Raj Mistry's world

Me,my stories and world around….

હરિકૃષ્ણ અનંતા……હરિકથા અનંતા- ૩

Leave a comment

મારો દીકરો હરિકૃષ્ણ હવે ટૂંક સમય મા બે વર્ષ નો થવા જઈ રહ્યો છે પણ એની સમજશક્તિ….જીજ્ઞાસા વૃતિ  કદાચ એની દૈહિક વય કરતા ઘણી આગળ છે………….! લાગે છે કે એની જીભ કદાચ એના શરીર થી વધુ લાંબી છે….. 🙂  એ હવે થોડું ઘણુંણુંણુંણું બોલતા શીખ્યો છે અને અમારા બધા ની “વાટ” લાગી ગઈ છે……….એનો એક તકિયા કલામ…….કે યક્ષ પ્રશ્ન છે…….એ કઈ પણ જુએ…..એટલે અમને એની કાલીઘેલી બોલીમાં જરૂર પૂછે કે….

” આ છું છે?????????” 

અર્થાત – આ શું છે????……અને આ પ્રશ્ન એને સંતોષ કારક જવાબ ન મળે ત્યાં સુધી ચાલુ જ રહે……..!!!!!!..ઉત્તર- આપતા આપતા…શોધતા શોધતા ……..અમે થાકી ગયા છીએ…………અને છેવટે જયારે કોઈ ઉત્તર ન મળે-એટલે એ પોતે જ એનો ઉત્તર આપે છે…..” એ હરિ છે….” …!!!!!! અદ્ભુત……..અને આ મહા પ્રશ્ન એ સતત પૂછતો જ રહે છે…….! લાગે છે કે બોલવા મા તો એ મારોય રેકોર્ડ તોડી નાખશે………..

10928862_805478809490089_6864380298105570517_n

મને તો એના પ્રશ્નો અને ઉત્તર સાંભળી -ભક્ત કવિ નરસૈયા ની પંક્તિ ઓ યાદ આવી જાય છે……..

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ………………………”

“એ હરિ છે…” એ ઉત્તર મા જાણે કે વ્યક્ત થાય છે કે આ સૃષ્ટિ ના કણેકણ મા એક હરિ જ છે…..એ જ વ્યાપ્ત છે…….!….

અદ્ભુત……અદ્ભુત……! અને હવે લાગે છે કે આપણે પણ સર્વ પ્રથમ પોતાની જાત ને…….અને પછી બધા ને પૂછવાનું શરુ કરવું જોઈએ…….

” આ છું છે?????????” 

હરિ……હરિ………..! મારો હરિકૃષ્ણ…………!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s