Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ વરણી દિન પ્રતિક રવિસભા- ૧૭/૦૫/૨૦૧૫

2 Comments

“કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારું છે.’ અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં…………”

——————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-ગઢડા પ્રથમ-૬૭

આજની રવિસભા- એવા ગુણાતીત પુરુષ ના નિસ્વાર્થ પ્રેમ ને સમર્પિત હતી કે -જેના મહિમા નું ગાન ગાવા બેસીએ તો અનંત જન્મો વીતી જાય..છતાં એનો પાર ન આવે…..સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ની તેજસ્વીતા છતાં એકદમ નિસ્પૃહ..નિર્માની…અતિ દયાળુ…..અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ…..! એવા મારા-આપણા વ્હાલા ગુરુ-પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ -ને “પ્રમુખ” તરીકે ની નિમણુક-બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે-આંબલીવાળી પોળ માં ૨૧/૦૫/૧૯૫૦ ના રોજ મુઠ્ઠીભર હરિભક્તો-સંતો ની હાજરી માં કરી હતી……અને એ સમયે બબુભાઈ કોઠારી ના સંશય ના ઉત્તર માં શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા…” તમે એના દેહ સામે  જુઓ છો…હું એના જીવ સામું જોઉં છું…” અને એ અસીમ વિશ્વાસ આજે – બ્રહ્માંડ માં અક્ષર પુરુષોત્તમ મહારાજ ના જયનાદ સાથે ગુંજી રહેલો સ્પષ્ટ દેખાય છે……..!

સૂરજદેવ પણ આજકાલ પૃથ્વી ની સફરે છે……હું મારા હૃદય ના ટુકડા- મારા વ્હાલા દીકરા અને પત્ની ને -એના પિયર મુકવા ગયો હતો…ઇડર રસ્તા માં આવ્યું તો જોયું તો તાપમાન- ૪૭ ડીગ્રી ને સ્પર્શી રહ્યું હતું…….ગાડી નું એસી એની સામે બાથ ભીડી રહ્યું હતું અને છતાં- અમદાવાદ પરત આવ્યો અને જોયું કે આજની સભા માં હરિભક્તો સમાતા નહોતા…….કારણ- પુ.બ્રહ્મ વિહારી સ્વામી જેવા વિદ્વાન-અત્યંત કુશળ વક્તા ને મુખે- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રેમાળ વ્યક્તિત્વ નું વર્ણન  થવાનું હતું…પછી મોકો કેમ ચુકી જવાય???  તો- બળબળતી ગરમી માં પણ -જીવ-હૃદય ને શાતા પહોંચાડતા મારા વ્હાલા ના દર્શન…..

10417750_400186346836210_7614592610401104115_n 11181828_400186266836218_3968528172446808899_n

સભાની શરૂઆત- પુ.પ્રેમવદન સ્વામી ના મધુર સ્વરે ગવાતા “સ્વામિનારાયણ નામ……ભજમન સ્વામિનારાયણ….” રજુ થયું……અને સભા જાણે કે એમાં વહેતી જ ગઈ….ત્યારબાદ એમના જ સ્વરે….” છોજી અમારું જીવન પ્રમુખ સ્વામી” અને ” અમને પ્યારું પ્યારું લાગે…..પ્રમુખ સ્વામી કેરું નામ..” રજુ થયું…..સભાખંડ સંપૂર્ણ પણે ભરાઈ ગયો…..અને માહોલ જામતો જ ગયો……

ત્યારબાદ પુ.યોગીપુરુષ સ્વામી એ ” અણનમ માથા ભલે નમે” વિષય પર વક્તવ્ય આપ્યું…સ્વામીશ્રી ના પ્રસંગો નું વર્ણન કરતા કહ્યું કે….

 • સ્વામી શ્રી ની દિવ્યતા છુપી છુપાતી નથી…..અક્ષરધામ ના હુમલા સમયે- સંતો ની ચારધામ નો પ્રસંગ હોય કે…બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના શ્રાદ્ધ નો પ્રસંગ હોય……સ્વામીશ્રી ના એક એક શબ્દ માં આવનારી સ્થિતિ નો જાણે કે ચિતાર સ્પષ્ટ જણાતો હતો…..સમજનારા -એમના આ દિવ્યતા ને સમજી શક્યા હતા….
 • ડો.સુબ્રમણ્યમ જેવા વિશ્વ વિખ્યાત હાર્ટ સર્જન -કે જેમણે સ્વામીશ્રી ની બાયપાસ સર્જરી કરી હતી- તે વાસ્તવ માં અત્યંત નાસ્તિક હતા- પણ સ્વામીશ્રી ની સર્જરી બાદ- એમના માં એવું તે પરિવર્તન આવ્યું કે- ભારત માં આવ્યા બાદ- સ્વામીશ્રી ના દર્શન કરવા સ્પેશ્યલ હિમતનગર ગયા ……અને સારંગપુર ફૂલદોલ સમયે તો જાહેરમાં સ્વામીશ્રી ને દંડવત કર્યા….! એવો તે પ્રમુખ સ્વામી નો શું જાદુ હતો???
 • ડો.વર્ગીસ કુરિયન- પણ જાણીતા નાસ્તિક અને -ભારત ની શ્વેત ક્રાંતિ ના જનક….કોઈ સંત આગળ ન નામે-પણ સ્વામીશ્રી ના મુખારવિંદ ને જોઇને એમને સ્વામી ના નિર્માની પણા નો અનુભવ થયો…અને એમની સેવામાં ડૂબી ગયા……આ પ્રસંગ એમણે અન્ય ને કહ્યો….
 • ડો.અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ -સ્વામીશ્રી ના અનન્ય ભક્ત છે- એ આખી દુનિયા જાણે છે…….અક્ષરધામ ના દર્શન કરી ને સ્વામીશ્રી ની દિવ્યતા નો જે અનુભવ થયો- એ એમણે અનેક વાર- જાહેર માં લોકો ને કહ્યો છે………..
 • એ જ રીતે નીરવ દોશી કરી ને સુરત ના સાઈ ભક્ત ને- શિરડી સાઈબાબા એ સ્વપ્નમાં દર્શન આપી -પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું વર્ણન કર્યું હતું…….અને આવા અનેક ઉદાહરણો- સુસ્પષ્ટ છે….

ત્યારબાદ વિડીયો દર્શન દ્વારા- યોગીજી મહારાજ જન્મજયંતી પર -સારંગપુર ખાતે સ્વામીશ્રી ની નિશ્રા માં ઉજવાયેલા ઉત્સવ ના દર્શન નો લાભ મળ્યો…..

ત્યારબાદ જેની રાહ જોવાતી હતી-તે પ્રવચન- પુ.બ્રહ્મ વિહારી સ્વામી જેવા અતિ વિધવાન..કુશળ વક્તા  સંત ના મુખે સાંભળવા નો મોકો મળ્યો……વિષય હતો…… પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ- A leader of love …જોઈએ એના અમુક અંશ…..

( નીચેની ઓડીઓ લીંક- પ્રવચન ની છે- જે મોબાઈલ થી રેકોર્ડેડ છે- આથી ક્વોલીટી માં ફેર હોઈ શકે છે)

http://chirb.it/wp/2mh0vy

Check this out on Chirbit

http://chirb.it/2mh0vy

 • પ્રમુખ સ્વામી નો પ્રેમ સુસ્પષ્ટ છે…….સંસ્થા..સંતો અને હરિભક્તો ના મુખ પર એ સ્પષ્ટ દેખાય છે….અનુભવાય છે…….ચાલો..આપણે આપણી જાત ને પૂછીએ…!
 • ગોધરા કાંડ વખતે- એ સમય ના સરંક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ ની સાથે ની રસપ્રદ મુલાકાત માં -સ્વામી એ કહ્યું હતું કે- પ્રેમ ની ભાષા એક જ હોય છે…..અને એ જ અમારી ભાષા છે……જેની અસર લાંબો સમય સુધી રહે છે…..
 • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૨૮ વર્ષ ના નારાયણ સ્વરૂપ દાસ ને “પ્રમુખ” નીમ્યા….પોતાના સ્થાને બેસાડ્યા- તો એમણે શું જોયું હતું??? પ્રમુખ સ્વામી નો જીવ..એમનું અંતર અને એમના અંતર માં રહેલો અસીમ પ્રેમ જોયો હતો….
 • પ્રમુખ સ્વામી માટે પ્રેમ એટલે- નિસ્વાર્થ પ્રેમ…..ભક્તો ને દુખે દુખિયા અને એમના જ સુખે સુખિયા…….સહજાનંદ સ્વામી ભગવાને -હરિભક્તો ના સુખ માટે જે બે વર- રામાનંદ સ્વામી પાસે માંગ્યા હતા -એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ભક્તો ના દુખ પોતાને માથે લીધા છે..સંતો ને પણ એ જ આજ્ઞા કરી છે…….
 • આપણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રેમ નો મહિમા અદ્ભુત છે……ટી. ફર્નાન્ડીઝ નામનો સર્વેયર-શ્રીજી ના સમયમાં લક્ષ્મીવાડી માં રોકાયો હતો અને પોતાના અનુભવ ની વાત કરતા લખે છે કે- ગઢડા ના સત્સંગી છોકરામાં પણ શ્રીજી એ એવા સંસ્કાર નું સિંચન કર્યું છે કે- રૂપિયા ની લાલચ ખાતર પણ એ એકબીજા સાથે લડતા નથી…
 • અનેક રીસર્ચ સ્ટડીઝ દ્વારા -બ્રહ્મ વિહારી સ્વામી એ કહ્યું કે- પ્રેમ ને લીધે- કોમા માં ગયેલા પાછા આવે છે……થોર ના છોડ પણ કાંટા વગર ના થાય છે……ગુનેગારો પણ સુધરી જાય છે……સંતાનો પણ સંસ્કારી બને છે……હિમત હારેલા પણ જ્વલંત સફળતા મેળવે છે..!!! અદ્ભુત અદ્ભુત….!
 • સત્પુરુષ નો પ્રેમ- સર્વસ્વ હોય છે…માં-બાપ ના સયુંકત પ્રેમ થી વિશેષ હોય છે……સત્પુરુષ ભક્તો ના સુખ ખાતિર પોતાના દેહ ને પણ કૃષ્ણાર્પણ કરી દે છે……બોડેલી માં- હરિભક્તો ને રાજી કરવા -પ્રમુખ સ્વામી એ ભારે તાવ વચ્ચે પણ હરિભક્તો ને દર્શન નું-પ્રવચન નું સુખ આપેલું…..મૂળ ભારતીય એવા અમેરિકન યુવક ની ગાળો-અપમાનો ને માફ કરી-એને ગળે લગાવેલો……તો ફિલાડેલ્ફીયા ઇન્કવાયર ની રવિપૂર્તિ ના તંત્રી- રોનાલ્ડ પટેલ ને નાસ્તિક માં થી આસ્તિક કરેલો….એક પિતા જેવું સુખ આપેલું……
 • ૧૯૯૨ માં -એક ગાંધીનગર ના મુસ્લિમ યુવકે- સ્વામીશ્રી ને એક પત્ર લખેલો- શરતચૂક થી તે લગભગ ૧૮ વરસ પછી- સંતો ના હાથમાં આવેલો- સ્વામીશ્રી પાસે એની વાત થઇ તો- સ્વામીશ્રી એ -એ યુવક નું નવું સરનામું શોધાવ્યું-એને રૂબરૂ બોલાવ્યો અને આશીર્વાદ આપી-સ્નેહ અમી વરસાવ્યા………………”રે સ્વામી વરસ્યા અનરાધાર…..” જેવો અદ્ભુત પ્રસંગ થયો..!
 • સ્વામીશ્રી જેનો હાથ પકડે છે -એને છોડતા નથી……..જો અજાણ્યા……અલ્પ મુલાકાતી ને પણ અક્ષરધામ નું સુખ આપતાં હોય તો- આપણા હરિભક્તો પણ એમનો રાજીપો કેવો હશે??? બસ- આપણે એમને રાજી કરવાના છે…..

અદ્ભુત અદ્ભુત…….સભાને અંતે જાહેરાત થઇ કે- આવતા રવિવાર થી આવનારા સળંગ ત્રણ રવિવાર- પુ.બ્રહ્મ દર્શન સ્વામી જેવા અતિ વિધવાન-જ્ઞાની સંત ના મુખે પારાયણ નો લાભ મળવા નો છે……………….મોકો ચૂકવા જેવો નથી જ..!

તો- આજની સભા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ને સમજવાની હતી…એમના ગુણાતીત ગુણો ને માણવા ની હતી…….એમની સ્નેહ વર્ષા માં તરબોળ થવાની હતી…………! સત્પુરુષ માં મહિમા સાથે જોડાવાશે તો જ જીવ એમના માં લાગશે અને કલ્યાણ થશે…!

જય સ્વામિનારાયણ…………

રાજ

Advertisements

2 thoughts on “BAPS પ્રમુખ વરણી દિન પ્રતિક રવિસભા- ૧૭/૦૫/૨૦૧૫

 1. Reblogged this on મધુ પુંજ and commented:
  શ્રી રાજભાઈના આ બ્લોગ દ્વારા અમદાવાદ શાહીબાગમાં થતી રવીસભાનો લાભ મને અહી દુનિયાના બીજે છેડે – સીયાતલ/અમેરિકામાં મળી રહ્યો છે, તેનો મને અતિ આનંદ છે. મુંબઈમાં વસતા હરિભક્તોમાંથી કોઈ આ બ્લોગ દ્વારા પ્રેરણા લઇ દાદર રવિસભાની પ્રવૃત્તિનો ચિતાર આવા બ્લોગ દ્વારા આપવાનું શરુ કરે તો કેવું સારું ? બ્લોગ શરુ કરવા વિષે જાણકારી જોઈતી હોય તો મારો સંપર્ક આવકાર્ય છે.

 2. Tamari seva adbhut che. Khub saras
  Swami raji thase

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s