Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૧૫/૦૨/૨૦૧૫

3 Comments

“…..ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે, ભગવાની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે……….”

—————————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા પ્રથમ-૧

આજે અમદાવાદ ને આંગણે પુ.ડોક્ટર સ્વામી જેવા સદગુરુ સંત પધારેલા હતા અને એમના તેજસ્વી પ્રવચન નો લાભ સભા ને મળ્યો…..એનો સાર-“ભગવાન માં જ વૃતિ રાખવી” એ પર હતો. ખરેખર…ભગવાનમાં જ વૃતિ જોડવી અત્યંત કઠીન છે…..સંસાર ની પળોજણ એટલી છે કે- ભગવાન ની સ્મૃતિ તો એક અલ્પ-ઝલપ જેવી જ લાગે છે….બધું કરી ને જેને પામવાના છે- તેમાં જ જીવ નથી ચોંટતો  તો પછી બીજી શી વાત કરવી??? કેમ નથી ચોંટતો અને કઈ રીતે- જીવ ને એક ભગવાનમાં જોડી શકાય…..એ બધા પ્રશ્નો નો ઉત્તર -સ્વયમ શ્રીજી એ વચનામૃત ના પાને પાને લખ્યો છે……..જરૂર છે- તેને વાંચવા ની..સમજવાની..!

સભામાં સમય પહેલા પહોંચી ગયો…..આજે એકાદશી હતી અને પ્રેમવતી કેન્ટીન માં થી- ફરાળી આઈટમો- ઈડલી, હાંડવો, આલું ટીક્કી ( અદ્ભુત હતી…!) અને મોરૈયા ની ખીચડી- નો સ્વાદ માણવા માં આવ્યો…..ટૂંક માં આજની એકાદશી- “ભારે “હતી…  🙂  …. આ બધી દેહ ની એષણા ઓ પૂરી કરી…જીવ ને એક હરિ માં જોડવા માં આવ્યો……ચાલો તમે પણ જોડાઓ….

10403200_364933833694795_7797264097398616661_n

સભાની શરૂઆત વિદેશ પ્રવાસે થી પધારેલા સંત પુ.બ્રહ્મ કીર્તન સ્વામી ના- કર્ણપ્રિય સ્વર માં ગુંજતા સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…..અદ્ભુત…અદ્ભુત……..! ત્યારબાદ….” ઘનશ્યામ પુરણ કામ…” કીર્તન પણ અદ્ભુત હતું…..! નાની ઉમર….આદિવાસી પૂર્વાશ્રમ ..છતાં સંગીત-કીર્તન માં એટલી મહારથ- બસ એક શ્રીજી ની દયા એ…સત્પુરુષ ના રાજીપા એ જ મળે….!

ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના જન્મસ્થાન- મહાતીર્થ ધારી માં- નિર્માણ પામેલા નવીન -વિશાળ મંદિર ના દર્શન- વિડીયો દ્વારા થયા…..અદ્ભુત કલાકૃતિ અને – આધુનિક એલ ઈ ડી લાઈટીંગ થી પ્રજ્વાલ્લિત આ મંદિર- યોગીજી મહારાજ ના બ્રહ્મ તેજ ની જેમ ઝળહળતું છે………..સમય મળ્યે- જરૂર- દર્શને જવામાં આવશે….!

ત્યારબાદ- પુ. ડોક્ટર સ્વામી જેવા વિદ્વાન..તેજસ્વી સદગુરુ ના પ્રવચન નો લાભ મળ્યો…ગઢડા પ્રથમ-૧ પર આધારિત આ ધુઆંધાર પ્રવચન માં – સ્વામી એ કહ્યું કે…

 • એક ભગવાન માં વૃતિ જોડવી- એના થી મોટું કાર્ય કોઈ નથી……તમારી ડીગ્રીઓ- પૈસા બધા આની આગળ ક્ષુલ્લક છે…..
 • ત્રણ પ્રકાર ની પ્રાપ્તિ છે…..૧) દેહ્ગમ્ય..૨) બુદ્ધિ ગમ્ય…૩) હૃદય ગમ્ય…….પણ યાદ રાખવું…હૃદય  ગમ્ય પ્રાપ્તિ છે- એ સર્વોત્તમ છે……
 • જીવનમાં બધા પ્રશ્નો નો હલ -આપણી અંદર જ છે….આપણું મન છે…..
 • રોજ વચનામૃત વાંચવું…..દ્રઢ નિયમ-ધર્મ સહીત ની પૂજા કરવી…..જે પણ કાર્ય કરો- ભગવાન ને સાથે રાખવું…..
 • સત્સંગ માં માત્ર સંચાલક,નિર્દેશક બની ગયા એટલે પૂરું નથી થઇ જતું…….પળેપળ -ચેક કરતા રહેવું કે- જીવ ક્યાં છે?? કોણી સાથે જોડાયેલો છે??? આપણે ક્યાં જવાનું છે….?
 • આપણા સંતો ની મહેનત-દાખડા અને વિદ્વતા નો જોટો જડે તેમ નથી……યોગીબાપા એ કરેલા બધા સંકલ્પો- પ્રમુખ સ્વામી મહારાજે પુરા કર્યા….અને એ સંકલ્પો સાચા થયા…..આજે અમેરિકા માં ૯૦ થી વધુ અક્ષર પુરુષોત્તમ મહારાજ ના મંદિરો છે….

અદ્ભુત…અદ્ભુત………! પુ.ડોક્ટર સ્વામી એકવાર બોલવાનું શરુ કરે- એટલે સામેવાળા શ્રોતા ઓ ના સંશયો જાણે કે બાષ્પીભૂત થઇ જાય…..!

ત્યારબાદ- “ઘનશ્યામ ચરિત્ર” એનીમેશન મુવી નો ત્રીજો ભાગ- રજુ થયો…….સ્વામિનારાયણ અક્ષરપીઠ એનીમેશન સ્ટુડીઓ દ્વારા દુનિયામાં પ્રથમ વાર જ – સ્વામિનારાયણ ભગવાન ના જીવન ચરિત્ર પર હાઈ ક્વોલીટી એનીમેશન ફિલ્મ સીરીઝ બની છે…..! એ પણ સ્વયમ સેવકો ની નાની એવી પણ  નિષ્ઠાવાન ટીમ દ્વારા…..! મારા દીકરા હરિ માટે જરૂર લેવામાં આવશે…! પુ.અક્ષર વત્સલ સ્વામી એ ઘણી ઊંડાણ પૂર્વક ની માહિતી આપી. જોઈએ ભાગ-૨ -એક ઉદાહરણ તરીકે….( સૌજન્ય-યુ ટ્યુબ)

 

એક કલાકાર દ્વારા -બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના હસ્ત નિર્મિત -અતિ સુંદર ચિત્રો પણ પ્રગટ થયા છે……વિવિધ મુદ્રાઓ- એકદમ પૂર્ણ ચહેરા ના હાવભાવ …બારીકી- અદ્ભુત હતી…….

ત્યારબાદ- શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા “સ્વાઈન ફ્લુ” વિષે વિશેષ માહિતી આપવામાં આવી…….જો તમને ખુબ તાવ હોય, ફ્લુ ની અસર હોય તો- ઉરાંત જ નિષ્ણાત ડોક્ટર્સ ને મળું- અથવા કોઈ મોટી હોસ્પિટલ માં તપાસ કરાવવી. આ સિવાય- ચેપ ન લાગે- એ માટે તકેદારી લેવી. નિરામય – આયુર્વેદિક વિભાગ દ્વારા તો- શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને મજબુત કરતો ઉકાળો તૈયાર કરવામાં આવ્યો છે…એ માટે ની ફાકી- મંગળવાર થી સ્ટોર પર મળી શકશે….

સભાને અંતે- જાહેરાત થઇ કે -આવતા રવિવારે- “નિત્ય પૂજા” પર વિશેષ સભા કાર્યક્રમો છે……..તો અચૂક લાભ લેવો….

તો- ચાલો- એક હરિ માં જોડાઈએ……..અને આ જન્મારો સફળ કરીએ….

જય સ્વામિનારાયણ…

રાજ

 

Advertisements

3 thoughts on “BAPS રવિસભા-૧૫/૦૨/૨૦૧૫

 1. Jay swaminaran khub saras labh maliyo. Every time avo labh male tevi Bapa ne prarthana.

 2. Jai Swaminarayan

  I am from Mulund and would like to attend regular Sabha can u pls help .

  Hiten thakkar
  9619720888

  • You can go to Dadar swaminarayan mandir-on every Sunday between 5pm to 8 pm for Sabha….For your area sabha- you can contact Dadar mandir karyalay…Jay swaminarayan…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s