Raj Mistry's world

Me,my stories and world around….

સેલ્વાસ પ્રવાસ ……..

Leave a comment

આમ તો એવું છે કે- અમે ગયા અઠવાડિયે કંપની ના કામધંધા અર્થે સેલવાસ ની મુલાકાતે હતા……થેન્ક્સ ટુ કંપની……! માર્કેટિંગ ની જોબ ની મજા કહો કે સજા- એ આ જ છે…….મજા માં નવ નવા સ્થળ જોવા મળે તો સજા માં….ઘર પરીવાર થી….પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી મહોત્સવ જેવા ઉત્સવો થી દુર રહેવું પડે વગેરે વગેરે…..!  તો ટૂંક માં અમે- પ્રમાણ માં શાંત એવા સ્થળ- સેલવાસ માં હતા…

સેલવાસ કહો કે -સિલવાસા ( જે વાસ્તવ માં પોર્ટુગીઝ શબ્દ છે) તે ભારત ના કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી નું પાટનગર છે. ઈતિહાસ કહે છે કે લગભગ ૨૦૦ વર્ષ સુધી પોર્ટુગીઝો ના હાથમાં રહ્યા બાદ- સેલવાસ,દાદરા અને નગર હવેલી -૧૯૫૪ માં પોર્ટુગીઝ થી મુક્ત થયા અને વિધિસર ૧૯૬૧ માં- ભારત ના કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે સ્થાન પામ્યા…..હવે અમદાવાદ થી ત્યાં પહોંચવાનું કઈ રીતે??? તો- અમદાવાદ થી લગભગ ૩૭૦-૪૦૦ કિલોમીટર દુર છે…..ટ્રેન થી પણ જઈ શકાય અને બસ દ્વારા પણ….ટ્રેન થી જાઓ તો- વાપી ઉતરવાનું..અને ત્યાંથી શટલિયા ( એટલે કે “ભાગે”લી ..અર્થાત ભાગમાં ભાડે થતી રીક્ષા….) ૨૦-૩૦ રૂપિયામાં લઇ જાય….દાદરા- વચ્ચે આવે..અને અંતે સેલવાસ આવે….! મોટે ભાગે ગુજરાતીઓ અને મરાઠીઓ જોવા મળે……બજાર સમાંતર-ઉભું છે…..અને જમવાનું લગભગ સારું મળી રહે- એવી રેસ્ટોરન્ટસ અને હોટલ્સ-રિસોર્ટસ છે….મુંબઈ વાળા ને સેલ્વાસ નજીક પડે- હાઈવે થી લગભગ ૧૬૦-૮૦ કિમી થાય……

સૌથી મોટી વાત- ત્યાં દમણગંગા નદી છે અને બધા રિસોર્ટ એની આજુબાજુ જ ફેલાયેલા છે……અને અમારું અદ્ભુત સ્વામિનારાયણ મંદિર પણ ત્યાં જ છે….એ સેલવાસ-ભીલાડ રોડ પર આવે…! તો બે દિવસ માં સેલવાસ નો લાભ લેવામાં આવ્યો…..ખાસ તો સ્વામિનારાયણ મંદિર નો અદ્ભુત લ્હાવો લેવામા આવ્યો…અદ્ભુત કોતરણી……લાઈટીંગ અને ઠાકોરજી ની અતિ સુંદર મૂર્તિ……! પછી પૂછવાનું જ શું??? બાજુમાં જ દમણ ગંગા નદી ના ખડકો …એકદમ લીલોછમ બગીચો……એમાં અનેરા રંગ પૂરે- એટલે મન-હૃદય આપોઆપ જ શ્રીજી માં જોડાઈ જાય..! જો કે કામ હજુ ચાલે છે…પણ એ ફીનીશીંગ વર્ક જેવું છે. પ્રેમવતી કેન્ટીન હજુ બની નથી…..આથી મંદિર ના રસોડે જ જમી શકાય…કાંતો પછી આજુબાજુ ઘણી ગુજરાતી, દક્ષીણ ભારતીય,પંજાબી રેસ્ટોરન્ટસ છે…..તેમાં લાભ લઇ શકાય..!  આ સિવાય દુધની ધોધ , બાણગંગા સરોવર, સેલવાસ મ્યુઝીયમ વગેરે સ્થળો પણ જોવાલાયક છે…..અમારી પાસે સમય ન હતો આથી જોઈએ બીજી વાર અવાય તો ચોક્કસ આવશું. સ્વામિનારાયણ સત્સંગીઓ માટે- ભરૂચ,તીથલ, સેલવાસ ,સાંકરી- વગેરે સ્થળો ના અદ્ભુત દર્શન-યાત્રા નો પ્લાન થઇ શકે…….અને એમાયે તીથલ અને સાંકરી- આ બે જગ્યા એ તો જરૂર રાતવાસો કરવો…અથવા બે-ત્રણ દિવસ રોકાણ નો પ્લાન કરી ને જવું….

10268448_332492413605604_4697076384415555399_n 10731152_332492483605597_8478709241666982944_n

હું શતાબ્દીમાં ગયો અને કર્ણાવતી માં પાછો આવ્યો…..આથી સેલ્વાસ જરાક વધારે દુર લાગ્યું……શનિ-રવિ નો મારો સુવર્ણ સમય ( કારણ કે મારા દીકરાને મળવાનો સમય છે..) બગડ્યો……..એવું લાગ્યું……મારા દીકરાને ન મળી શક્યો…હવે ક્યારે મળવા જઈશ ?? એ ખબર નથી….બસ- આપણે તો શ્રીજી ની મરજી મુજબ ચાલવું…….એની મરજી હશે એમ જ થશે……..અને એ જ મને મંજુર હશે……બાકી રહ્યા કર્મ કરવાનું….એમાં તો આપણે કોઈ રીતે થાક્શું નહિ……બસ- દેહ એનું કામ કરશે…જીવ એનું…કારણ કે દેહ માટે- આતો ઘડી-બેઘડી નું સુખ છે અને જીવ માટે તો અખંડ..અનંત સુખ ની વાત છે…..!

બસ- ચાલતા રહેવું……અને જીવન ના રંગ સમેટતા રહેવું…….એમાં જ મજા છે…….આપણે અહિયાં ક્યાં કશું વસાવવા આવ્યા છીએ??? માત્ર -ઘડી બે ઘડી નો સફર છે..અને બસ ચાલતા જ રહેવાનું છે….શ્રીજી સુધી..!

પણ તમે સાથે રહેજો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s