Raj Mistry's world

Me,my stories and world around….

મારા ભોજન પ્રયોગો…..

Leave a comment

તો પ્રસ્તુત છે..દુનિયા ના સૌથી પ્રયોગશીલ ભોજન નિષ્ણાત ( in making) ના અદ્ભુત પ્રયોગો……એ પણ આ “પાપી” પેટ સાથે…!  જે હોય તે..પણ પત્ની જયારે ઘરે ન હોય ત્યારે પતિ નામનો પુરુષ સહેજે વિચારશીલ…પ્રયોગશીલ બની જાય છે…..કેમ??? નિજાનંદ …..એકલતા નો આનંદ અને તેથી પ્રફુલ્લિત..નવજુવાન થતું મન…..હમેંશા લગ્ન પછી એકલા પડેલા પુરુષ ને જ આવતું  હોય છે…….!

તો ચાલો……લગને કુંવારા “નવજુવાનો” મારી સાથે…….પત્ની ની મોનોપલી ..એકહથ્થુ શાસન જે ક્ષેત્ર માં છે..તેના પર વિજય મેળવવા..!

શ્રીજી ની દયા એ – હું નાનપણ થી જ સારી એવી રસોઈ કરી શકું છું……કદાચ મારી માં ને ખબર હતી કે આવનારી વહુ..કદાચ દીકરાને ભૂખ્યો ટટળાવશે…….! 🙂 આથી આ પ્રયોગો મારે કામ લાગી ગયા. આજે સાંજે નવરો પડ્યો એટલે લાગ્યું કે ચાલો કૈંક નવો પ્રયોગ કરીએ..એ પણ જૂની વાનગી સાથે..! અમારે ગામડાઓ માં – મકાઈ નો લોટ -બાફી ને બહુ ખવાય….આ એક અદ્ભુત વાનગી છે…..કે જેને ઘી,દૂધ કે દહીં સાથે ટેસ થી જમી શકાય…અને ઠંડી પડે તો ચા સાથે પણ એની જયાફત ઉડાવી શકાય..! તો- મેં આજે એ મકાઈ ના લોટ ને જરાક અલગ સ્વરૂપ આપી ને બનાવ્યું…..”મેક્શિકન ગ્રીન ખીચું….” રેસીપી  સિક્રેટ છે…પણ તમે નામ પર થી વિચારી શકો છો….કે મેં એમાં શું પ્રયોગો કર્યા હશે..!

છોડો રેસીપી……….પણ શું એનો સ્વાદ?????  આંગળી ઓ ને છોડો એકવાર તો સ્ટીલ ની ડીશ ને બચકું ભરાઈ ગયું…..! ખરેખર……સાચું કહું છું ..તમારા સમ…! જુઓ એનો ફોટો…….ગોલ્ડન યલો કલર જ એનો સ્વાદ…એની ગુણવતા નો સાક્ષી છે…!

20141222_192726

ગરમાગરમ મેક્સિકન સ્ટફ અને ઉપર બટર ……..પછી બાકી શું રહે???/ જય હો મારા વ્હાલા….! શ્રીજી ની પરમ દયા કે..આવું કૈંક કૈંક આપણ ને આવડે છે…….અને એક વસ્તુ તો મેં ખાસ માર્ક કરી છે………હું કઈ પણ બનાવું…જો એ સ્વામિનારાયણ…. સ્વામિનારાયણ….મંત્ર બોલતા બોલતા ..ભગવાન ના અખંડ સ્મરણ સાથે બનાવું તો સારરૂ જ બને છે……અને એનો પછી હમેંશ ની જેમ ભગવાન ને થાળ થાય…..અને પછી જે ભોજન નો સ્વાદ આવે તે અનેરો જ હોય…..! જાત અનુભવ છે………તમે પણ કરી જુઓ……….આ બ્રહ્મ-પ્રયોગ કરવા જેવો છે..!

તો- બસ જીવન છે…….મજા માણતા રહો………રોઈ ધોઈ ને..ફાંફા મારી ને જીવવા કરતા…આવા પ્રયોગો..એ પણ હરિ ની સાક્ષી એ કરી ને જીવવું..કરોડ ઘણું સારું..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s