Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા – ૫/૪/૨૦૧૫

1 Comment

“………અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી……….”

———————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-ગઢડા મધ્ય-૬૩

જીવ નું બળ એટલે શું??? જીવ નું બળ એટલે કે- જીવ- દૈહિક અને મનો ઇન્દ્રિયો પર કેટલો કાબુ ધરાવે છે તેનું માપ…! અને જીવ જેટલો બળિયો એટલું જ એના કલ્યાણ થવાની તક વધારે…..અને જીવ ને બળિયો કઈ રીતે કરવો??? એનો જવાબ પણ શ્રીજી અહી આપે છે. આજની સભામાં આજ વાત પુ.ઈશ્વરચરણ સ્વામી એ કરી- કે સારંગપુર ખાતે ચાલતું પ્રખ્યાત- યુવક તાલીમ કેન્દ્ર માં આવતા યુવકો નું ધ્યેય એક જ હોય છે…..અધ્યાત્મિક સેવા સાથે જીવ માત્ર ના કલ્યાણ માં સહભાગી થવું….

ગઈ બે રવિસભા ઓ નો અંગત કારણોસર હું લાભ લઇ ન શક્યો…એટલે આજે હું કોઇપણ ભોગે આ સત્સંગ ની મહાસભા ને છોડવા માંગતો ન હતો…..આથી સંસારિક પ્રશ્નો વચ્ચે પણ સભા માટે સમય કાઢી શક્યો…ભલે થોડોક મોડો પહોંચ્યો……પણ શ્રીજી ના મનભરી ને દર્શન થયા…..ચાલો તમે પણ જોડાઓ…..

આજના દર્શન....

આજના દર્શન….

સભામાં ગોઠવાયો ત્યારે યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થઇ ચુકી હતી……” તારા મુખ ની લાવણતા મીઠી રે, મોહન વનમાળી” ..બ્રહ્માનંદ સ્વામી કૃત કીર્તન રજુ થઇ ચુક્યું હતું…..અને ભક્તરાજ મોતી ભગવાન કૃત કીર્તન….”અમે સૌ સ્વામીના બાળક” રજુ થયું…..અને એક ઝળહળતો અક્ષર પુરુષોત્તમ નો જોમભર્યો ઈતિહાસ……ગુણાતીત પુરુષો ની સુવર્ણ ગાથા નજર સમક્ષ ઉભી થઇ ગઈ…..!

ત્યારબાદ- સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર ના યુવકો દ્વારા- કેન્દ્ર નો મહિમા,કાર્ય જણાવતો એક રસપ્રદ સંવાદ રજુ થયો….વિષય હતો..” પપ્પા મને મદદ કરશો..??” જેનો સાર હતો….

11078268_828071363897500_6059996220168014713_n

 • બુદ્ધિ અને સમજણ નો ઉપયોગ કર્યા વગર થતું દાન-સેવા -શક્ય છે કે ખોટે રસ્તે પણ હોય…..આથી જ્યાં તમારી બુદ્ધિ-અને હૃદય કહે ત્યાં જ દાન-સેવા-ધર્મ કરવું…
 • યુવક તાલીમ કેન્દ્ર માં ગુજારેલા ૬ માસ- એ – ૬૦ વર્ષમાં થતા કાર્ય ની ખોટ સારે છે…..
 • વકતૃત્વ ક્ષમતા થી લઈને છેક રસોઈ કળા સુધી ના ઘડતર નું ભાથું – આ યુવક તાલીમ કેન્દ્ર પૂરું પાડે છે…..અને એમાં થી બહાર આવતો યુવક- એ ઉત્તમ ચારિત્ર્ય સાથે સમાજ ને- પ્રેરણારૂપ થાય છે…..
 • યુવકો-માતા-પિતા અને સંતો ના પ્રતિભાવ -એ વાત નો દ્યોતક હતા…..
 • સંવાદ ને અંતે- યુવકો દ્વારા- સ્વચ્છતા અભિયાન, યુવક ચારિત્ર્ય ઘડતર, સર્વોપરી સિધ્ધાંત અને શ્રીજી-સ્વામી નો પક્ષ- દર્શાવતું નૃત્ય રજુ થયું…..અને “સ્વામી કરુણા અપરંપાર….” દ્વારા સ્વામીશ્રી ના મહિમા સભર દર્શન નો લાભ મળ્યો…..

11007_828070700564233_2559890417361215848_n અદ્ભુત……અદ્ભુત…….! તે બાદ પુ.ઈશ્વરચરણ સ્વામી એ પણ યુવક તાલીમ કેન્દ્ર પર પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું…..

 • યુવક તાલીમ કેન્દ્ર એ અધ્યાત્મિક વિકાસ નો એક અનોખો માર્ગ છે…..
 • યોગીજી મહારાજે- પોતાના સ્નેહ બંધન થી યુવકો ને કેળવવા નું શરુ કર્યું અને મોટા પુરુષો ના સંકલ્પો અદ્ભુત હોય છે- તે તત્કાલ સમજ માં નથી આવતા પણ કાળાંતરે એ સંકલ્પો મોટું ફળ આપે છે…….પરિણામે આજે- સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર  મહત્વ નું  બન્યું છે…..
 • સત્પુરુષ અને સંતો નું સાનિધ્ય, નૈમિષારણ ક્ષેત્ર નો દિવ્ય પ્રભાવ વચ્ચે-આ યુવકો નું ઘડતર – એક અદ્ભુત સંયોગ છે……
 • છેક શ્રીજી મહારાજ ના સમય થી સંપ્રદાયમાં તાલીમ ચાલે છે…..અને સમૂહ માં થતી તાલીમ-નો પ્રભાવ કૈંક અલગ જ હોય છે- જે આજની ૬ માસ ની તાલીમ પૂરી થયા બાદ યુવકો ના જીવનમાં થતા ચમત્કારિક પરિવર્તન થી જોઈ શકાય છે…..
 • ગઢડા મધ્ય-૬૩ ના ઉપરોક્ત વચનામૃત પ્રમાણે- સેવા ભાવના, નવધા ભક્તિ અને સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ- જીવ ને બળિયો બનાવે છે- તે આ તાલીમ થી શીખવા મળે છે……

ફરીથી અદ્ભુત……અદ્ભુત…! મોટા પુરુષ ની આજ્ઞા માં રહેવાય- એમના રાજીપા માં રહેવાય- એટલે આ જીવ ની યાત્રા સફળ..! સભાને અંતે અમુક જાહેરાત થઇ…. — આવતા રવિવારે- ૧૨-એપ્રિલ ના રોજ- અમદાવાદ મંડળ- ના તમામ હરિભક્તો- જે તે વિસ્તાર માં- સ્વચ્છતા અભિયાન દ્વારા સફાઈ કરશે- સમય-સ્થળ અને અન્ય માહિતી માટે- જે તે વિસ્તાર નો સંપર્ક કરવો…… — સારંગપુર યુવક તાલીમ કેન્દ્ર માં પ્રવેશ લેવા ઈચ્છતા હોય એવા મુમુક્ષો એ -મંદિર નો -કાર્યકરો નો સંપર્ક સત્વરે કરવો…. તો આજની સભા-બસ યુવકો દ્વારા-યુવકો માટે અને યુવકો ની હતી……યુવકો દ્વારા આ સર્વોપરી સંપ્રદાય નું ભાવી ઉજ્જવળ છે- તે પળેપળ અનુભવાય છે…… જય સ્વામિનારાયણ… રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા – ૫/૪/૨૦૧૫

 1. આપનિ સમજણ અને નિષ્ઠાજો જોઇને દંઙવત઼઼ કરવા જેવા છે.
  માહરાજ અને સ્વામિ ના ચરણો મા પ્રાર્થના કરીશુ કે આ દુઃખ અને તકલીફ જલ્દી દૂર કરે અને આપ ના પિતાશ્રી નુ ઓપરેસન સફળતાપૂર્વક થૈઇ જાય તેવિ પ્રાર્થના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s