Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૩૦/૧૧/૨૦૧૪

Leave a comment

“જીવને દેહ ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે; માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે……… તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે……’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મ( અર્થાત બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ નો)  સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે…”

—————————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ -વચનામૃતમ- ગઢડા મધ્ય-૩૧

ગઈકાલે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મ જયંતી નો મહા ઉત્સવ- સારંગપુર માં ઉજવાઈ ગયો…..સત્પુરુષ ના સાનિધ્ય માં- એમનો જ જન્મ દિવસ ઉજવવા નું ભાગ્ય  જે જીવ ને મળે છે..તેના જેવો ભાગ્ય  નો બળિયો કોઈ નથી. જીવ જે માયા ના પાશ માં બંધાયેલો છે..તેનો આ પાશ- બ્રહ્મ રૂપ સત્પુરુષ જ છોડી શકે અને આપણ ને એ મોકો શ્રીજી એ આપ્યો છે….બસ- પોતાની જાત ને આત્મ સ્વરૂપ સમજી..એ પ્રગટ બ્રહ્મ નું નિરંતર મનન અને સંગ કરવાનો છે….તો બ્રહ્મરૂપ થવાની ગેરંટી નક્કી ..! તો આજ ની સભા- સત્પુરુષ ના આ મહિમા ને સમજવાની હતી….

ગયા રવિવારે હું સેલવાસ હતો આથી જન્મ જયંતી ની પ્રતિક સભા માં ન જઈ શક્યો..પણ આજે એની ખોટ મહદઅંશે સરભર થઇ….તો સૌપ્રથમ કરી એ શ્રીહરિ-ધામ અને મુકતો ના દર્શન……..અને આજનો  શ્રીજી નો શણગાર જુઓ તો સમજાય કે એમની મૂર્તિ માં અનાયાસે જ કેમ આકર્ષણ થાય છે????

10382822_335472969974215_7431835536086402344_n

સભાની શરૂઆત- યુવકો ના કંઠે- સ્વામિનારાયણ મહામંત્ર ની કર્ણપ્રિય ધુન્ય દ્વારા થઇ…..જીવ એના લય માં જોડાયો અને પછી થી પ્રેમાનંદ સ્વામી રચિત એક અદ્ભુત કીર્તન જે શાસ્ત્રીય રાગ-રાગિણી નો છંટકાવ કરી ને- એ યુવકે- જે રીતે રજુ કર્યું…એ સાંભળી ને તો ખરેખર સમાધિ સ્થિતિ નો તાદ્રશ્ય અનુભવ થયો…..”રહોજુ મોરે નૈનમ મેં શ્રી ઘનશ્યામ…..” અદ્ભુત હતું……..! અને એ પછી પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેવા મહાન કલાકાર સંતે ..મુક્તાનંદ સ્વામી રચિત ” મંગળ છાઈ રહ્યો ત્રિભુવન મેં…’ પણ અદ્ભુત હતું…….!

ત્યારબાદ અમદાવાદ મંદિર ના ભંડારી સંત પુ.અધ્યાત્મ પ્રિય સ્વામી એ – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના નિષ્ઠાવાન સંતો વિશેની શ્રેણી માં- નવા બે સંતો નો પરિચય આપ્યો…..એ સંતો હતા….

  1. પુ.શાસ્ત્રી શ્રી હરજીવન દાસ જી સ્વામી- પૂર્વાશ્રમ માં મણીભાઈ તરીકે ઓળખાતા આ સંત- મંદિર નિર્માણ માં -વ્યવહાર કુશળતા માં અતિ વિદ્વાન અને પ્રખ્યાત સંત હતા. સારંગપુર, ગોંડલ અને ગઢડા જેવા મંદિરો ના નિર્માણ માં એમની આવડત નો શાસ્ત્રીજી મહારાજે ઉત્તમ ઉપયોગ કર્યો..અને એ મંદિરો ના કોઠારી તરીકે પણ સેવા આપી…શાસ્ત્રીજી મહારાજ એમની ઓળખાણ આપતાં ગર્વ થી કહેતા કે..આ અમારા ઈજનેર” ..અને ગઢડા માં પણ મંદિર રચવા ની આજ્ઞા કરી. હરજીવન સ્વામી ના સંબંધો -જુના મંદિર ના સંતો સાથે પણ ઘનિષ્ઠ હતા આથી જયારે એ  રાજકોટ મુકામે ધામ માં ગયા ત્યારે સમગ્ર ગઢડા બજારે – બે દિવસ વ્યવહાર બંધ રાખી ને શોક પ્રગટ કર્યો હતો. ગોંડલ , અક્ષર મંદિર નજીક માં એમના અંતિમ સંસ્કાર થયા હતા.
  2. પુ. બાલમુકુન્દ સ્વામી- મૂળ નાપાડ ના હતા અને સ્વભાવે શાંત,સરળ હતા. જુનાગઢ મંદિર છોડીને જયારે યોગીબાપા નીકળ્યા ત્યારે એમની સાથે ના સંતો માં બાલમુકુન્દ સ્વામી પણ હતા. એમણે રક્તપિત્ત થયો -જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ગુજરાત માં બોલાવી ને મટાડ્યો…આથી સ્વામી ને શાસ્ત્રીજી મહારાજ ની પાકી નિષ્ઠા થઇ….વચનામૃત અને સ્વામી ની વાતો ના ઉંડા અભ્યાસી હતા ..બોચાસણ માં ધામ માં ગયા….

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં યોજાયેલી- મહેળાવ થી સારંગપુર( ૧૬૦ કિમી, ૩૦૦ હરિભક્તો અને સંતો..૫ દિવસ નો અખંડ સત્સંગ ) પદયાત્રા ના વિડીયો દર્શન થયા……સંતો-હરિભક્તો નો અતુલ્ય ઉત્સાહ….નિષ્ઠા જોઇને મન ગદગદ થઇ ગયું…….પગે ફોડલા પડે…હાથ-પગ કામ ન કરે…છતાં એમના ચહેરા ઓ પર નો ઉત્સાહ જોઇને લાગ્યું કે- સ્વયમ શ્રીજી પણ જાણે એમના માં રહી ને પદયાત્રા ન કરતા હોય..!  અદ્ભુત..અદ્ભુત…! આ સિવાય- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મજયંતી પ્રસંગે- અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં થી પણ લગભગ ૬૦૦૦ જેટલા હરિભક્તો ( કે જેમાં ૧૭૦૦ જેટલા બહેનો હતા) એ આંબલી વાળી પોળ ની પદયાત્રા કરી આવ્યા……હું એ અદ્ભુત પ્રસંગ ચુકી ગયો- એનો રંજ છે……પણ જલ્દી થી એની ભરપાઈ કરવામાં આવશે……..!

ત્યારબાદ- વિધવાન સંત પુ.વિવેક મુની સ્વામી એ – “પ્રમુખ સ્વામી મહારાજ ની અહં શૂન્યતા” એ વિષય પર અદ્ભુત વિવરણ કર્યું…જોઈએ એના અમુક અંશ…

  • અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પોતાની અક્ષર વાતો માં કહે છે કે- આપણો જન્મ બે કાર્ય સિદ્ધ કરવા માટે જ થયો છે…..એક તો અક્ષર રૂપ થવું છે….અને ..બીજું- અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ની ભક્તિ કરવી….અને અક્ષર રૂપ થવા માટે- અક્ષર કહેતા કે બ્રહ્મ રૂપ સત્પુરુષ નો સંગ કરવો…અને એમના ગુણ ગ્રહણ કરવા ..એ અનિવાર્ય છે..( વચનામૃત- ગઢડા મધ્ય-૩૧, પ્રથમ-૬૭)
  • સત્સંગ માં અહં કહેતા કે માન….એ સર્વોપરી દોષ છે અને શ્રીજી ને માની  ભક્ત સહેજ પણ ગમતા નથી……ગઢડા અંત્ય -૨૭ માં શ્રીજી કહે છે કે………

“માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતાં પણ અતિશય ભૂંડા છે. કેમ જે, કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે. ને માનમાંથી ઈર્ષ્યા ને ક્રોધ ઊપજે છે, માટે માન મોટો દોષ છે……. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કરીને નથી પડતો. કેમ જે, આપણા સત્સંગમાં ગૃહસ્થ હરિભક્ત ઘણા છે, તે સત્સંગમાં પડ્યા છે. માટે એ માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને અમારાં જે જે વચન લખેલાં હશે તેમાં પણ એમ જ હશે, તે વિચારીને જુઓ તો જણાઈ આવશે; માટે ભગવાનનું માહાત્મ્ય સમજીને માનને ટાળવું…………”

  • માટે અહં ભાવ ટાળવો હોય તો- સત્પુરુષ નો સંગ કરવો….સત્પુરુષ નો મહિમા અપરંપાર છે….છતાં એ અત્યંત નિર્માની વર્તે છે…અરે સ્વયમ શ્રીજી વિષે નિષ્કુળાનંદ સ્વામી એ ભક્તચિંતામણી માં- કહ્યું છે કે- શ્રીજી પોતે અત્યંત નિર્માની  વર્તતા…પોતે સર્વાવતારી હોવા છતાં જીવો ના કલ્યાણ માટે મનુષ્ય દેહ ધરી ને…મનુષ્ય દેહ ના ભીડા…સ્વભાવ અને લક્ષણ બતાવી ને પણ જીવ વચ્ચે રહ્યા…..આમ,  સત્પુરુષ નો મહિમા તો સ્વયમ શ્રીજી કહે છે……એમની લૌકિક અને અલૌકિક મોટ્યપ અતુલ્ય છે…….એ મહિમા સમજાય…અને આવા ગુણ સમજાય  તો જીવ અનાયાસે જ એમની સાથે જોડાઈ જાય…( લોયા-૧૨, ગઢડા મધ્ય-૨૨)
  • આજે સમગ્ર પૃથ્વી પર ૧૧૦૦ થી વધુ મંદિરો…૯૦૦ થી વધુ સંત અને લાખો હરિભક્તો હોવા છતાં- પ્રમુખ સ્વામી મહારાજ ના મનમાં અહં નો એક અંશ માત્ર નથી……કારણ કે એમણે સતત અનુસંધાન રહે છે કે- આપણે તો એક શ્રીજી ના દાસ છીએ…સેવક છીએ…….પછી ભલે ને એ શંકરાચાર્ય નું આમંત્રણ હોય કે લેખક જય વસાવડા નો લેખ હોય…એમના માટે તો એક ભગવાન જ સર્વ નો કર્તાહર્તા છે….અને એમની મરજી થી જ બધું થાય છે- એમ ભાવ રહે છે…..
  • માન  જો સંપૂર્ણ પણે ન છૂટે તો શું કરવું??? એને પ્રગટ થતું અટકાવવું…..સત્સંગ માં નિરંતર રહેવું…સતત સત્પુરુષ નો સંગ કરવો………બાકી માન- એ સર્વોપરી દોષ છે…જેને ટાળ્યા વગર સત્સંગ માં ટકાય જ નહિ…પછી શ્રીજી ના રાજીપા કે અક્ષરધામ ની વાત જ ક્યાં કરવી?????

અદ્ભુત વાત છે………અહી તો યાદ રાખવું કે- જે દાસાનુદાસ છે એ જ સત્સંગ માં મોટો છે……..માન  છોડી એ તો જ હરિ મળે- એ અહિયાં નિયમ છે….

છેવટે સભાને અંતે- સ્વામિનારાયણ ધુન્ય સાથે- ગઈકાલે સારંગપુર માં ઉજવાયેલી જન્મ જયંતી ના દર્શન થયા…..

આજની સભા- સત્પુરુષ માં જોડાઈ ને- અક્ષર રૂપ થવાની હતી……..આપણે તો શ્રીજી- સ્વામી ને અને ગુરુહરિ ને પ્રાર્થના કરીએ કે- એમનો નિરંતર સંગ મળે…..માન છૂટે……દાસત્વ નો ભાવ આવે…..એમના ગુણ આવે….અને બ્રહ્મ રૂપ થઇ ને શ્રીજી ને સેવી શકાય..!

રાજી રહેજો…

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s