Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૨૮/૧૨/૨૦૧૪

Leave a comment

“…..પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે ?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન-પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે……”

————————————————

ઇતિ વચનામૃતમ-ગઢડા મધ્ય-૬૨

એક ભગવાન ના રાજીપા અર્થે શું ન થાય???? વિચારવા જેવો પ્રશ્ન છે….ઉત્તર જરૂર મળે..પણ જો માહાત્મ્ય યુક્ત જ્ઞાન હોય……સત્પુરુષ નો નિત્ય સમાગમ હોય..તો ભગવાન નો મહિમા સમજાય….અને પછી ઉત્તર આવે..! અત્યારે ધનુર્માસ ચાલે છે..લૌકિક કાર્યો માટે મનાઈ…પણ અધ્યાત્મિક કાર્યો માટે સુવર્ણ અવસર…! અને દાન-સમર્પણ -ત્યાગ નો મહિમા સમજવા નો છે…..એક સત્પુરુષ કાજે…..એક સત્સંગ કાજે…..એક સર્વોપરી શ્રીજી માટે જ આ બધું કરવાનું છે……અને આજની સભા- આ સમર્પણ પર હતી……

ગયા રવિવારે લાભ ન મળ્યો…આથી આ રવિવારે કોઈ સંજોગોમાં મોકો છોડવો ન હતો……આથી આજે વહેલી સવાર થી જ સત્સંગ ની છોળો ઉછળતી હતી…..સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય..અને સાંજે રવીસભાનો અદ્ભુત લાભ….! ચાલો અનંત ની સફરે…..પ્રારંભ- શ્રીજી ના અદ્ભુત દર્શન થી……શાકોત્સવ નો માહોલ…..અને અદ્ભુત દર્શન….

10885432_347334898788022_6507013914637694720_n

સભાની શરૂઆત..યુવકો ના મુખે ધુન્ય -કીર્તન થી થઇ…..” સુન્દર શ્રી ઘનશ્યામ મારે મોલે પધારો……” ભક્ત કવિ દાસ દ્વારા રચિત કીર્તન -મિત્ર નીરવ વૈદ્ય એ અદ્ભુત રીતે રજુ કર્યું……અને ભક્તિ નો એક અનોખો માહોલ ઉભો થયો….!

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંતે- પોતાના અગાધ જ્ઞાન નો પરિચય આપતાં…સ્વામિનારાયણ સંપ્રદાય ના ત્યાગ-બલિદાન-સમર્પણ ના ઝળહળતા સુવર્ણ ઈતિહાસ ને રજુ કર્યો……અને જાણે કે એક જીવમાત્ર ને કલ્યાણ નો માર્ગ બતાવી દીધો..! જોઈએ અમુક અંશ…

  • ગઢડા મધ્ય-૬૨,લોયા-૩ વગેરે વચનામૃતો માં -એક ભગવાન માટે શું ન થઇ શકે??? એનો ઉત્તર સ્વયમ શ્રીજી એ આપ્યો છે….મોક્ષ નું રહસ્ય આ જ છે….
  • આપણા સંપ્રદાય માં પાંચ “સ” નું મહત્વ છે…અને એના પર જ સમગ્ર સંપ્રદાય ઉભો છે…એમ કહી શકાય……૧) સિધ્ધાંત….૨) સત્પુરુષ…૩) સાધુતા…ગઢડા અંત્ય-૨૭ ના આધારે.. ૪) સંપ …૫) સમર્પણ…..અને આ જ પાંચ “સ” પર આજે – દુનિયાભર માં ૪૫ થી વધુ શિખર બદ્ધ મંદિરો….૧૨૦૦ થી વધુ નાના-મોટા હરિમંદિરો માં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ના..સ્વામિનારાયણ મહામંત્ર ના વાવટા ફરકી રહ્યા છે….
  • અને સમર્પણ નો ઈતિહાસ તો આનાથી પણ વધારે અદ્ભુત છે……શ્રીજી ના એક વચને હજારો લોકો એ મહા કઠીન વૈરાગ્ય નો માર્ગ અપનાવ્યો..તો મંદિરો અને સિધ્ધાંત ના સંવર્ધન માટે- હરિભક્તો એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું…..જે આજે પણ થઇ રહ્યું છે…….જુઓ લંડન મંદિર નો ઈતિહાસ…..!
  • સમર્પણ માટે પણ પાંચ પ્રકાર છે…૧) આયુષ્ય કે સમય નું સમર્પણ……- ભક્તો પોતાના નોકરી-ધંધા છોડી ને પણ સેવા કરે છે….૨) સંપત્તિ નું-..હજારો ઉદાહરણ છેક શ્રીજી મહારાજ થી માંડી ને પ્રમુખ સ્વામી મહારાજ ના સમય સુધી છે…. ૩) સંતતિ નું..અર્થાત દીકરાનું…..- આજે આપણી સંસ્થા ના ૯૫૦ સંતો માં થી ૮૦-૯૦ સંતો એવા છે કે જે પૂર્વાશ્રમ માં પોતાના માં-બાપ ના એક ના એક સંતાન હતા…..અને એમના માં-બાપે હસતા હસતા ગર્વ થી એમને પ્રમુખ સ્વામી મહારાજ ને સોંપ્યા…! ૪) પોતાના દેહ નું સમર્પણ…… ૫) પોતાના મન નું સમર્પણ……મન ને સત્પુરુષ ના ચરણો માં સોંપ્યા વગર સત્સંગ નું સુખ આવતું નથી…..
  • અને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે  પણ સત્સંગ માં ટકી રહેવા..સત્પુરુષ ને રાજી કરવા…..શ્રીજી ને રાજી કરવા પાંચ વિચાર આપ્યા છે……. ૧) આ બધું જ ભગવાન નું છે..આપણે તો માત્ર નિમિત્ત માત્ર છીએ…..એમનું આપેલું છે….૨) લૌકિક પદાર્થોમાં થી આસક્તિ છોડવી…. ૩) ભગવાન ને આર્પિત કરેલું જ જીવ સાથે જોડાયેલું રહે છે…. ૪) ભગવાન ને અર્પેલું..અનેક ઘણું થઇ ને પાછું આવે છે……કારણ કે આ “દેના” બેંક છે….. ૫) ભગવાન ને સમર્પણ કરવું…..એટલે કે અનંત જન્મો નું ઋણ ચુકવવું…..

તો- સત્સંગ નો સારાંશ આ જ છે…..મન-કર્મ-વચને સત્પુરુષ નો સંગ……તન-મન-ધન અને જીવ થી શ્રીજી ને સમર્પણ – એજ સાચો સત્સંગ..! અદ્ભુત…!

ત્યારબાદ અટલાદરા છાત્રાલય ના વિદ્યાર્થી ઓ એ આધુનિક વિજ્ઞાન નો ઉપયોગ કરી- UV light હેઠળ – યોગીબાપા ની બોધકથા ” અમ સ્નાનમ..તમ સ્નાનમ” નાટક રજુ કર્યું……અદ્ભુત સંયોજન…..! અને બીજા ભાગ માં ” સહી હતી ફૂલ જેવા સ્વામી એ અગ્નિ ની વર્ષા” બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પર થયેલા હુમલાઓ…અપમાનો..ભીડા ઓ ને UV light માં તાદ્રશ્ય કર્યા……….! અદ્ભુત..અદ્ભુત……….! વિજ્ઞાન નો ઉપયોગ કરી ને અધ્યાત્મ ની ગહન વાત પણ સહજ રીતે સમજાવી શકાય છે…એ આનું નામ…! તાળી ઓ ના ગડગડાટ થી ભક્તો એ – એ ૩૧ યુવકો ને વધાવી લીધા…! પુ.પરમપ્રેમ સ્વામી ને વધાવી લીધા..!

10712944_782806938423943_8870911595374285855_n 1964881_782806891757281_5605658012583246693_n

ત્યારબાદ- સભાને અંતે અમુક જાહેરાતો થઇ…….

  • ૨૪ જાન્યુઆરી-૨૦૧૫ -શનિવાર-સાંજે ૫ થી ૮ – આજવા રોડ-બરોડા ખાતે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી ની ભવ્ય ઉજવણી થવાની છે……સદગુરુ સંતો હાજર રહેશે……કોઈ ઉતારા ની સગવડ નથી….
  • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી વર્ષ  નિમિત્તે- હરિભક્તો એ લખેલી સિધ્ધાંત પોથીઓ- જે તે વિસ્તાર ના સંસ્કાર કેન્દ્રો માં જમા કરાવવા ની છે……જેને દિવ્ય આહુતિ દ્વારા – બરોડા મહોત્સવ માં જ ઉજવવા માં આવશે…..માટે સર્વ પોથીઓ જાળવી રાખવી…
  • “Hindu  vegetarian” પુસ્તક સંસ્થા ના વિદ્વાન સંત પુ.મુકુન્દ ચરણ સ્વામી એ લખ્યું- એ પ્રકાશિત થયું છે…..
  • આ સિવાય- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી નિમિત્તે ટી -શર્ટ પણ બહાર પડી છે……

સભાને અંતે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ નો અમૃત દીક્ષા જયંતી નો વિડીયો રજુ થયો…..!

બસ- આપણે તો એક વાત યાદ રાખવી..જેટલું ભગવાન માટે થાય…..એટલું જ આપણું…..!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s