણે મોટેભાગે બોચાસણ મંદિર માં જ પોતાનું જીવન પસાર કર્યું હતું અને એમનો અંત સમય અદ્ભુત હતો……શાસ્ત્રીજી મહારાજ અને સંતો ની હાજરી માં- શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજ સ્વયમ એમને તેડવા પધાર્યા હતા…..એ વાત ના બધા સાક્ષી હતા…

૨. પુ.ભક્તીજીવન સ્વામી – એ માનત સ્વામી તરીકે પણ ઓળખાતા…..જન્મે ક્ષત્રીય પણ અત્યંત સેવાભાવી સંત…..એમણે પોતાના જીવન ના લગભગ ૩૭ વર્ષ સારંગપુર ક્ષેત્ર માં- બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સાથે ઝોળી માંગવા માં વિતાવેલા…….એટલી બધી ઝોળી માંગેલી કે એમના ખભા પર આંકા પડી ગયા હતા….! આમ છતાં, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનન્ય નિષ્ઠા…..અને વડતાલ થી એમની સાથે જ નીકળેલા….

અદ્ભુત માહિતી……! આ સિધ્ધાંત કાજે…અક્ષર પુરુષોત્તમ મહારાજ કાજે- આપણા ગુણાતીત પુરુષો અને મહાન સંતો એ જે ભોગ આપ્યા છે..એમની વાત થાય એમ નથી….! આટલો મહિમા સમજાય તોપણ આ સર્વોપરી સત્સંગ આપણા જીવ ને ચોંટે..એમાં કોઈ શક નથી…!

ત્યારબાદ- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ નવા વર્ષ ની શરૂઆત માં- આશીર્વચનો આપતાં કહ્યું કે…..

  • દિવાળી નો ઉત્સવ અનેરો છે..અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કાર્તિક પૂર્ણિમા સુધી ભક્તો ને બેસતા વર્ષ ના આશીર્વાદ આપતાં….
  • શ્રીજી ની વાત -ઉપરોક્ત પ્રમાણે કરતા કહ્યું કે….આપણે આત્મસત્તા રૂપ વર્તી એ એમાં જ શ્રીજી ની મરજી છે….ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતો માં કહે છે કે….”આ જીવ ને બ્રહ્મ રૂપ જાણે એ પોતે બ્રહ્મ રૂપ થયા વગર રહે નહિ…” આમ, સત્પુરુષ અને ભગવાન માં નિર્દોષ બુદ્ધિ રાખવી…..
  • શ્રીજી કહે છે કે- જે આત્મ સત્તા રૂપ થયો -એ નિર્ભય થઇ ગયો……જીવનો માયિક ભાવ ટાળવો છે તેથી અપમાન કરીશું….માનભંગ કરીશું….અને એમાં જીવ ને બ્રહ્મરૂપ કર્યા સિવાય બીજો કોઈ સ્વાર્થ અમારે નથી…ભગવાન ના ચરિત્ર માં સંદેહ ન થાય તો એમાં સર્વ સાધન આવી ગયા……જેને ભગવાન નો આવો દ્રઢ નિશ્ચય રહે છે તેને નિરંતર તેનો કેફ રહે છે….
  • ભગતજી મહારાજે અને આપણા ગુણાતીત પુરુષો એ અનેક અપમાનો સહન કર્યા…પણ એમના માટે તો સત્સંગ માં રહેલા દરેક ભક્ત-સંત બ્રહ્મ ની મૂર્તિ હતા…..આથી જ શ્રીજી ના રાજીપા નો કેફ હમેંશા રહેતો…..
  • શ્રીજી કહે છે કે- સત્સંગમાં સમજણ બે પ્રકાર ની છે…..લૌકિક સમજણ- એ હોય તો જે નજીક હોય તોપણ દુર ભાસે…અને દિવ્ય સમજણ- એ હોય તો દુર હોય તોપણ નજીક ભાસે….માટે ભગવાન ને ભજતા સર્વ હરિભક્તો દિવ્ય છે…એ જે સમજે…ધરે અને વિચારે..એ આ જગ જીતી જાય છે…..
  • આજે પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા હજારો મંદિરો- અક્ષરપુરુષોત્તમ મહારાજ અને એ સિધ્ધાંત ને જગત માં ફેલાવી રહ્યા છે…..એ મંદિરો- બ્રહ્મ વિદ્યા ની કોલેજો છે…..કે જેમાં જીવ- બ્રહ્મરૂપ થવા ના પાઠ શીખે છે…..માટે આ મંદિરો- એ અનિવાર્ય અંગ છે….
  • માટે કોઈ હરિભક્ત નો અવગુણ લેવો નહિ……….સર્વ ને બ્રહ્મ ની મૂર્તિઓ સમજવી……અને સુહાર્દ ભાવ રાખવો…….અને યાદ રાખવું કે- ભગવાન ના બળ થી બીજું કોઈ બળ મોટું નથી……

અદ્ભુત…અદ્ભુત…………ઉપરોક્ત વચનો માં જાણે કે સર્વ બ્રહ્મ સિધ્ધાંત આવી જાય છે…….લૌકિક વ્યવહાર માં આ બધું અશક્ય લાગે પણ એક વાર સત્સંગ નો નિરંતર સંગ થાય- એટલે સમજવું કે- આ બધું સહજ થઇ ગયું…..

સભાને અંતે- અમુક જાહેરાત થઇ…

— આવતીકાલે પ્રબોધિની એકાદશી – અર્થાત ચાતુર્માસ નો અંતિમ દિવસ…અને એ જ તિથી એ સદગુરુ રામાનંદ સ્વામી એ શ્રીજી ને પીપલાણા માં આચાર્ય પદે  સ્થાપ્યા હતા…..અને એ જ દિવસે આંબલીવાળી પોળ માં પ્રમુખ સ્વામી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજે પાર્ષદી દીક્ષા આપી હતી…..માટે આજ્ઞા મુજબ કાલે નિર્જળા ઉપવાસ……! તૈયાર છો ને..??? બસ- શ્રીજી-સ્વામી ને રાજી કરી લઈએ….

સભાને અંતે – અમદાવાદ-શાહીબાગ મંદિર ના અન્નકૂટ ઉત્સવ નો વિડીયો રજુ થયો…….! હરિભક્તો -સંતો ની દિનરાત ની મહેનત….નિષ્ઠા એમાં સ્પષ્ટ પણે દેખાતી હતી…..! શત શત વંદન- એ હરિભક્તો અને સંતો ને…..!

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s