Raj Mistry's world

Me,my stories and world around….

કોલકાતા ડાયરી-૨૦૧૫-૧

1 Comment

શાસ્ત્રો કહે છે કે જીવન એક સમય પ્રવાહ છે…..જે અસ્ખલિત છે…અવિરત છે અને એમાં વહ્યા સિવાય છુટકો જ નથી…પ્રશ્ન અસ્તિત્વ નો નથી પણ એ પ્રવાહ સાથે વહેવા નો છે………બિલકુલ પેલા સમુંદર કિનારે પડેલા પગલા ની જેમ……..!

તો મારી વિચરણ ની નોકરી…..અને બસ- શ્રીજી ની દયા થી હું સતત વિચરતો જ રહું છું…….સમય પ્રવાહ ના એ વિશાળ ફલક ને પિગ્મી-દ્રષ્ટિ થી  માપતો રહું છૂ……તો આ વખતે હું કોલકાતા ની લાંબી ..થકવી નાખનારી યાત્રા પર હતો અને બસ એ પળો ને ગુલાલ કરવા માંગું છું……!

તો કોલકાતા –હું આમ તો બે-ત્રણ વાર ગયેલો છું પણ એને સ્પર્શવા નો મોકો બહુ ઓછો મળ્યો છે. આ વખતે હું નસીબદાર હતો અને કોલકાતા ના ઘણા રંગ –થોડાક સમય મા માણવા નો લ્હાવો લઇ લીધો. અમારી યાત્રા શરુ થઇ – અમદવાદ થી વહેલી સવાર ની ડબલ ડેકર ટ્રેન થી…….મુંબઈ થી કોલકાતા ની ટ્રેન પકડવા ની હતી. આમ તો , અમદાવાદ થી સીધી ઘણી બધી ટ્રેન છે પણ રિઝર્વ્ડ સીટ ની થોડીક મુશ્કેલી રહે છે……તો જોઈએ શું અનુભવો થયા……

હાવરા બ્રીજ- કોલકતા ની ઓળખાણ

હાવરા બ્રીજ- કોલકતા ની ઓળખાણ

 • ડબલ ડેકર ટ્રેન –અર્જંસી મા મુંબઈ જવું હોય તો જ સારી……બાકી એની એકદમ ટૂંકી સીટો, માર્યાદિત સામાન મુકવા ની જગ્યા – પડકાર રૂપ છે…….તમે સવારે ૬ વાગે નીકળો અને બપોરે ૧ વાગે તો મુંબઈ પહોંચી જાઓ…..પણ થાકી જાઓ …..
 • તો બપોરે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યા …..ઘરે થી થેપલા –ચટની હતી આથી મને એટલી બધી મુશ્કેલી ન પડી….અને સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ થી કોલકાતા ની દુરોન્તો ટ્રેન પકડવા ની હતી…..પણ યાદ રાખવું- ટેક્ષી વાળા ભરપુર લુંટે છે….અમને સેન્ટ્રલ થી સીએસટી જવા ની ટેક્ષી ૨૦૦ રૂપિયા મા પડી……!!…આથી યોગ્ય તપાસ કરી ને જ ટેક્ષી પકડવી…..
 • દુરોન્તો ટ્રેન સારી છે…….સવારે –સાંજે નાસ્તો- લંચ-ડીનર બધું જ ટીકીટ મા આવી જાય ….અને અમારા જેવા લોકો માટે જૈન ડીશ પણ મળે……એટલે અનુભવ સારો રહ્યો……સાંજે પાંચ વાગે એ ટ્રેન ઉપડે તો બીજા દિવસે ૮ સાંજે ૮ વાગ્યે તમે હાવરા સ્ટેશન પર પહોંચી જાઓ…….કોચ નવા છે….સારા છે……પણ બેડશીટ્સ…ઓશિકા ના કવર્સ –હજુ પણ ગંદા જોવા મળે છે……
 • હાવરા સ્ટેશન માને લાગે છે ત્યાં સુધી ભારત નું સૌથી મોટું રેલ્વે સ્ટેશન હશે…….નવું-જુનું એમ બે ભાગ છે…….અને જુના સ્ટેશન મા તો છેક પ્લેટફોર્મ સુધી તમે પોતાની કાર લઈને જઈ શકો એવી સુવિધા છે……..પણ એકવાત મને ખૂંચી…….- હાવરા સ્ટેશન ની આજુબાજુ નો વિસ્તાર –એકદમ ગંદો-બદબૂદાર ….ભીડભાડ વાળો હતો…….આમેય મને કોલકાતા હમેંશા ગંદુ જ લાગ્યું છે……..સાંકડા રોડ- અસહ્ય ભીડભાડ…..ગંદકી ના ઢેર………અને માછલી ઓ ની દુર્ગંધ….! જો કે અમુક વિસ્તાર સારા છે…..પણ મોટા ભાગ ના વિસ્તાર માટે સમય જાણે કે- ૧૮ મી સદી નો જ છે……..
 • અમારે બીજા દિવસે – રાયચક જવાનું હતું……લગભગ કોલકાતા થી ૫૦-૬૦ કિલોમીટર દુર્…ગંગા અને કોશી નદી ના કિનારે –આ વિસ્તાર છે..જ્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ના અંગ્રેજ અધિકારી ઓ એ પોતાના ઉપભોગ-સુખ ખાતર રાયચક કિલ્લો બનાવ્યો હતો જે આજે રેડીસન ગ્રુપ દ્વારા એક ફાઈવ સ્ટાર રિસોર્ટ નું સ્વરૂપ લઇ ચુક્યો છે……….
 • તો રાયચક સુધી નો અમારો પ્રવાસ –બસ મા હતો………એકદમ સાંકડો રોડ અને અસહ્ય ટ્રાફિક મા બધા હેરાન થઇ ગયા…..પણ શ્રીજી અહિયા પણ પોતાના ભક્ત ની સુખાકારી મા સાથે હતા…..હમેંશ ની જેમ જ…!!..કોલકાતા થી રાયચક રોડ પર –નવીન સ્વામિનારાયણ મંદિર ના દર્શન થયા…..અને હૃદય -જીવ પ્રફુલ્લિત થઇ ગયા…તરબતર થઇ ગયા……….જો કે સમય ને અભાવે બસ મા થી જ દર્શન કર્યા પણ મારા આનંદ ની સીમા ન રહી……વિશાળ પરિસર અને શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ની ઉન્નત ધ્વજા ઓ – ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના ફોટા જોઈને… મારી ટીમ ના સભ્યો કે સ્વામિનારાયણ ભગવાન વિષે કશું જાણતા નથી….એ પણ “જય સ્વામિનારાયણ” બોલી ઉઠ્યા……! હવે મારા માટે આનાથી વિશેષ શું હોઈ શકે???? વિચરણ નો થાક…..કોલકાતા નો કંટાળો પલભર મા દુર્ થઇ ગયો…..! અરે ……અમારી અમેરિકન કંપની ના જેટલા પણ કર્મચારી ઓ મળ્યા….એ બધા ને આ મંદિર પ્રભાવિત કરતુ ગયું…..! બસ હવે તો પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું ભજન થાવું છે…..એ સ્વયમ શ્રીજી નો સંકલ્પ સત્ય દેખાયો…..!
 • રાયચક એટ ગેન્જીસ ( Ffort Raichak at Ganges) ….જગ્યા સારી છે…..પણ સર્વિસ-મેન્ટેનન્સ મા થોડાક વધુ પ્રયાસ ની જરૂર છે……..રિસોર્ટ ની પાછળ જ ગંગા નો વિશાળ પ્રવાહ –મન ને પ્રભાવિત કરી ગયો……..એના અઢળક ફોટા લેવા મા આવ્યા છે…….મિત્રો- ફેસબુક પર જોઈ શકે છે……
બિહુ ડાન્સ

બિહુ ડાન્સ

10959681_800735073297796_920376002322397402_n

છાવ ડાન્સ

તો- વધુ માહિતી આ વિચરણ યાત્રા ની ડાયરી ના બીજા ભાગ મા મળશે…….ત્યાં સુધી બસ ચાલતા રહીએ……શ્રીજી ની રચનાઓ ને માણતા રહીએ……

રાજ

Advertisements

One thought on “કોલકાતા ડાયરી-૨૦૧૫-૧

 1. Jai Swaminarayan

  1st February a BAPS Swaminarayan Mandir, Kolkata no 1st PATUCHHAV hato.

  >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s