Raj Mistry's world

Me,my stories and world around….

આંબલીવાળી પોળ

Leave a comment

આપણા અમદાવાદ ની મૂળ ઓળખ છે -એની પોળો…………..અમદાવાદ એટલે રેતી માં રમતું શહેર…ધૂળ માં ધૂળિયું થતું શહેર….પોળો માં વસતું શહેર…..! આમ તો કહેવાય છે કે- અમદાવાદ ની પોળો નો ઈતિહાસ લગભગ ૩૦૦-૪૦૦-૫૦૦  વર્ષ જુનો છે અને એ સમયમાં અમદાવાદીઓ એ લગભગ ૩૦૦ થી વધુ પોળો જોઈએ છે……..૫-૭ ઘર ધરાવતી નાની પોળ થી માંડી ને ૫૦૦-૬૦૦ ઘર ધરાવતી પોળ પણ અમદાવાદ માં હતી. જો કે આજે પણ શોધવા બેસો તો ખૂણેખાંચરે તમને ૭૦ થી વધુ પોળો મળી આવે…….સૌથી જૂની પોળ એ મુહુર્ત પોળ- તો સૌથી મોટી પોળ માંડવી ની પોળ કહેવાય છે…..અને એના નામ એટલે અટપટા અને રસપ્રદ કે તમે એને સાંભળી ને કાંતો ગૂંચવાઈ જાઓ…કાંતો હસી પદો..કાંતો આશ્ચર્યમાં ડૂબી જાઓ…! દાખલા તરીકે દેડકાની પોળ…..કે વિન્છીની  પોળ…..રંગીલા પોળ કે પાડા ની પોળ…કે લાંબી પાડા ની પોળ….! અહો આશ્ચર્યમ…! પણ હું વર્ષો થી અમદાવાદમાં  રહું છું અને મારું અને મારી અર્ધાંગીની રીના નું  મનગમતું સ્થળ છે – આ પોળો….સાચું અમદાવાદ તો આ પોળોમાં જ વસે છે…અને સાચી સંસ્કૃતિ -આ પોળો માં જ વસેલી છે……

સ્વામિનારાયણ સંપ્રદાય ની વાત કરીએ તો શ્રીજી મહારાજ અમદાવાદ માં ૩૦ થી વધુ વાર પધાર્યા છે……સૌપ્રથમ વર્ણીવેશે વી.સંવંત ૧૮૫૫ માં કાંકરિયા ની પાળે પધાર્યા અને એ સિવાય અનેક પોળો માં- વિવિધ હરિભક્તો ના ઘરે એમની પધરામણી ઓ થઇ……ભોઇવાસ માં- કાલુપુર માં વિશ્વનું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર સ્થાપ્યું…..આ સિવાય-નવો વાસ, હાજા પટેલ ની પોળ, રામજી મંદિર ની પોળ, ઝાંપડા ની પોળ, ગુંદી ની પોળ, આકાશેઠ કુવા ની પોળ, મોરલીધર ની પોળ, પખાળી ની પોળ, મહાલક્ષ્મી ની પોળ, અમૃતલાલ ની પોળ, શાહપુર ની પોળ,દરિયાપુર…રાયપુર…….વગેરે અનેક જગ્યા ઓ ને શ્રીજી એ પવિત્ર કરેલી છે…..જે આજે અલ્પ લોકો ને જ યાદ છે…

અને એ જ પરંપરા માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ – જયારે પણ અમદાવાદ આવતા ત્યારે – ખેંગારજી ભાઈ ચૌહાણ ના ઘરે રંગીલા ની પોળ કે બાબુભાઈ કોઠારી ( આંબલી વાળી પોળ) માં જ રોકાતા અને આંબલીવાળી પોળ માં તો ઘણા બધા સુવર્ણ ઐતિહાસિક પ્રસંગો જેવા કે- આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ને “પ્રમુખ” તરીકે ની વરણી; અમદાવાદ-શાહીબાગ મંદિર ની સ્થાપના નો નિર્ણય…યુવક સભા ની શરૂઆત….. થયા છે…….અને એટલા માટે જ આંબલી વાળી પોળ આજે- હરિભક્તો માટે અત્યંત આસ્થા નું કેન્દ્ર છે…..વઢવાણ મંદિર માં નવા આચાર્ય અને અક્ષર પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિ નું સ્થાપન હોય….કે સમાધી પ્રકરણ ની જગજાહેર શરૂઆત હોય….એ સર્વે અમદાવાદ સાથે જોડાયેલા પ્રસંગો છે….

થોડાક દિવસો પહેલા હું,રીના અને દીકરો હરિકૃષ્ણ -પગપાળા ( હરિ જો કે પ્રામ માં હતો.. 🙂  )  અમારા ઘરે થી આંબલી વાળી પોળ- માં- આપણા ગુરુ હરિ ની “પ્રમુખ વરણી” ના ઐતિહાસિક સ્થાને જઈ આવ્યા……શાહપુરમાં- રંગીલા પોળ નજીક આવેલી આ પોળ- ચાલુ દિવસોમાં તો સામાન્ય પોળ જેવી તંગ જ લાગે…..પણ પૂનમ કે પ્રમુખ વરણી દિન કે અન્ય પ્રસંગો એ – એ કીડીયારા ની જેમ હરિભક્તો થી ઉભરાઈ જાય. પ.ભ. રમણીક ભાઈ ( પુ.નીલકંઠ સ્વામી -હાલ નડીયાદ- ના પૂર્વાશ્રમ ના પિતાશ્રી) અહી પુજારી તરીકે સેવા આપે છે…પ.ભ. નરેશભાઈ પટેલ પણ સેવા આપે છે….બાબુભાઈ કોઠારી નું નિવાસ સ્થાન “હરિયજ્ઞ કુંજ” કે જ્યાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ રોકાતા એ- આ ઘર મંદિર થી સહેજ જ દુર-સામે ની લાઈન માં છે…..જુઓ નીચેના ફોટા….

પ.ભ.બાબુભાઈ કોઠારી નું નિવાસસ્થાન

પ.ભ.બાબુભાઈ કોઠારી નું નિવાસસ્થાન

પ્રમુખ વરણી સ્થાન- ગર્ભ ગૃહ ફોટો

પ્રમુખ વરણી સ્થાન- ગર્ભ ગૃહ ફોટો

પ્રમુખ વરણી સ્થાન

પ્રમુખ વરણી સ્થાન

ખુબ જ મહિમા ધરાવતા આ સ્થાને- ૨૧-૦૫-૧૯૫૦ ના રોજ મુઠ્ઠીભર હરિભક્તો-સંતો ની હાજરી માં- ૩૦ વર્ષના નારાયણ સ્વરૂપ દાસજી ને -આ મહાન સંસ્થા ના ” પ્રમુખ” તરીકે ની વરણી -બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે- સર્વાનુમતે કરી….અને પોતાનું ગાતરિયું/ચાદર ઓઢાડી અને આ સંસ્થા ના પાયા ભૂતલે નાખી દીધા…!!! .અને આજે પણ હરિભક્તો પોતાના સંકલ્પો ની સમ્પુરતી અર્થે પ્રમુખ સ્વામી મહારાજ ની મૂર્તિ ને -ગાતરિયું ઓઢાડે છે…..અમે પણ એનો લાભ લીધો..આરતી નો લાભ લીધો……ઢગલાબંધ ફોટા લીધા ( ફેસબુક પર ઉપલબ્ધ છે) અને રીક્ષા માં પરત ઘરે આવ્યા….થોડાક નિરીક્ષણ….આ યાત્રા ના…

  • આ પોળ જાવા માટે બે માર્ગ છે…..રંગીલા ની પોળ થી ..અને બીજો માર્ગ – ઘી કાંટા( દિલ્હી દરવાજા થઇ ને)
  • પોળ માં જવાના માર્ગ- ગંદકી થી-અસહ્ય ભીડ થી ભરપુર છે…..કારણ- આપણે પોતે….સ્વચ્છતા આપણા જીવન નો ભાગ ક્યારે બનશે??? સ્વયમ શિસ્ત ક્યારે આવશે??? “મુન્સી- ટાપલી” ( અર્થાત મ્યુનિસિપાલીટી) પોતાની જવાબદારી- આ ધરોહર નો મહિમા ક્યારે સમજશે???
  • પોળ નું સ્થાન-લોકેશન દર્શાવતા બોર્ડસ -ગુગલ પર માર્ક્સ કેમ ન મૂકી શકાય??? અમદાવાદ ની પોળો નો ઈતિહાસ દર્શાવતું કોઈ પુસ્તક -તમારા ધ્યાન માં છે???

પણ આ સ્થળ …મહા પ્રાસાદિક સ્થળ નો મહિમા અંતરમાં વસી ગયો……..શ્રીજી-સ્વામી અને ગુરુહરિ ને ધુન્ય સાથે પ્રાર્થના કરીએ કે- આ સ્થળે- વિશાળ સ્મૃતિ મંદિર બને..હજારો લોકો ને મહિમા સભર જ્ઞાન મળે……….જીવમાત્ર ને સત્સંગ થાય અને કલ્યાણ થાય…..અમદાવાદ ની પોળો નો ઈતિહાસ દુનિયા સમક્ષ -એક અધ્યાત્મિક માર્ગ થકી આવે….

જય સ્વમીનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s