Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૦૭/૧૨/૨૦૧૪

Leave a comment

પૂર્વનાં પુણ્ય ફળ્યાં, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે,
સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખસ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા…૦
ઘરોઘર ઘૂમનાર, શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોનાં દુઃખ સુખ આપે અપાર,
શ્રીજી હૈયાનો હાર તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાયે પાવન નરનાર,
આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા, મીઠે સ્વરે મોર ટહુક્યા રે…..૦
સ્વામી જગનો આધાર, તું છો ગુણનો ભંડાર, શ્રીજી આજ્ઞા અનુસાર સદા તું તો રહેનાર,
તારી આંખમાં જોનાર, જીભા માંહી બોલનાર, તારા અંગોઅંગે હો રહ્યો વ્યાપી કિરતાર,
ભક્તિના ભાવ ભર્યા, ધર્મના સાજ ધર્યા, શ્રીજીના એંધાણાં જડ્યાં રે…..૦

————————————————–

પુ.જ્ઞાનેશ્વર દાસ સ્વામી

આજે ૭ મી ડીસેમ્બર…આજ ના જ દિવસે ઈસ્વીસન ૧૯૨૧ માં ચાણસદ મુકામે….આપણા ગુરુ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નો શાંતિલાલ તરીકે જન્મ થયો હતો…આથી ઈસ્વીસન ની આ તારીખ આ અદ્યાત્મ ના આ ઈતિહાસ માં સદાયે ઝળહળતી રહેશે….અને એટલે જ આજની સમગ્ર સભા આ મહાપુરુષ ના જન્મ જયંતી ની સભા હતી…..વિશેષ સભા હતી.

આથી આજે મંદિરે- હરિભક્તો નો વિશેષ ધસારો હતો અને હું સમયસર સભામાં પહોંચી ગયો……સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન……… હમેંશા ની જેમ હૃદય ના ઊંડાણ થી કરવામાં આવ્યા……તમે પણ કરો…

10678838_338544576333721_713666376555326730_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુમધુર કંઠે ધુન્ય ગવાતી હતી….” જય જય અક્ષર પતી પુરુષોત્તમ ..જય જય સ્વામી સહજાનંદ” ..અદ્ભુત હતી..ત્યારબાદ – પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું પદ ” વ્હાલમ વધામણા હો…આજ સ્વામી ને  હર્ષે વધાવીએ” રજુ થયું….અને સમગ્ર સભા જાણે કે આ વધામણી ની સહભાગી થઇ ગઈ…..! સત્પુરુષ ના ગુણલા ગવાય એટલા ઓછા છે.

ત્યારબાદ- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન થયું અને એ પછી પુ.યોગીપુરુષ સ્વામી દ્વારા – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મહાન સંતો પૈકી અમુક સંતો નો પરિચય આપવામાં આવ્યો…….જોઈએ એ સંતો કોણ હતા…..

  • પુ.સનાતનદાસ સ્વામી- લખા ભગત તરીકે ઓળખાતા અને શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલ છોડી ને નીકળ્યા અને પછી થી લગભગ ૨૭ જેટલા સાધુઓ એમની સાથે જોડાયા હતા..એમાંના એક સાધુ- સનાતન સ્વામી પણ હતા…..યોગીબાપા ની જેમ સનાતન સ્વામી ને પણ સર્પ કરડ્યો હતો અને એનું ઝેર- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી ઉતરી ગયું હતું…..પોતાનો અંતિમ સમય અટલાદરા મંદિર ની સેવા માં વિતાવ્યો હતો.
  • પુ.નીલકંઠ દાસ સ્વામી- મૂળ ભાયલી ગામ ના અને પૂર્વાશ્રમ નું નામ- જીવાભાઈ…અત્યંત નિષ્ઠાવાન ભક્ત હતા અને આર્થિક રીતે..સ્વભાવે ખુબ જ નબળા….પણ શાસ્ત્રીજી મહારાજે એમને સાચવ્યા અને ” સુણો ચતુર સુજાણ” વાળો અદ્ભુત પ્રસંગ..એમની અનન્ય નિષ્ઠા ના દર્શન કરાવે છે…..પુરુષોત્તમ પુરા અને શ્રીજીપુરા ની જમીનો ની કાર્યવાહી-સંભાળ આ સાધુ કરતા….
  • પુ.ઘનશ્યામ દાસ સ્વામી- મૂળ ખાત્રજ ના અને ચતુરભાઈ નામ હતું….પત્ની અને પુત્ર ધામ માં જતા..શાસ્ત્રીજી મહારાજે, એમની વિનંતી થી એમને સાધુ ની દીક્ષા આપી….પ્રમુખ સ્વામી મહારાજ ને – ચાણસદ માં – શાસ્ત્રીજી મહારાજ નો ગૃહ ત્યાગ નો પત્ર આપવા જનાર સંતો માં – ઘનશ્યામ દાસ અને નાના અક્ષરદાસ સ્વામી હતા. મંદિર માં દાળ-ચોખા નો ખરડો લાવનાર સાધુઓ માં એમનું નામ શિરમોર હતું. અંતિમ સમય આણંદ માં ગુજાર્યો.

ખરેખર..આ સંતો ના જીવન ચરિત્ર સંભારી એ તો ખબર પડે કે- એમની નિષ્ઠા કેટલી દ્રઢ હતી…..એમનો સ્વાર્થ શું???દેહ ના અસહ્ય ભીડા..અપમાનો વચ્ચે પણ પોતાના ગુરુ..ઇષ્ટદેવ અને સિધ્ધાંત પ્રત્યે દ્રઢ નિષ્ઠા હોવી…….એના થી મોટી વાત શું હોઈ શકે??? અદ્ભુત..!

ત્યારબાદ પુ.વિવેક્મુની સ્વામી એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા વર્ણવતું પદ રજુ કર્યું….” પૂર્વ ના પુણ્ય ફળ્યા…જીવન આધાર મળ્યા…..”  અદ્ભુત હતું. પૂર્વ જન્મો ના પુણ્ય હોય  તો જ આવા પુરુષ આપણ ને સાક્ષાત મળે…..ગુરુ તરીકે મળે અને આપણ ને સ્વીકારે…!

ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી જેવા વિદ્વાન સંતે -સ્વામીશ્રી ના જીવન ના વિવિધ પ્રસંગો ના વર્ણન દ્વારા સ્વામીશ્રી ના ગુણાતીત ગુણો નું વર્ણન કર્યું……એમણે કહ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ જેવા નિર્માની, દાસાનુદાસ, નિયમ-ધર્મ માં દ્રઢ, ભક્ત ના સુખે રાજી, સ્થિર, સ્થિતપ્રજ્ઞ, ભગવાન ના અખંડ ધારક  સંત દુર્લભ છે…….પ્રસંગો માં એમણે વલ્લભ વિદ્યાનગર ના અક્ષર પુરુષોત્તમ છાત્રાલય ના અનેક રસપ્રદ પ્રસંગો વર્ણવ્યા…….જે સાંભળી ને સ્વામીશ્રી ના અદ્ભુત ગુણો નો પરિચય સભા ને થયો…..! આટલો બધો મહિમા હોવા છતાં તદ્દન નિર્માની..દાસાનુદાસ વર્તવું…….એ જાણે કે અશક્ય વાત ને – સ્વામીશ્રી સહજ સિદ્ધ કરી બતાવ્યું…..!

ખરેખર સત્પુરુષ ના પ્રસંગો…એમના ચરિત્રો સંભાળી રાખવા..એનું સતત મનન….વિચાર કરવો જોઈએ અને એમાંથી સાર સ્વરૂપે- સ્વામીના ગુણો નો વિચાર થવો જોઈએ……ઘણા હરિભક્તો- સ્વામીશ્રી એ કેટલી વાર છડી હલાવી….કેટલા ડંકા વગાડ્યા ..કેટલી વાર સ્મૃતિ મંદિર ગયા…કેટલી વાર લટકું કર્યું…કેટલી વાર હસ્યા….એવા ચરિત્રો ની માયા માં ખોવાઈ ને- સ્વામીશ્રી એ શું વાત કરી છે?? શું સમજવાનું છે અને વર્તવાનું છે??? સ્વામી શું કહેવા માંગે છે??  એ મૂળ વાત ભૂલી જાય છે અને ભટકી પડે છે…..! તો સર્વોપરી પુરુષ ની સર્વોપરી વાત સમજવી જોઈએ….પ્રસંગો- એ માત્ર પ્રસંગો નથી… પણ એક સંદેશ છે- એ જ્ઞાન થવું જોઈએ….

ત્યારબાદ- અમરાઈવાડી ના બે યુવાનો કે જેમણે  સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ૨૮૨ કલાક ( અર્થાત ૧૨ દિવસ) ના કઠીન તપ -વ્રત કર્યા હતા એમનું જાહેર માં સન્માન થયું….પરેશભાઈ અને રાજેશ ભાઈ રાઠોડ ને શત શત વંદન,…..!

ત્યારબાદ સભાને અંતે થયેલી જાહેરાતો માં….

  • આદર્શમુની સ્વામી રચિત સંવાદ ” સમસ્યા અનેક…..સમાધાન એક”  ની ડીવીડી પ્રગટ થઇ છે…
  • સંત વ્યાખ્યાન માળા- ૭ અને ૮ ( શ્રુતિપ્રકાશ સ્વામી અને બ્રહ્મ વિહારી સ્વામી ના પ્રવચન) ની એમપી થ્રી પ્રગટ થઇ છે….
  • આવતા રવિવારે-૧૪ મી ડીસેમ્બર અને એના પછી ના રવિવાર- ૨૧ મી ડીસેમ્બર ની સભાઓ વિશિષ્ટ સભાઓ છે…..બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે થઇ રહેલી આ સભા ઓ- વિવિધ કીર્તનો, સંવાદો થી ભરપુર હશે……

અને સભાને અંતે પુ. સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના વિચરણ નો અદ્ભુત વિડીયો દર્શન થયા….

તો- આજની સભા- સત્પુરુષ ના મહિમા ની હતી..એમના જન્મજયંતી ને – મહિમા વર્ષા ના પ્રસંગ તરીકે ઉજવવા ની સભા હતી….

જય સ્વામિનારાયણ…….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s