Raj Mistry's world

Me,my stories and world around….

ભક્તરાજ ખેંગારજી ભાઈ ચૌહાણ

1 Comment

ગયા અમુક દિવસો, પિતાશ્રી -BAPS શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ,અમદાવાદ માં એડમિટ હતા……..શ્રીજી કૃપા એ – પુરુષ પ્રયત્ને- એમની સ્થિતિ માં વધુ તો નહિ પણ થોડોક સુધારો થયો અને વડીલો-ડોક્ટર્સ -સ્નેહી સંબંધી ઓ ની સલાહ -સુચન થી ઘરે લઇ જઈ- ત્યાંજ ટ્રીટમેન્ટ કરવાનું નક્કી થયું….પણ આ હોસ્પિટલ ની સ્મૃતિઓ મન માં રહી ગઈ……

કારણ……..??? કારણ હતું કે- ત્યાં- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના અત્યંત નિષ્ઠાવાન હરિભક્તો પૈકી એક…આપણા જગ વિખ્યાત “સ્વામિનારાયણ પ્રકાશ” ના આદ્ય તંત્રી એવા ખેંગારજી ભાઈ ચૌહાણ ના વંશજ- મયુરસિંહ જી નો ભેટો….! શ્રી મયુરસિંહજી ચૌહાણ -એ ખેંગારજી ચૌહાણ ના નાના ભાઈ -શ્યામજી ચૌહાણ ના દીકરા- જે આજે દેના બેંક માં થી નિવૃત થઇ ને -આપણી હોસ્પિટલ માં સિક્યોરીટી માં સેવા આપી રહ્યા છે…..વાત વાત માં- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો અતુલ્ય મહિમા…ભક્તો અનન્ય નિષ્ઠા ..સમાધિ  પ્રકરણ ના નેક રહસ્યો જાણે કે નજર સમક્ષ થી પસાર થઇ ગયા…….જો કે- ખેંગારજી ચૌહાણ ના સુપુત્ર -શ્રી દિલીપસિંહ ચૌહાણ હયાત છે….પણ એમને મળવાનો મોકો ન મળ્યો……નહીતર- હજુ અનેક રહસ્યો જાણવા મળત…….તો ચાલો જોઈએ- અમુક રસપ્રદ વાતો…..

અ.ની.ખેંગારજી ચૌહાણ ના વંશજ -શ્રી મયુર સિંહજી સાથે..હું

અ.ની.ખેંગારજી ચૌહાણ ના વંશજ -શ્રી મયુર સિંહજી સાથે..હું

11160590_835017986536171_686903033509367253_n

  • પ.ભ. ખેંગારજી ભાઈ( રંગીલા પોળ શાહપુર માં રહેતા અને તેમના ત્યાં જ મોટેભાગે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો ઉતારો રહેતો)  – શાહપુર ટ્યુટોરીયલ સ્કુલ માં સામાન્ય શિક્ષક તરીકે- પરમ ભક્તરાજ વિનાયક રાવ ત્રિવેદી સાહેબ ના હાથ નીચે જોડાયેલા અને પછી થી એ જ સ્કુલ ના આચાર્ય અને પછી થી ટ્રસ્ટી રહેલા…….
  • વિનાયક રાવ ત્રિવેદી ને- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના દર્શન નો લાભ- ખેંગારજી એ જ કરાવેલો- અને ત્રિવેદી સાહેબ ની વર્ષો નો અનિન્દ્રા નો રોગ- પળો  માં જ -શાસ્ત્રીજી મહારાજે જ દુર કરેલો…..અને પરિણામે- વિનાયક રાવ ત્રિવેદી સાહેબ – શાસ્ત્રીજી મહારાજ ના અમદાવાદ ના અખંડ નિષ્ઠાવાન શિષ્યો માં ભળેલા…..
  • ખેંગારજી ભાઈ ના માતુશ્રી- પુ.જેઠીબા- સમાધિ નિષ્ઠ ભક્ત હતા……..અને જયારે અનેક વર્ષો  પછી- શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજે સમાધી પ્રકરણ ની કૃપા કરેલી- એમાં જેઠીબા ને સહજ સમાધી ની સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી…….જાહેર પ્રોગ્રામ માં..અનેક સત્સંગી-બિન સત્સંગી ભક્ત- મીડિયા ની હાજરી માં- તેઓ સમાધિ પ્રકરણ કરતા અને સમાધી દરમિયાન- આવતી કૃપા પ્રસાદી- સાકર,કેરી,કેળા ,ગરમાગરમ શીરા કે જામફળ નો પ્રસાદ – એ ઝીલતા અને જોવા આવેલા ભક્તો માં વહેંચતા……..એકવાર એક અંગ્રેજ ને- આ બધું તુત લાગ્યું તો મન માં સંકલ્પ કર્યો કે- કેરી-એ પણ એની ડાળી અને પર્ણ સહીત આવે- તો પુ.જેઠી બા એ અંતર્યામી પણે જાણી ને- એ મુજબ- એ અંગ્રેજ નો સંકલ્પ સમાધિ માં પૂરો કર્યો હતો……!
  • સ્વામિનારાયણ પ્રકાશ ની શરૂઆત-૧૯૩૮ માં થયેલી અને એના આદ્ય તંત્રી તરીકે ખેંગારજી ભાઈ એ જવાબદારી સંભાળેલી…..અને એ સમયે- આપણી સંસ્થા નો હેતુ સ્પષ્ટ કરતો- એક પત્ર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -એમને લખેલો……..એમાં સ્વામી લખે છે કે…

” શ્રીજીમહારાજ ને સ્વામીના અદ્‌ભુત મહિમાનો પ્રચાર કરવા સારુ ‘સ્વામિનારાયણ પ્રકાશ’ નામનું માસિક બહાર પાડી હજારો શુદ્ધ ઉપાસનાવાળા હરિભક્તોને સમાસ તથા આનંદ કરાવવા સારુ પ્રયાસ લેવા નક્કી કર્યું તેને માટે અમોને બહુ આનંદ થાય છે. ‘સ્વામિનારાયણ પ્રકાશ’ એટલે ‘સ્વામી’ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, ‘નારાયણ’ એટલે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, તેમનો પ્રકાશ-જ્ઞાન. તેનો દિગ્વિજય આખા બ્રહ્માંડમાં થાય અને દિનપ્રતિદિન ઉપાસનાનો ડંકો વાગે એટલા સારુ જ આ છાપું કાઢવા નક્કી કર્યું છે, તેથી ઘણો સમાસ થશે… શ્રીજીમહારાજ અને સ્વામી ને ભગતજી મહારાજ તથા સ્વામી જાગા ભગત રાજી થશે. તેમનો પણ આવો જ અભિપ્રાય — ઉપાસના, આજ્ઞા, સદ્‌ભાવ ને પક્ષ વધારવાનો હતો. તેમનું કામ આપે ખાસ ઘણા ઉત્સાહથી અને ખંતથી વધાવી લીધું છે તો તમોને હજાર વાર ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે……. !’

અને ખેંગારજી ભાઈ એ આજીવન …..એ કર્તવ્ય ને- સેવા ને-અનેરી નિષ્ઠા ને સ્વામી ના રાજીપા એ નિભાવી…….એમના ભાઈ શ્યામજી ચૌહાણ કે જે પોલીસ ખાતા માં હતા એમને – પણ શાસ્ત્રીજી મહારાજ ની- સારંગપુર માં સેવા નો અદ્ભુત લાભ મળ્યો…..અને એમના વંશજો આજે પણ -એ સેવા-સમર્પણ -નિષ્ઠા ની પરંપરા ને આગળ ધપાવી રહ્યા છે…! હજુ પણ સમય મળશે- તો દિલીપસિંહ જી ને મળવા જવામાં આવશે અને – અ.ની. ખેંગારજી ચૌહાણ અને એમના સમાધી નિષ્ઠ માતુશ્રી પુ.જેઠી બા વિષે વધુ માહિતી એકત્રિત કરી – ગુલાલ કરવા માં આવશે……એમાં તમે પણ યોગદાન કરી શકો છો…..

શત શત વંદન -આવા પરમ ભક્તો ને……અને ધન ભાગ આપણા કે- સંસાર ની આવી દોડધામ વચ્ચે પણ શ્રીજી- સત્સંગ નો..મહિમાનો આવો અમૃત પીવડાવે છે………!

બસ- સત્સંગ અખંડ…નિરંતર રહેવો જોઈએ…..!

રાજ

( નોંધ- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત -અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના સમય ના- એ પહેલા ના- -એ પછી ના- અત્યંત નિષ્ઠા વાન  ભક્તો ની માહિતી -વાચક મિત્રો પણ મોકલી શકે છે…..મારું email id – rinraj1@gmail.com  છે…તેના પર તસ્વીર સાથે-મેઈલ કરી શકો છો…)

રાજ

Advertisements

One thought on “ભક્તરાજ ખેંગારજી ભાઈ ચૌહાણ

  1. Jay swaminarayan.
    If you want more information about my dada. I am in fb. I will give you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s