Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૦૯/૧૧/૨૦૧૪

Leave a comment

“..પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણવો….”

————————

ઇતિ વચનામૃતમ- ગઢડા મધ્ય-૩૮ 

સત્સંગ નું બીજું નામ છે- દ્રઢ નિષ્ઠા……જો નિષ્ઠા અધુરી હોય તો સમજવું કે સત્સંગ અડધો છે…..એકવાર શ્રીજી ને આ તન-મન-જીવ-હૃદય સોંપ્યા  અને સત્પુરુષ ને મન-કર્મ વચને સેવ્યા એટલે- બસ આ સર્વસ્વ એમનું જ થઇ ગયું….એ જ આપણા કર્તાહર્તા…અને એમની મરજી જ આપણું જીવન..એવી ભાવના દ્રઢ થવી જોઈએ….તો જ એને પતિવ્રતા ભક્તિ કહેવાય…..બ્રહ્મ રૂપ થઇ ભક્તિ કરવી -એમ કહેવાય…! તો આજ ની સભા એ પર જ હતી….અને એટલા માટે જ આ સત્સંગ સર્વોપરી છે.

સભામાં સમયસર પહોંચી ગયો અને હમેંશ ની જેમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવા માં આવ્યા……ચાલો જોડાઈએ….

10421543_327645484090297_4894410729456664406_n

ત્યારબાદ સભામાં ગોઠવાયા એ સમયે- પુ.પ્રેમવદન સ્વામી જેવા વિધવાન ગાયક સંત ના મુખે- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય..”સ્વામિનારાયણ નામ..ભજમન સ્વામિનારાયણ…” ચાલુ હતી……હૃદય સ્થિર થઇ ગયું…..અને એક શ્રીજી ની મૂર્તિ મનોચક્ષુ સમક્ષ તરવરી ઉઠી…! ત્યારબાદ એમના મુખે જ એક કીર્તન રજુ થયું..”વ્હાલા અક્ષરધામ ના વાસી ,મારે હૈયે કરજો નિવાસ….” એ પણ અદ્ભુત હતું. ત્યારબાદ એક હરિભક્ત ના મુખે બે કીર્તન રજુ થયું…..અસલ પડછંદ ચારણી અવાજ…..અને શબ્દો હતા….”આવો હરીવરીયા મંદિરીયે મારે…” ( રચયિતા-બ્રહ્માનંદ સ્વામી)  અને ” સહજાનંદ સ્વામી અંતર્યામી, મૂર્તિ મનોહર મારા શ્યામ ની રે..” ( રચયિતા -નિષ્કુળાનંદ સ્વામી)  અને સમગ્ર સભા તાળી ઓ ના તાલ સાથે એમાં જોડાઈ ગઈ……

ત્યારબાદ પુ.શ્રીજીચરણ સ્વામી દ્વારા – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સાથી સંતો વિષે માહિતી મળી….બે સંતો વિષે માહિતી મળી…જે મુજબ…

  • પુ.મહાપુરુષ દાસ- શાસ્ત્રીજી મહારાજ થી ૨૩ વર્ષ મોટા , લખતર ના બેચર ભગત -એકદમ વ્યવહાર કુશળ સંત હતા અને શાસ્ત્રીજી મહારાજ નો મહિમા સ્પષ્ટ પણે જાણતા હતા…અંત સમય ચાણસદ માં રહ્યા….
  • પુ.અક્ષર સ્વરૂપ સ્વામી- મોટા અક્ષર સ્વામી તરીકે ઓળખાતા…મૂળ-સારસા ના-ધોરીભાઇ તરીકે ઓળખાતા. પોતાના પડછંદ દેહ અને અત્યંત શક્તિશાળી હોવાને લીધે- બોચાસણ મંદિર માં-અતુલનીય સેવાયજ્ઞ કર્યો…..અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના રાજીપા ને લીધે-આખું વચનામૃત -કંઠસ્થ હતું…..અંત સમયે આંખો ની જ્યોતિ ગુમાવી છતાં જ્ઞાન ની પુંજ ઝળહળતી રાખી અને બોચાસણ ખાતે જ ધામ માં ગયા…..

અદ્ભુત માહિતી…….જે અત્યંત કપરો સમય હતો એ સમયે- આ મહાપુરુષો એ- ગુણાતીત ગુરુઓ અને એક શ્રીજી-સ્વામી ને રાજી કરવા જે દાખડા કર્યા એ સદાયે અવિસ્મરણીય રહેશે…..શત શત વંદન એમના ચરણો માં…!

ત્યારબાદ વિદ્વાન સંત પુ. શ્રીહરિ સ્વામી દ્વારા -પતિવ્રતા ભક્તિ પર આધારિત – ગઢડા મધ્ય -૩૮ ના વચનામૃત પર અત્યંત રસપ્રદ નિરૂપણ કર્યું……જોઈએ એના અમુક અંશ…

  • ઉપરોક્ત પ્રમાણે- જેની નિષ્ઠા પૂર્ણ અને દ્રઢ-એનો સત્સંગ પૂર્ણ અને દ્રઢ……નહીતર- મહારાજ કહે છે એમ અડધો વિમુખ કહેવાય…..
  • એક ભગવાન અને સત્પુરુષ નો અનન્ય આશરો- એ જ આપણા માટે સર્વોપરી હોવો જોઈએ….
  • આ સત્સંગ માં આવ્યા પછી -ભલે ને દુખ આવે…..તકલીફ આવે-પણ ભગવાન ની મરજી માની સ્વીકારી લેવું……અને બીજે ભલે સુખ દેખાતું હોય- છતાં ત્યાં ન જવું…..
  • આપણા સંપ્રદાય માં- એવા દ્રઢ હરિભક્તો ના અસંખ્ય ઉદાહરણો છે……કે જેમણે સત્સંગ માં આવ્યા પછી અઢળક દુખ આવ્યા હોય છતાં સત્સંગ અને દ્રઢ આશરો નથી છોડ્યો…
  • જીવ ની એષણા ઓ નો કોઈ અંત નથી…….પણ એકવાર સત્સંગ-સત્પુરુષ અને ઇષ્ટદેવ-જે આપણ ને મળ્યા છે- એનો મહિમા સમજાય ત્યારે -આ એષણાઓ પર લગામ લાગે છે…..અને જે મળ્યું છે- એનો જ દ્રઢ આશરો- મનાય છે…..અને એમની જ મરજી સર્વોપરી લાગે છે…..
  • આપણે માથે ધણી હોય પછી ચિંતા શા માટે??? દુખ આવવા નું હશે તો- શ્રીજી શૂળી નો ઘા -સોય થી ટાળતા હશે …કાંતો કસણી કરતા હશે-એમ માનવું…..

અદ્ભુત…..અદ્ભુત……કદાચ આવી નિષ્ઠા હોય તો જ સાચી ભક્તિ કહેવાય..એમાં કોઈ સંશય નથી…!

ત્યારબાદ- દિલ્હી અક્ષરધામ માં ઉદ્ઘાટિત થયેલા નવીન- મ્યુઝીકલ ફુવારા નો વિડીયો જોવા મળ્યો…….કેનોપનિષદ પર આધારિત આ અદ્ભુત વોટર શો- જરૂર જોવામાં આવશે…..તમારું કેમનું છે???

સભાને અંતે જાહેરાતો થઇ……

———————-

  • ૨૩ મી નવેમ્બરે- અમદાવાદ ને આંગણે- શાહીબાગ મંદિર ની સામે- પ્રમુખ વાટિકા માં- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રતિક જન્મ જયંતી નો મહોત્સવ છે……ભવ્ય પ્રોગ્રામ થવાનો છે..સમય-૫ થી ૮……અચૂક લાભ લેવો….એ સાથે સાથે ૨૩ મી થી જ “પ્રમુખ સ્વામી જન્મજયંતી પર્વ” ઘરે બેઠા – છેક બાપા ની જન્મ જયંતી-૨૯ મી સુધી કરવાનો છે…..સ્વામીશ્રી ના દિવ્ય પ્રસંગો નું પાન- રોજ સવારે- આ સમયગાળા દરમિયાન- શાહીબાગ મંદિરે પણ થશે….
  • પુ.બ્રહ્મવિહારી સ્વામી એ- દિલ્હી ના નવા વોટર શો વિષે વિશેષ માહિતી આપી……એનો મહિમા કહ્યો…..અને સ્વામીશ્રી ના અદ્ભુત પ્રસંગો પણ કહ્યા……જન્મજયંતી મહોત્સવ ને સફળ બનવવા- હરિભક્તો એ શું કરવાનું છે- તેના વિષે પણ માહિતી આપી…..

તો- આજની સભા- આ સર્વોઅપરી સત્સંગ ને સમજવાની…..સત્પુરુષ અને શ્રીજી ને સમજવાની હતી……અને દ્રઢ નિષ્ઠા કોને કહેવાય??? પતિવ્રતા ભક્તિ કોને કહેવાય?? એ સમજવાની હતી…..એટલું સમજાય- તો પણ આ જીવ અક્ષર રૂપ થઇ જાય…..

જય સ્વામિનારાયણ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s