Raj Mistry's world

Me,my stories and world around….

Cauda Equina

2 Comments

આપણા સત્સંગ માં એક બ્રહ્મ સત્ય છે……..કે સામાન્ય મનુષ્ય ને જીવન માં બે કારણે દુખ આવે  ..૧) સંચિત કર્મ ને લીધે… ૨) વર્તમાન કર્મ ને લીધે….; પણ હરિભક્તો ને ત્રણ કારણે દુખ આવે……. ૧) સંચિત કર્મ ને લીધે…. ૨) વર્તમાન કર્મ ને લીધે….. ૩) શ્રીજી પરીક્ષા કરે તે કારણે…! આમ, ભક્ત હોય તેને સુખ તો આવે જ …પણ સાથે સાથે દુખ પણ અઢળક આવે……કારણ કે- ભગવાન ને પોતાના ભક્ત ને ચકાસવો છે કે- એ ભક્ત “સાચો ભક્ત” છે કે નહિ??? એનામાં જીવન ની ઘટમાળો માં..સુખ દુખ માં સમ વર્તવા ની સમજણ આવી છે કે નહિ??? જીવ- દેહ નું જ્ઞાન છે કે નહિ???  જો..આ સમજણ આવે તો ભગવાન રાજી થાય…ભક્ત ને સુખ દુખ ન સ્પર્શે….પણ આપણે બધા આ પંથમાં આગળ વધતા વટેમાર્ગુઓ છીએ…ચાલી રહ્યા છીએ……ખબર નથી કે ક્યારે એ ધ્યેય સિદ્ધ થશે??? તો બસ- ચાલતા રહીએ….

હવે તમને પ્રશ્ન થાય કે- આ ફિલસુફી શા માટે?? અને Cauda Equina શું છે??? આનો- -આ ફિલસુફી સાથે શું સંબંધ?? તો ઉત્તર છે…..આજકાલ મારા પિતાશ્રી આ સ્થિતિ માં થી પસાર થઇ રહ્યા છે અને સાથે સાથે અમે બધા પણ…..! Cauda Equina એટલે કે કરોડરજ્જુ નો છેક નીચે નો ભાગ….કે જે મોરપીંછ ની જેમ -થાપા ને ભાગે ફેલાયેલો હોય અને -શરીર ના નીચેના ભાગ ને કંટ્રોલ કરે. મારા પિતાશ્રી કરોડસ્તંભ ની ગાદી ખસી જવાથી – પરેશાન હતા અને એમણે એ પ્રત્યે લક્ષ ન આપ્યું- રૂટીન કામકાજ ચાલુ રાખ્યું પરિણામ…Cauda equina syndrome …  જેમાં કરોડરજ્જુ ના એ ભાગ ને આંશિક નુકશાન થયું અને -આજે સર્જરી બાદ પણ -એમની દૈહિક ઉત્સર્જન ક્રિયા ઓ – ચાલવા નું…અન્ય ક્રિયાઓ આંશિક પણે નિષ્ક્રિય થઇ ગઈ છે….! પૈસા-સમય-ભાગમભાગી-પરેશાની નો એ દોર હજુ પણ ચાલુ જ છે…..ક્યારે એ સામાન્ય- પૂર્વવત સ્થિતિ માં આવશે એ કહેવું મુશ્કેલ છે…….! તો શ્રીજી ની કસણી હમણાં ભરપુર ચાલે છે…….જોઈએ- સત્સંગ ની વાતો કરનાર આ જીવ-કેટલા જ્ઞાન ને પચાવી શકે છે???

પણ સાર એટલો જ છે કે…..

 • શરીર માં આવતી નાની નાની સમસ્યા ઓ પ્રત્યે સભાન રહો…..શક્ય હોય તો- શરીર ને એક સ્થિર રૂટીન માં રાખો…..”અતિ: સર્વત્ર ત્રજ્ય્તે” અપનાવો……નિયમિત આહાર- નિયમિત કસરત..ચિંતામુક્ત જીવન જીવો……જીવન જીવવા માટે છે…મજુરી માટે નહિ….
 • વધતા વજન ને કાબુ માં રાખો…..ડાયેટ પ્લાન ચેન્જ કરો….રોજ પ્રાણાયામ -ધ્યાન કરો…..
 • મગજ અને કરોડરજ્જુ ને નુકશાન ન થાય એનું ધ્યાન વિશેષ રાખો……કારણ કે- એની સર્જરી- દવાઓ- સો ટકા સંપૂર્ણ ઈલાજ ની ગેરંટી આપતી નથી….અને વધુ ખર્ચાળ છે…..
 • બ્રહ્મ સત્ય- મોટાભાગ ના ડોક્ટર્સ- કોર્પોરેટ હોસ્પિટલ્સ – એ સેવા માટે નથી બેઠા……એમના પણ બાળ-બચ્ચા-ઈમેજ-ચમક દમક છે………આથી ખીસા ભરેલા હોય તો જ એમાં જવાનું વિચારો…..મેડીક્લેમ તો તમારા જીવ કરતા પણ વધુ જરૂરી છે….યાદ રાખવું..!
 • કોઈ પણ સર્જરી કરાવતા પહેલા- અન્ય એક-બે ડોક્ટર્સ ની સલાહ સુચન અવશ્ય લેવા……અને સર્જરી વખતે- હોસ્પિટલ્સ ની “શરતો- છુપા ખર્ચ” સમજી લેવા- જાણી લેવા……
 • અને જે સર્જરી ની કોઈ ગેરંટી ન હોય…….અતિશય ખર્ચાળ હોય તો- અન્ય ઓપ્શન્સ અવશ્ય શોધવા……સહન શક્તિ વધારવી……જીવન જીવવા ની પધ્ધતિ બદલવી……

અને છેલ્લે સૌથી મોટું બ્રહ્મ સત્ય…..

 • દેહ છે ત્યાં સુધી બીમારીઓ- દૈહિક દુખ તો આવવા ના જ…આથી ધીરજ ન છોડવી…હિંમત ન હારવી…….સ્વયમ ભગવાન ને- સત્પુરુષો ને દેહ ના દુખ આવ્યા છે..અને આવતા રહેશે…….જીવ ના કલ્યાણ નું વિચારવું……..! દેહ ને સાચવવો પણ શણગારવો નહિ……વાત-વાત માં સહનશક્તિ ગુમાવી ને ચિંતામાં ન ડૂબી જવું…દેહ દેહનું કામ કરશે….અને જીવ જીવનું..! અંતે જે નાશ પામે છે- એ આ “ભાડા નું મકાન” છે…..દેહ છે……અને આપણે તો સચ્ચિદાનંદ રૂપી આત્મા છીએ..અજરામર છીએ..એમ વિચારી- જીવ નું જતન કરવું……દેહ નો શોક ન કરવો..!

તો- બસ શ્રીજી ને પ્રાર્થના કે- દેહ ના દુખ ભલે આવતા- પણ એને સહન કરવાની..એની સામે લડવા ની શક્તિ આપજે…!

અસ્તુ

રાજ

Advertisements

2 thoughts on “Cauda Equina

 1. ખુબ સાચું લખ્યું..
  કર્મ અને કર્મફળથી ભાગવું વ્યર્થ છે..
  સહનશક્તિ વધે એવી કામના..

 2. Oops! Wishing get well soon to him. And yes, exercise is must in our life!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s