Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૦૪/૦૧/૨૦૧૫

Leave a comment

“…કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટી વ્રત કરીને, કોટિ દાન કરીને ને કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે……”

————————————————————

અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૨૯૪

કોઈ તમને પૂછે કે દુનિયામાં સૌથી સદભાગી કોણ??? તો ઉત્તર ગર્વ થી બોલવો….” આપણે” સૌથી વધારે સદભાગી છીએ..કારણ કે સાક્ષાત ગુણાતીત પુરુષ આજે આપણ ને પ્રગટ મળ્યા છે…સાક્ષાત મળ્યા છે……ભગવાન – અને સત્પુરુષ- આ પૃથ્વી પર થી ક્યારેય જતા નથી…..એ- બ્રહ્મ વચન -પ્રગટ પ્રમાણ છે…અને એટલા માટે જ -આજની સભામાં- મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી…કે જેમનો દીક્ષા પર્વ આવતી કાલે- પોષી પૂનમ ના દિવસે છે…તેમના થી શરુ થઇ ને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની વાતો આજે સભામાં ગુંજી ઉઠી હતી….!

સભામાં સમયસર પહોંચી ગયો અને સૌપ્રથમ હરહમેંશ ની જેમ મારા વ્હાલા ના દર્શન……

jay ho fota

મિત્ર નીરવ વૈદ્ય ના સુરીલા કંઠે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થઇ અને ત્યારબાદ- અદ્ભુત….અદ્ભુત કહી શકાય એવી- અત્યંત મહિમા સભર – બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની યશગાથા યુવકો એ- વિવિધ વાજિંત્રો- શંખનાદ સાથે રજુ કરી…..લગભગ ૨૦-૨૫ મિનીટ ચાલેલી આ યશગાથા ના નાદ થી સમગ્ર સભા જાણે કે એ ગુણાતીત પુરુષ ના મહિમા માં ખોવાઈ ગઈ…..!!! ” ગાથા ગાઓ…આજ યજ્ઞપુરુષ ની..શાસ્ત્રીજી મહારાજ ની….” એના શબ્દો હજુ પણ જાણે કે મન-અંતર માં ગુંજે છે…..એટલી પ્રભાવી હતી…

ત્યારબાદ પુ. યોગીવિવેક સ્વામી અને પુ. ધર્મતીલક સ્વામી દ્વારા – અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી -ના જ્ઞાન-અને ભક્તિ ના ગુણો પર અદ્ભુત પ્રસંગો દ્વારા છણાવટ થઇ……ગુણાતીતાનંદ સ્વામી નું જીવન ચરિત્ર વાંચો તો સમજાય કે- શ્રીજી ના આ પ્રગટ ધામ નું આટ -આટલું માહાત્મ્ય -એશ્વર્ય હોવા છતાં-અપાર કષ્ટો-અપમાનો વેઠી ને પણ – શ્રીજી મહારાજ નું સર્વોપરી પણું ત્રિભુવન માં પ્રસરાવ્યું…..છડેચોક પ્રસરાવ્યું….! જોઈએ એના અમુક અંશ…

 • ગુણાતીતાનંદ સ્વામી એ સદાયે દેહ નો અનાદર જ કર્યો હતો……એટલી હદે કે- એ ચાલતા હોય ત્યારે એમના પગમાં ખુમ્પેલા કાંટા નો કરડ..કરડ અવાજ આવતો……પણ જીવમાત્ર ના કલ્યાણ માટે- એમણે અપાર કષ્ટો સહન કર્યા…
 • વચનામૃત માં શ્રીજી એ કહ્યું કે- આત્મનિષ્ઠા અને ત્યાગ બંને સાથે હોય તો જ સાચો વૈરાગ્ય આવે…..અને ગુણાતીતાનંદ સ્વામી માં આ જ ગુણ દેખી શકાય છે….
 • નિયમ ધર્મ માં દ્રઢતા…..સ્થિતપ્રજ્ઞ તા ..વગેરે અનેક ગુણ ના સ્વામી- આ ગુણાતીતાનંદ સ્વામી હતા….
 • ભગવાન માં અખંડ સ્મૃતિ…..ત્રણેય અવસ્થામાં એક શ્રીજી નો સાથ…..અદ્ભુત હતો….
 • પોતે અક્ષર બ્રહ્મ હોવા છતાં- અપાર કષ્ટો સહન કર્યા…અને સદાયે શ્રીજી મહારાજ સાથે સ્વામી-સેવક ભાવે જ વર્ત્યા……એમના માટે શ્રીજી મહારાજ નું સર્વોપરી પણું ફેલાવવું…એ દ્વારા અનંત જીવો નું કલ્યાણ કરવું..એ જ જીવન નો ઉદ્દેશ હતો…..
 • શ્રીજી મહારાજ ની પ્રત્યેક આજ્ઞા નું પાલન કર્યું…….

ત્યારબાદ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન પર આધારિત- વિડીયો સંવાદ રજુ થયો….વડતાલ મંદિર ના આધિકારિક ગોર મહારાજ કેશવલાલ અને ચાણસદ ના કાલિદાસ- બે હરિભક્તો એ- શિર સાટે શાસ્ત્રીજી મહારાજ નો પક્ષ રાખ્યો એ વાત વિડીયો દ્વારા રજુ થઇ….

 • કેશવદાસ મહારાજે- શાસ્ત્રીજી મહારાજ નો પક્ષ રાખતા…પોતાનું ગોરપદુ..દાન-આવક ગુમાવી ને પણ બોચાસણ અક્ષરપુરુષોત્તમ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી….
 • ચાણસદ ના કાલિદાસે- વડતાલ ટેમ્પલ કમિટી ના પદાધિકારી ઓ ની બેઠક માં- ખુલ્લેઆમ- શાસ્ત્રીજી મહારાજ નો પક્ષ રાખ્યો અને સારંગપુર મંદિર ના નાણા- વઢવાણ મંદિર માં આપવા ના ખોટા આરોપ નો છેદ ઉડાડી દીધો…..
 • ત્રીજા એક પ્રસંગ માં- બોચાસણ ના હરિભક્તો- ઝવેરભાઈ આદિકે – શાસ્ત્રીજી મહારાજ ની સાથે શાસ્ત્રાર્થ કરી -એમણે હરાવવા આવેલા બ્રહ્મચારી મુનીશ્વરાનંદ અને અન્ય સાધુ ઓ – ને શાસ્ત્રીજી મહારાજ ના મોટા હૃદય નો અનુભવ કરાવ્યો……અને ભોજન-ઉતારા વિના ટળવળતા આ સાધુઓ ને- આશરો આપ્યો…!

અદ્ભુત…અદ્ભુત….! મોટા પુરુષ નો સાધુતા ની વાત થાય એમ નથી…અપમાન કરનાર નું પણ માન રાખે છે…..ગુણાતીતાનંદ સ્વામી એ સાવર ગામ ના ઉગા ખુમાણ ને કે જેણે સ્વામી અને અન્ય સાધુઓ ને ઢોરમાર માર્યો હતો….તેને – મહામુક્ત દીકરો આપેલો…!

ત્યારબાદ- પુ.ઈશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રાસંગિક પ્રવચન માં એ જ વાત કરી….કે

 • ગુણાતીતાનંદ સ્વામી એ બાળપણ થી જ પોતાનું અક્ષર પણું પોતાની માતા ને ઓળખાવ્યું હતું….
 • અને ડભાણ માં દીક્ષા આપતી વખતે શ્રીજી એ જાહેર માં-પોતાના અક્ષરધામ તરીકે સ્વામી નું સાચું સ્વરૂપ ઓળખાવ્યું હતું…….
 • ગુણાતીતાનંદ સ્વામી એ અનેક અપમાનો સહન કરી ને પણ શ્રીજી નું સર્વોપરી પણું છડેચોક ફેલાવ્યું……હજારો ને નિષ્ઠા કરાવી….અનેક સંતો-ને પણ મહારાજ નું સર્વોપરી પણું ઓળખાવ્યું…..રઘુવીરજી મહારાજ ની તો સર્વ ગ્રંથીઓ ( સંશય ગ્રંથી આદિક) ટાળી દીધી…..અને જેને કલ્યાણ નો ખપ હોય તેવા હરિભક્તો ને બ્રહ્મ રૂપ કર્યા……!
 • એમના જ વચન મુજબ એ સદાયે ચિરંજીવી જ છે..અને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી દ્વારા – મહારાજ ને અખંડ ધરી રહ્યા છે….

ઉપરોક્ત વાતો કોઈ સામાન્ય સાધુ નથી કરી રહ્યો પણ જે અતિ વિદ્વાન છે…જેમણે પ્રમુખ સ્વામી નું જીવન અત્યંત નજીક થી નિહાળ્યું છે…..એ પોતાના અનુભવ ની વાતો દ્રઢ પણે કરી રહ્યો છે…..! માટે સમજી રાખવું કે- આ જ બ્રહ્મ વચન છે….બ્રહ્મ સત્ય છે…..!

છેલ્લે સભાને અંતે જાહેરાત થઇ કે…

— અમદાવાદ-ગાંધીનગર માં વાઈબ્રન્ટ ઉત્સવો છે- આથી હરિભક્તો એ સલામતી ના નિર્દેશો નું પાલન કરવું…..પાર્કિંગ હોય કે મંદિર- સ્વયંસેવકો ની સુચના મુજબ જ વર્તવું…

— ૧૪ જાન્યુઆરી- ઝોળી ઉત્સવ છે…..જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકરો નો સંપર્ક કરવો…..અને સુચના મુજબ વર્તવું…..

તો- આજની સભા વિશેષ હતી….ગુણાતીત ના મહત્વ ને સમજવાની હતી…..અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત પુરુષો ના મહત્વ ને સમજવાની હતી…..!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s